ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું- પ્રવીણ મારુ ભાજપ નેતા
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે,,તેમ તેમ ભાજપમાં ભરતી મેળો પણ તેજ થઇ રહ્યો છે
ભાજપે હવે કોગ્રેસના પુર્વ ધારાસભ્ય પ્રવીણ મારુને કેસરીયો કરાવ્યો છે, ત્યારે પ્રવીણ મારુએ પાર્ટીમાં
જોડાતાની સાથે જ કહી દીધુ છે પાર્ટી મને મુખ્ય મંત્રી બનાવશે તો હુ તૈયાર છુ, ત્યારે તેઓએ
આ વાત અજાણતા જ કહી દીધી કે પછી કે કોઇ રાજકીય ગણિત સાથે તેઓએ આ કહ્યુ છે, આના કારણે
હવે પ્રદેશ અઘ્યક્ષ ચંદ્રકાંત પાટીલ હવે ધર્મ સંકટમાં મુકાઇ જશે-તમને થશે કે પ્રવિણ મારુની ભાજપમાં એન્ટ્રી થી
ચંદ્રકાંત પાટીલ કેમ ધર્મ સંકટમાં મુકાશે,,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
પ્રવિણ મારુ કોણ છે !રામજન્મ ભુમી આદોલન બાદ આત્મરામ પરમારને સુરતથી સ્પેશલ ગઢડા બાય ઇલેક્શન
લડવા માટે ભાજપે મોકલ્યા, તેઓ 1993, 1995 અને 1998માં ચૂટણી જીત્યા,, 2002માં ગોધરા કાંડ બાદ આખા રાજ્યમાં હિન્દુત્વની લહેર
જોવા મળી, વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 128 બેઠકો સાથે ભવ્ય વિજય મળ્યો,,
પણ ગઢડા વિધાનસભામાં સેટ બેક સર્જાયો હતો ભાજપના સિનિયર નેતા આત્મરામ પરમારને પ્રથમ વખત ચૂંટણી લડેલા કોગ્રેસના
પ્રવિણ મારુને પરાજયનો સ્વાદ ચખાડ્યો, વર્ષ 2007 અને 2012માં આત્મરામ પરમારે પ્રવિણ મારુને ઘરે બેસાડી દીધા
વર્ષ 2017માં તેથી ઉલ્ટુ થયું સામાજીક અને ન્યાય બાબતોના કેબીનેટ પ્રધાન આત્મરામ પરમારને પ્રવિણ મારુએ હરાવી દીધા,
તેમને પાટીદાર અનામત આદોલન અને દલિત આદોલન ફળ્યું,
ત્યારે વર્ષ 2020માં રાજ્યસભાની ચૂંટણી આવતા જ ગઢડામાં સ્થિતિ બદલાઇ ગઇ,,
રાજ્યસભાની ચૂટણી દરમિયાન ભાજપના ત્રિજા ઉમેદવાર નરહરી અમિન જીતી શકે તેવી સ્થિતિમાં ન હતા,
એવી સ્થિતિમાં કોગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અથવા ક્રોસ વોટિંગ જરુરી હતા,
સુત્રોની વાત માનીએ તો મોટા આર્થિક પેકેજ સાથે કોગ્રેસના અનેક ધારાસભ્યોના રાજીનામાં અપાવી દીધા,, જે પૈકી
પ્રવિણ મારુ ઉપર પણ ગાંધી પેકેજ લઇને રાજીનામુ આપવાનો આરોપ લાગ્યો હતો જે આરોપોને તેઓએ ફગાવી દીધા હતા
પણ સ્થાનિક મતદારો સાથે તેમને દ્રોહ કર્યા હોવાનો આરોપ તો કોગ્રેસ હજુ પણ લગાવે જ છે,તેઓએ ગઢડા બેઠકથી રાજીનામું આપ્યુ
ત્યારે આ બેઠક ખાલી પડી, અને પેટા ચૂંટણીમાં આત્મારામ પરમાર આ બેઠકથી વિજેતા બની ધારાસભ્ય થયા
ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં કોને થશે ફાયદો ! આ છે રાજકીય ગણિત
ચંદ્રકાંત પાટીલ મિત્રતા નિભાવશે કે પાર્ટી પ્રમાણે કામ કરશે,
બે વર્ષથી રાજકારણથી અલિપ્ત રહેલા પ્રવિણ મારુને મુખ્ય પ્રધાન બનવાના અભરખા જાગ્યા છે, તેઓ ભાજપના સિનિયર નેતાઓની
ઉપસ્થિતિમાં કેસરીયા કર્યા,, સાથે પ્રવિણ મારુએ કહ્યુ કે પક્ષ જે જવાબદારી આપશે તે નિભાવવા તૈયાર છુ,
પક્ષ મુખ્યમંત્રી બનાવશે તો પણ હુ તૈયાર છુ..આમ મુખ્યમંત્રીની ઇચ્છા વ્યક્ત કરીને પ્રવિણ મારુએ ભાજપના નેતાઓ માટે
અવઢવ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે, ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ માટે,,
કારણ કે હાલના ગઢડાના ધારાસભ્ય આત્મરામ પરમાર એ ચંદ્રકાંત પાટીલના અંગત મિત્ર હોવાના માનવાં આવે છે
ત્યારે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે ભાજપ ગઢડા બેઠકથી કોને ટિકીટ આપશે,
એક તરફ તેમના પરમ મિત્ર આત્મારામ પરમાર છે તો બીજી તરફ કોગ્રેસમાંથી આવેલ પ્રવિણ મારુ છે, જેઓ મુખ્ય પ્રધાન
બનવાની ખેવના ધરાવે છે,ત્યારે જોવાનુ એ છે કે ચંદ્રકાંત પાટીલ ટીકીટોની વહેચણીમાં મિત્રતા નિભાવે છે કે પાર્ટીના
આયોજન મુજબ કામ કરે છે,