મોદી સરકારની અગ્નિવીર યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ
ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા
દેશમાં હવે અગ્નીપથ યોજના હેઠળ હવે સરંક્ષણમાં ચાર વરસ માટે યુવાઓ સેવાઓ આપી શકે તે માટે ખાસ યોજના બનાવાઇ છે,ત્યારે રાજનિતિક રીતે તો આનો વિરોધ થઇ રહ્યોછે, પણ દેશ સહિત ગુજરાત અને અમદાવાદમાં પણ
યુવાનો તેનો વિરોધ કરી રહ્યા છે, સાથે રિટાયર્ડ આર્મીના કર્ચમારીઓ આને દેશની સુરક્ષા માટે ઘાતક ગણાવી રહ્યા છે,
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !
દેશમાં વધુમાં વધુ યુવાઓ સરંક્ષણ દળોમાં જોડાઇ શકે તે માટે મોદી સરકારે ખાસ અગ્નિ પથ યોજનાની જાહેરાત કરી છે, જેમાં જોડાનાર યુવાઓ અગ્નિવીર ગણાશે,, આ યોજનામાં ભરતી થનાર યુવાઓ સંરક્ષણ દળમાં ચાર વરસ માટે રહેશે
ચાર વરસ માટે તેઓ રિટાયર્ડ થઇ જશે, તેમને ફોઇ પેન્શન કે ગ્રેજ્યુએટી નહી આપવામા આવશે, જેના કારણે દેશભરમાં આ યોજનાનો યુવાનો વિરોધ કરી રહ્યા છે,
ત્યારે અમદાવાદામં છેલ્લા ચાર વરસથી આર્મીમાં જવાની તૈયારી કરી રહેલા જયેશ શર્માએ જણાવ્યુ કે સરકારની આ યોજના આર્મીમાં જઇને દેશની સેવા કરવાના સ્વપ્ન જોનારાઓ માટે વિશ્વાસઘાત સમાન છે, છેલ્લા ઘણા સમયથી અમે
આર્મીમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે મોદી સરકારે અમારા મહેનત ઉપર પાણી ફેરવી દીધુ છે, કારણ કે આ યોજના હેઠળ ચાર વરસ બાદ અમે રિટાયર્ડ થઇ જઇશું તો અમને કોણ નોકરી રાખશે, શુ અમે આવીને
પ્રાઇવેટ કઇ નોકરી કરીશું,, જો માત્ર ખાનગી સિક્યોરીટી જ કરવાની હોય તો પછી આટલી બધી તૈયારી કેમ કરીએ,, અને ખાનગી સેક્ટરમાં ક્યાં જોબ છે, એક તરફ સરકાર તમને નોકરી આપી શકતી નથી, અને ખાનગી સેક્ટર ઉપર નોકરીનો ભારણ
નાખવા માંગે છે, પોતાના પૈસા બચાવવા માંગે છે,, અને દેશના યુવાનોનો ભવિષ્ય જોખમમાં મુકી રહી છે
પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક
બીજા એક અન્ય યુવાને જણાવ્યુ કે સરકાર ભલે ઓછા લોકોને આર્મી કે સરંક્ષણ દળમાં ભરતી કરે, પણ પુરા પગાર અને જોબ સિક્યોરીટી સાથે નોકરી આપે,, કારણ કે આવી રીતે તો અમારો ભવિષ્ય અંધકારમાં ડુબી જશે અમે ક્યાંયના નહી રહી શકીએ,, સરકારે કહ્યુ છે 25 ટકા લોકોને પછી કાયમી જોબ અપાશે,,તો પછી 25 ટકા કોણ હશે તેનો નિર્યણ કોણ કરશે, જ્યારે 75 ટકાને કાઢવામાં આવશે તો તેમને ક્યાં મોકલવામાં આવશે, તેઓ શુ કરશે, તેનો પરિવાર શુ કરશે,
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
આ સિવાય આર્મીમાંથી રિટાયર્ડ થયેલા એક અધિકારીએ જણાવ્યુ કે આ રીતે ફોજમાં ભરતી ના થાય, આ દેશની સુરક્ષાનો મામલો છે, ફોજમાં એક એક જવાનને ખુબજ મહેનતથી તૈયાર કરવામાં આવે છે, તેઓ ટ્રેનિંગ લઇને પ્રોપર રીતે તૈયાર થશે
ત્યાર સુધી તેમના રિટાયર્ડમેન્ટનો સમય આવી જશે, અને જ્યારે જવાનો ખબર હશે તે કે તેમની જોબ સિક્યોરીટી નથી તો પછી તે દેશ માટે કઇ રીતે લડશે, તેના પરિવારની ચિન્તા તેને હમેશા રહેશે, હુ પણ અત્યારે પ્રાઇવેટ સિક્યોરીટીની નોકરી કરુ છે
હાલ જે લોકો રિટાયર્ડ થઇને આવી રહ્યા છે તેમના માટે સરકાર પાસે કોઇ યોજના નથી,,તો પછી નવી ભરતી પછી જે લોકો અચાનક રિટાયર્ડ થશે તેમના માટે સરકાર પાસે શુ યોજના છે, જેથી સરકારે આ યોજના લાગુ કરતા પહેલા
નિષ્ણાંતોની સલાહ લેવી જોઇએ, કારણ કે દેશભક્તિ કોઇ શોખની વસ્તુ નથી,, આ તો દિલથી આવે છે,, જેથી દેશ સેવા કરવા વાળા યુવાનો અત્યારે દેશ માટે શહીદ થવા તૈયાર છે, પણ જો તેમને ચાર વરસમાં રિયાયર્ડ કરવાના હોય તો પછી
તેમના માટે ખાનગી સેક્ટરમાં જ નોકરી શોધવાની હોય તો તેઓ શા માટે સેનામાં જાય,, આ અંગે મોદી સરકારે વિચારવુ જોઇએ,,
આમ ભારત સરકારની આ યોજના માટે હાલ તો યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે,
પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !