કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !
15મી ઓગસ્ટના દિવસે દેશ જ્યારે આઝાદીનો પર્વ મનાવી રહ્યો હતો ત્યારે અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતા દિનેશ શર્માએ રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેના મુખ્ય મહેમાન ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ હતા,,પાટીલે કાર્યક્રમમાં હાજરી આપી, અને પોતાના સત્તાવાર ફેસબુક અને ટ્ટીટર ઉપર તે કાર્યક્રમના ફોટા મુક્યા, જેમાં તેઓએ કાર્યક્રમમાં આવેલા અનેક મહાનુભાવોના નામ લખ્યા, પણ આયોજક એવા પુર્વ કોગ્રેસી દિનેશ શર્માના નામનો જ ઉલ્લેખ સુધ્ધા ન કરાયો ,,શુ જાણી જોઇને દિનેશ શર્માનુ ઉલ્લેખ નથી કરાયો કે પછી આ શરત ચુક છે,,,તેવી ચર્ચાઓ કાર્યકર્તાઓમાં થઇ રહી છે,
ગુજરાતમાં ભાજપ 27 વરસથી શાષનમાં છે ત્યારે વર્ષોથી સત્તાથી વંચિત રહેલા કોંગ્રેસી નેતાઓ સત્તાનો લાભ મળે તે માટે કોંગ્રેસ છોડી ભાજપમાં દોટ લગાવી રહ્યાછે, વર્ષ 2017થી 2022 દરમિયાન કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો અને એટલા જ મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળને થામી લીધુ છે, જેમાં જે નેતાઓ ભાજપના ઓપરેશન મુજબ ગયા છે તેમનુ માન સન્માન,મર્તબો સચવાઇ રહ્યો છે,,જ્યારે જેઓ સામેથી હરખપદુડા બનીને ગયા છે તેમના માટે સ્થિતિ વિકટ છે, ત્યારે ફેબ્રુઆરી 2022માં મ્યુનિસિપલ કોગ્રેસના પુર્વ નેતા દિનેશ શર્મા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા, તેમના સમર્થકોને અપેક્ષા છે કે ભાજપ બાપુનગર વિધાનસભા બેઠક પરથી તેમને ટિકીટ આપશે,ત્યારે દિનેશ શર્મા દ્વારા બાપુનગરમાં રક્તદાન કેમ્પ, સાડી વિતરણ, તિરંગા વિતરણ કાર્યક્રમો યોજી લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરીને શક્તિ પ્રદર્શન કર્યો હતો, જેમાં ખુદ ચંદ્રકાંત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા,
ત્યારે તેઓએ આ કાર્યક્રમના ફોટા સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ કર્યા હતા, ટ્ટીટર તો માની શકીએ તો 140 શબ્દોનો બાધ હોય છે, પણ ફેસબુક ઉપર મુકાયેલા ફોટોમાં પણ આયોજક એવા દિનેશ શર્માનો ઉલ્લેખ કર્યો ન હતો,જે હાલ બાપુનગર સહિત સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો વિષય છે,સુત્રો કહી રહ્યા છે કે શુ ચંદ્રકાત પાટીલે જાણી જાઇને દિનેશ શર્માનો ઉલ્લેખ નથી કર્યો કે કોઇના ઇશારે દિનેશ શર્માની બાદ બાકી કરી દેવાઇ છે, જો દિનેશ શર્માના રાજકીય શક્તિ પ્રદર્શનથી સ્થાનિક કક્ષાએ કોના પેટમાં તેલ રેડાયુ છે, ચર્ચા છેકે ચંદ્રકાત પાટીલે જો જાણી જોઇને દિનેશ શર્માના નામનો ઉલ્લેખ ટાળ્યો છે તો આ દિનેશ શર્મા માટે સારા સંકેતો નથી, તેમના રાજકીય મહેચ્છા ઉપર પાણી ફરી વળશે,
નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-પોલીસ તપાસ શરુ