અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી
ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપ કયા સિનિયર નેતાઓને સોપી શકે છે ગુજરાત બહાર મોટી જવાબદારી !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સહિત કર્મચારીઓનો મોટા પાયે બદલી કરાશે જેમના ત્રણ વરસ પુર્ણ થઇ ગયા છે
તેવા અધિકારીઓને બદલી દેવામાં આવશે, સુત્રોની વાત માનીએ તો નૂપુર શર્મા ના વિવાદિત નિવેદન ને લઇ અમદાવાદ શહેર માં કોમી તોફાનો થવા ના ડર વચ્ચે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે
જે રીતે રથયાત્રા દરમિયાન સુરક્ષાની સર્વોત્તમ કામગીરી કરી છે,,તેનાથી રાજ્ય સરકાર ખુશ છે, ત્યારે
તેમના કામની કદર કરીને તેમને રાજ્યસ્તરની મોટી જવાબદારી સોપાઇ શકે છે, તે સિવાય સુરત પોલીસ કમિશ્નર અજય તોમરને પણ અમદાવાદમાં જવાબદારી સોપાઇ શકે છે, આઇ બીના વડા એવા અનુપમ સિહ ગેહલોતને
સુરતમાં જવાબદારી સોપાઇ શકે છે,
ભાજપના કયા નેતાએ કહ્યુ પ્રભારીઓ ચિન્તા છોડો કામ કરો મળી શકે છે ટિકીટ !
જ્યારે નબળી કામગીરી ધરાવતા જીલ્લા પોલીસ વડાઓની પણ બદલી નાખવામાં આવશે, જે પોલીસ અધિકારીઓ વિરુધ્ધ ધારાસભ્યો અને સાસંદો સહિત આગેવાનોએ ફરિયાદો કરી અને એ ફરિયાદમાં જણાયું હોય તેવા
અધિકારીઓને સાઇડ પોસ્ટીંગ આપવાની તૈયારી સરકારે કરી લીધી છે,,ભ્રષ્ટ ઇમેજ અને વહીવટી ઉણપ ધરાવતા અધિકારીઓ સામે પણ પગલા સ્વરુપે સાઇડ પોસ્ટીંગ અપાશે,
જે સી પી રાજેન્દ્ર અસારી,બદલાઇ શકે છે પણ તેમને અમદાવાદમાં જ મુકાશે, તેઓ રાજ્ય સરકારના ગુડ બુકમા છે
ગૌતમ પરમારને એટીએસની જવાબદારી સોપી શકાય છે, તેમની પાસે ગાંધી આશ્રમ રિડવલપમેન્ટ પ્રોજેક્ટની મહત્વની જવાબદારી હોવાથી તેઓને અમદાવાદની નજીક રખાશે
અજય ચૌધરી જેસીપી એડમીનની બદલાઇ શકે છે,
જેસીપી ક્રાઇમ પ્રેમવીર સિહ પણ બદલાઇ શકે છે,
રેન્જ આઇજી વી ચંદ્રશેખરની થઇ શકે છે બદલી
સુરત રેન્જ આઇ જી રાજકુમાર પાંડીયનને પણ બદલી કરીને અમદાવાદ રેન્જમાં લાવી શકે છે,
ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસ્માને અમદાવાદમાં મોટી જવાબદારી મળી શકે છે,
કેટલાક સિનિયર પોલીસ અધિકારીઓને પોતાની બદલીની ગંધ આવી જતા આવા પોલીસ અધિકારીઓએ રાજકીય આકાઓના શરણે પહોચ્યા છે, બદલી રોકવા માટે સિનિયર નેતાઓની
કરગરી રહ્યા છે કે જેથી તેમની બદલી અટકી શકે, ભારતિય જનતા પાર્ટીમાં એવા પણ નેતાઓ છે જેઓ સરકારમાં નથી પણ સરકારમાં તેમનો પડ્યો બોલ ઝિલાય છે, ત્યારે તેવા નેતાઓ અને તેમના આસપાસ ફરતી ટોળકીનુ પણ સંપર્ક સધાઇ રહ્યો છે, તેમને
તમામ પ્રકારના પેકેજોની પણ ઓફર થઇ રહી છે, જો કે રાજય સરકારના આંતરિક સુત્રોના કહેવા મુજબ જેમનો રિપોર્ટ નેગેટીવ છે તેવા પોલીસ અધિકારીઓની આગામી બે કે ત્રણ સપ્તાહમાં બદલી કરી દેવાશે,
કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ