ગુજરાત
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ખંભાળિયા જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.
એ મુલાકાત દરમિયાન ઈસુદાન ગઢવી એ ગુજરાત સરકાર અને ગુજરાત ની પ્રજા ને કોરોના ના વધી રહેલા વ્યાપ માટે સાવધાન રહેવા વિનતી કરી હતી.
અને રાજય સરકાર ને દરખાસ્ત કરી હતી કે જે પણ સ્ટાફ ની આછત છે એમને તાત્કાલિક ધોરણે ભરવા મા આવે.
સિવિલ મા સીટી સ્કેન મશીન ના હોવા ના કારણે દર્દીઓ ને જામનગર સુધી ધક્કો ખાવો પડે છે.આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ને કરાશે .
સાથે સાથે દેશમાં વધી રહેલા કોરોના ના કેસને લઇ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ચીન અને જ્યાં પણ કોરોના કેસ વાળા દેશ થી આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ને સ્ક્રીનીંગ બરાબર થાય એના માટે કાળજી લેવી જોઈએ