અમદાવાદ
ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ટીકીટ મેળવવા માટે નેતાઓની દોડા દોડી શરુ થઇ ગઇ છે,
રાજકીય આકાઓની સાથે સાથે ઇશ્વરિય કૃપા મેળવવા માટે રાજનેતાઓ અને એમના સાથીદારો સાધુ સંતો જ્યોતિષો ભુવાઓ અને તાંત્રિકોની મદદ લઇ રહ્યા છે
સુત્રોની માનીએ તો કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓ ટીકીટ મેળવવા માટે ગુવાહાટીમાં માતા કામાખ્યા દેવીના શરણે પહોચ્યા અને તંત્ર મંત્રની વિધી પણ કરાવી છે,
ગુજરાતના રાજનેતાઓ પણ ગુવાહાટી પહોચી રહ્યા છે,
તમને થશે કે ગુવાહાટીમા એવુ તો શુ છે કે ગુજરાતના રાજનેતાઓ ત્યાં ટીકીટ મેળવવા પહોય્યા છે,,
તો ત્યાં માતા કામાખ્યાનુ સુપ્રસિધ્ધ મંદિર છે,, કહેવાય છે કે માતાજી વરસમા એક વખત માસિક ધર્મમાં આવે છે,,તે દરમિયાન મંદિર બંધ હોય છે ,,સાથે દેશ વિદેશના તાત્રિકો અહી
સિધ્ધ વિધીઓ કરવા માટે પહોચે છે, 22થી 26 જુન સુધી અબુવાચી મેળો ભરાય છે, જેને ઉત્સવની જેમ ઉજવાય છે,, ત્યારે અહી આવેલા તાત્રિકોના માધ્યમથી અનેક લોકો
પોતાની મોનોવાંછિત સિધ્ધી પ્રાપ્ત કરે છે,
ગુજરાતથી આ મેળાનો હિસ્સો બનવા માટે વડોદરાના અરવિંદ ભાઇ પંચાલે ગુવાહાટી પહોચ્યા હતા,તેઓએ જણાવ્યુ કે તેઓ અહી ચાર પાચ રાજનેતાઓનુ કામ લઇને આવ્યા છે
જેના માટે સર્વસિધ્ધી મોહિની કરણની વિધી કરાવી છે,, આ વિધીના માધ્યમ આ નેતાઓનો પ્રભાવ સમાજ અને તેમની પાર્ટીમાં પડશે અને ટિકીટ કન્ફર્મ થઇ શકે છે, તેમને મંત્રી પદ પણ પ્રાપ્ત થઇ શકે છે,, ભુતકાળમાં વડોદરા શહેરમાં એક નેતાની વિધી કરતા તેમને પાર્ટીમાં મોટુ સ્થાન પ્રાપ્ત થયુ હતું,
ત્યારે રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે ગુજરાત સરકારના ચારેક મંત્રીઓ ગુવાહાટી જઇ આવ્યા છે,અને માં કામાખ્યાના આશિર્વાદ લીધા છે,
તો બનાસકાંઠાના એક ધારાસભ્યે ફરી ટીકીટ પ્રાપ્ત થાય તે માટે વિશેષ પ્રકારના હોમ હવન અને પુજા અર્ચન કરાવ્યા હતા,
જ્યારે અમદાવાદના રાજુ ભાઇ બ્રહ્મ ભટ્ટે જણાવ્યુ છે કે તેઓ પણ ગુવાહાટીમાં કેટલાક સિધ્ધ તાંત્રિકોના સંપર્કમાં છે, અને તેઓ પણ ગુજરાતને નિશ્ચિત નેતા માટે વશીકરણ જેવી વિધીઓ કરાવી છે,,
તે સિવાય મારણ જેવી વિધી પણ અનેક નેતાઓ પોતાના પ્રતિસ્પર્ધિઓ માટે કરાવતા હોય છે,,ત્યારે હાલમાં જ ખેડા જિલ્લાના મોટા નેતા ગુવાહાટી પહોચ્યા હતા, અને તેઓએ ટિકીટ મેળવવા માટે એક અઠવાડીયા સુધી માં કામાખ્યાના સાનિધ્યમાં પુજા વિધી કરાવી,,સાથે કુમારિકા પુજન,હવનબગલા મુખી,શત્રુ વિજય હોમ, સુત્રો તો ત્યા સુધી કહે છે કે ઘણી વિધીઓમાં બકરાઓની બલીનો વિશેષ મહત્વ હોય છે,,તો બલી પણ આપાતા હોય છે, અનેક કિસ્સાઓમાં બકરાઓને રમતા મુકાય છે જ્યારે કેટલાક નેતાઓ કબુતર ઉડાડીને માતાને પ્રસન્ને કરીને પરત ગુજરાત આવી ગયા છે,
મહત્વની વાત એ છે કે આમા માત્ર ભાજપના જ નેતાઓ નહી પણ કોંગ્રેસના નેતાઓ પણ ટીકીટ માટે તાંત્રિક વિધીનો સહારો લઇ રહ્યા છે, ત્યારે જોવાનુ એ છે કે માં કામાખ્યાના આશિર્વાદ કોને મળે છે,,
અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ