કંગનાની ફિલ્મ ‘ધાકડ’ના વખાણ કરતી પોસ્ટ બીગ બીએ કેમ કરી ડિલીટ- અટકળો શરુ
– કંગના આ ફિલ્મમાં એજન્ટ અગ્નિનું પાત્ર ભજવી રહી છે જે દેશને દુશ્મનોથી બચાવવા લડે છે
કંગના રનૌત આ દિવસોમાં શો ‘લોક અપ’ અને પોતાની આગામી ફિલ્મ ‘ધાકડ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર અને પહેલું ગીત ‘She’s On Fire’ રિલીઝ થઈ ગયું છે. જેમાં અભિનેત્રીની જોરદાર અંદાજમાં જોવા મળી રહી છે. ફિલ્મ ‘ધાકડ’નું મજેદાર ટ્રેલર જોયા બાદ બોલિવૂડ સ્ટાર્સને પણ લાગવા માંડ્યું છે કે કંગનાનો જાદુ ચાલશે.
કિયારા અડવાણીએ હાલમાં જ કંગના રનૌત સાથે એક પોસ્ટ શેક કરી હતી. ત્યારબાદ તણે ડિલીટ કરી અને ફરીથી પોસ્ટ શેર કરી હતી. હવે કંગના માટે અમિતાભ બચ્ચને પોસ્ટ કરી શેર કરીને ડિલીટ કરી દીધી છે. તેમણે આવું કેમ કર્યું તે બાબતે કોઈ માહિતી નથી.
બિગ બીએ આવુ કેમ કર્યું ?
બિગ બીએ આવું કેમ કર્યું આ વાત લોકો સમજી શકતા નથી. અમિતાભ બચ્ચને ગુરૂવારે કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ના ગીતનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. તેમણે પોસ્ટ પર પહેલા ફિલ્મની ટીમને શુભકામનાઓ લખી અને ફિલ્મ ધાડક, કંગના રનૌત, અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને અન્ય ટીમના સભ્યોને પણ હેશટેગ કર્યા હતા.
સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, અમિતાભે આવું કરણ જોહરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના કારણે કર્યું હશે. હવે મામલો શું છે તે તો બિગ બી જ સારી રીતે કહી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો માત્ર અનુમાન લગાવી રહ્યા છે.
‘ધાડક’ 20 મેના રોજ રિલીઝ થશે
ફિલ્મ ‘ધાકડ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં કંગનાના અનેક અવતાર જોવા મળવાની છે. તે જ સમયે અર્જુન રામપાલ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. કંગના આ ફિલ્મમાં એજન્ટ અગ્નિનું પાત્ર ભજવી રહી છે જે દેશને દુશ્મનોથી બચાવવા લડે છે. આ બંને સિવાય દિવ્યા દત્તા પણ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 20 મે 2022ના રોજ રિલીઝ થશે.