લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર અરવિંદ મિલના પે રોલ ઉપર કેમ છે અધિકારીઓ અને નેતાઓ -સ્થાનિકોનો આરોપ
વરસાદ માટે ખેડુતોથી લઇને શહેરીજનો કાગડોળે રાહ જોતા હોય છે ત્યારે કેટલીક અસંવેદનશિલ કોર્પોરેટ કંપનીઓના માલિકો વરસાદી પાણીનુ ગેરલાભ લેવા માટે આતુર હોય છે,આવી કંપનીઓ વરસાદ પડતાની સાથે જ વરસાદી પાણીની સાથે પ્રદુષિત પાણીનો નિકાલ શરુ કરી દેતા હોય છે, માત્ર અડધો ઇંચ પણ વરસાદ ના પડ્યો હોય ત્યાં અમદાવાદનો પુર્વ વિસ્તાર પ્રદુષિત પાણીથી તરબોળ થઇ જાય છે, જેને પરિણામો વાહન ચાલકોથી લઇસ્થાનિક રહીશો પરેશાન થઇ જાય છે, તેમને ચર્મરોગ પણ થઇ જાય છે, પણ આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત કોર્પોરેટ કંપનીના માલિકો સંવેદનહીન બનીને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે, મહત્વપુર્ણ વાત એ છે કે તેમના આ કૃત્ય ઉપર તેમની સામે કોઇ પગલા લેવાતા નથી,, સ્થાનિકોનો આરોપ છે કે આવી કોર્પોરેટ કંપનીના માલિકો જાણે પાલતુ કુતરાની જેમ મોટા રાજનેતાઓ, અધિકારીઓને પોતાના પે રોલ ઉપર રાખીને સાચવે છે,જેને પરિણામે રાજનેતાઓ અને અધિકારીઓ આવી પ્રદુષણ ફેલાવતી કંપનીને બેરોકટોક વરસાદી પાણીની સાથે પ્રદુષિત પાણી ફેલાવવાની છુટ આપે છે, જેને લીધે સ્થાનિક નાગરિકોની જીંદગી નર્ક જેવી બની જાય છે, જેને કોઇ સાંભળનાર નથી
સમાન્ય રીતે લોકતંત્રમાં જનતા સર્વોપરી હોય છે, વોટ લેવા માટે રાજનેતાઓ જનતાના હાથ પગ જોડતા હોય છે, માઇબાપ કહેતા હોય છે, પણ ચૂંટણી જીત્યા બાદ આ જનતા તેમના માટે પારકી બની જાય છે, જનતાનો અવાજ તેમની સુધી પહોચતુ નથી, અથવા કહીએ તો તેઓ જાણેં મુંગા અને બહેરા બની જાય છે, તેમના માટે કોર્પોરેટ કંપની અને તેનાથી મળતી આર્થિક પેકેજ મહત્વપુર્ણ બની જાય છે, આ જ રાજનેતાઓ આવી કોર્પોરેટ કંપનીઓના લાયઝન ઓફિસર તરીકે કામ કરતા હોય છે, ઘટના અમદાવાદ સરસપુર વિસ્તારની છે, જ્યાં ગુરુવારે સવારે સામાન્ય વરસાદ પડ્યો..તો આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઇ ગયા, સ્થાનિકોએ જોયુ કે પાણી સફેદ અને ફિણવાળુ પ્રદુષિત પાણી ફેલાઇ ગયું સ્થાનિકોનુ કહેવુ છે કે અહી નજીકમાં જ અરવિંદ મિલ છે, તેના સંચાલકોએ પ્રદુષિત પાણી છોડી દીધુ,, જેના કારણે પ્રદુષિત પાણી સમગ્ર વિસ્તારમાં ભરાઇ ગયું, અને આ પ્રથમ વખત નથી, વારં વાર અરવિંદ મિલ તરફથી પ્રદુષિત પાણી છોડીને લોકોને મુશ્કેલીમાં નાખી દેવામાં આવે છે, સ્થાનિકોએ આરોપ લગાવ્યુ કે અમે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ, એએમસી, અને સ્થાનિક નેતાઓને વારં વાર ફરિયાદ કરીએ છીએ, પણ અમારુ કોણ સાંભળે, મોટા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી લે છે, અને અમારી સમસ્યા જેમ ને તેમ રહી જાય છે,આમ અધિકારીઓ અને કંપનીની બેદરકારીનો ભોગ સ્થાનિક નિવાસિઓને બનવુ પડે છે,
સ્થાનિક આગેવાન સંજય ભાઇ બારોટે જણાવ્યુ છે કે આ અંગે અમે કમિશ્રનરથી લઇને ગાંધીનગર સુધી રજુઆત કરી છે, પણ એવુ લાગે છે કે આ તમામ અધિકારીઓ અને નેતાઓ જાણે અરવિંદ મિલના પે રોલ ઉપર હોય તેમ લાગે છે, કારણ કે છેલ્લા 40 વરસથી આ સમસ્યા છે,, અને તેનુ કોઇ ઉકેલ આવતુ નથી, તો અમારે શુ સમજવું,
જનતાને જાગૃત થવાની જરૂર છે જનતા રેડ કરી નેં બહારથી પુરાણ કરીને બહાર આવતાં કેમીકલ યુક્ત પાણી નેં બંધ કરો અવરોધિત નિકાલ કરવા ની જરૂર છે