લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉતરાયણ બાદ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે સૂત્રોની વાત સાચી માનીએ તો ગુજરાત માંથી પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ અને દાહોદના સાંસદ જશવંત ભાભોરનો કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત ચિરાગ પાસવાન નો બિહાર માંથી સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.જયારે કેન્દ્રીય મંત્રી મંડળમાંથી દર્શના જરદોશ ,મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા નેતાઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતાઓ છે.જેને લઇ સંસદ થી લઇ ને દેશમાં કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણમાં કોનો સમાવેશ કરાશે તેને લઇ ને ચર્ચાઓ થઇ રહી છે.