ભાજપે હવે કાર્યકર્તાઓને શા માટે ચેતવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુધ્ધ ખેલાતુ રહ્યુ છે, જો કે આ વખતે રાજકીય સ્થિતિ અલગ છે, આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ જેવી પાર્ટીઓ પણ વિધાનસભાની ચૂંટણી જંગમાં ઝંપલાવવાની છે, ત્યારે આ રાજકીય પાર્ટીઓએ પણ ગુજરાતમાં 27 વરસથી ગાંધીનગરમાં અડીંગો જમાવીને બેઠેલી ભાજપને ઉખાડી ફેકવા માટે વિશેષ પ્રકારની રણનિતી તૈયાર કરી છે, જેના ભાગ રુપે વિવિધ પાર્ટીઓ દ્વારા અલગ અલગ એજન્સીઓના માધ્યમથી સર્વે, ગુપ્ત રિપોર્ટ, જાસુસી, શરુ કરી દેવાઇ છે, જેને કારણે સત્તાધારી ભાજપ પણ ચિન્તામાં મુકાયો છે, જેને લઇને પક્ષ કાર્યલયના નંબર સિવાય કાર્યકર્તાઓને પાર્ટીની કોઇ પણ પ્રકારની માહિતી ન આપવા માટે સુચના આપી દેવાઇ છે,,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપનો ટાર્ગેટ 182 બેઠકો જીતવાનો છે, ત્યારે ભાજપના આ ટાર્ગેટને સૌથી મોટુ ફાચર આમ આદમી પાર્ટી મારી શકે છે, બીજેપી માટે કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઘાતક સાબિત થઇ શકે છે, ત્યારે ભાજપની જેમ આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ટેલિફોનિક સર્વે, વ્યક્તિગત સંપર્ક, ગુપ્તચર એજન્સીઓના માધ્યમથી માઇક્રો લેવલની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત ભાજપના પેજ પ્રમુખથી લઇ રાજ્ય સ્તરના કાર્યકર્તાઓ પાસેથી ઝીણવટ ભરી પાર્ટીની આંતરિક વિગતો મેળવવામાં આવી રહી છે,
સુત્રોનુ માનીએ તો હાલ અનેક સર્વે એજન્સીઓ ગુજરાતની રાજનીતિમાં સક્રીય બની ગઇ છે, જેઓ પણ પોતાની રીતે કોઇ પણ પોલીટીકલ પાર્ટીનુ નામ લઇને સર્વે કરી રહી છે, અને ડેટા ભેગા કરી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં ગુજરાત ભાજપના અનેક સિનિયર નેતાઓથી લઇ બુથ સ્તર અને પેજ સ્તરના કાર્યકર્તાઓને પણ આવા ફોન કોલ્સ આવે છે જેમાં તેમની પાસેથી તેમના વિસ્તારની વિગતો, પ્રભાવશાળી લોકો, સમાજીક અને ધાર્મિક આગેવાનોની વિગતો, ઉમેદવાર તરીકે કોણ ચાલી શકે,, આવી વિવિધ પ્રકારના પ્રશ્નો પુછતા હોય છે, ત્યારે ગુજરાત ભાજપે સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓને પાર્ટી કાર્યાલય સિવાયના નંબરો ઉપરથી કોલ્સ આવે તો પાર્ટી કે સ્થાનિક કોઇ પણ પ્રકારની માહિતી ન આપવા સૂચના આપી છે,