રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ
પાટણના નોરતા ગામે આખલા દ્વારા એક વૃદ્ધ કાકા ને વાડામાંથી બહાર નીકળતા આખલાએ અડફેટે લેતા કાકા ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને જનતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેમને ડોક્ટરે મૃત જાહેર કરેલ છે આ વૃદ્ધ કાકા નું નામ ગોડાજી ગંભીર જી ઠાકોર છે આવા રખડતાં પશુઓના આતંક કારણે કેટલાય નિર્દોષ લોકો ના જીવ ગુમાવવા પડયા છે પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ત્રણથી ચાર બનાવો બનવા પામ્યા છે જેમાં નોરતા ગામ ના ઈસમનું નું અકાળે મૃત્યુ થયું છે તેમજ અનાવાડા રોડ ઉપર અડફેટે લેતા કૈલાસબેનને ગંભીર ઈજાઓ થઈ છે આજે શાહ ના પાડા પાસે વિમલભાઈ ઓઝા પણ પશુઓના આતંકવાદનો સામનો કરવો પડે છે તો સરકાર આ બાCBબતને ગંભીરતાથી લઇ ઝડપમાં ઝડપથી કાયદો બનાવી રખડતા ઢોરો બાબતે યોગ્ય કાર્યવાહી કરે તો લોકોના જાન ગુમાવવાનો વારો ન આવે અને ગંભીર ઇજાઓ માંથી પણ માનવજાતને બચાવી શકાય આ ગંભીર બનાવ ની જાણ પાટણન ધારાસભ્ય કિરીટ પટેલને થતા તેઓ તાત્કાલિક જનતા હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી અને એમને સરકાર દ્વારા આર્થિક મદદ મળે તે બાબતની સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણ આપી છે.
મહત્વપુર્ણ વાત એ છે કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા રખડતા ઢોરોના ત્રાસથી શહેરીજનોને મુક્તિ મળે તે માટે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઢોર ત્રાસ નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે,જો કે અમલી કરણને લઇને
કોંગ્રેસના માલધારી સમાજના ધારાસભ્યો રધુ દેસાઇ, લાખા ભાઇ ભરવાડ જેવા નેતાઓ વિરોધ કરી રહ્યા છે, માલધારી સમાજ પણ આ કાયદો રદ્દ કરવા માટે આંદોલનો કરી રહ્યો છે,ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય
કિરીટ પટેલ શહેરી જનોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે કાયદો લાવવાની વાત કરી રહ્યા છે.આમ કોંગ્રેસના જ ધારાસભ્યોમાં વિરોધાભાષ જોવા મળી રહ્યુ છે,