શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે આજે ત્રણ આઇએએસ અધિકારીઓની બદલી કરી,,
જેમાં અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુ, કમિશ્નર આર કે મહેતા ને ગાંધીનગર માહિતી ખાતામાં
ડાયરેક્ટર તરીકે દેવાંગ દેસાઇના સ્થાને મુકવામાં આવ્યા છે,,જ્યારે તેમના સ્થાને શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇ
રમેશ મેરજાની નિમણુંક કરાઇ છે તેઓ પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવતા હતા,,તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગમાં અધિક નિયામક
તરીકે ફરજ બજાવતા ડીએમ સોલંકીને પાટણ જિલ્લાના વિકાસ અધિકારી તરીક નિયુક્તિ કરાઇ છે, ડીએમ સોલંકીને પુર્વ મુખ્ય પ્રધાન
વિજય રુપાણી દ્વારા ખાણ ખનિજ વિભાગમાં મુકવામાં આવ્યા હતા,,ખાણ ખનિજ વિભાગએ ક્રિમ પોસ્ટીંગ માનવામાં આવે છે
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
રમેશ મેરજા ભુપેન્દ્ર પટેલના છે વિશ્વાસુ
આમ તો બદલીઓ સરકારમાં રુટીન માનવામા આવે છે, ,પણ જે રીતે પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાના અમદાવાદમાં
ડેપ્યુટી મ્યુ, કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે તે ખુજબ સૂચક છે, કારણ કે હાલ એએમસીમાં સત્તા પક્ષના પદાધિકારીઓ માં મેયર, ડેપ્યુટી મેયર,
સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના મોટા ભાગના હોદ્દેદારો આનંદી બેન પટેલ અને ભુપેન્દ્ર પટેલ જુથ સિવાયના છે,,
પરિણામે તેમના ઉપર સુપર વિઝન થઇ શકે,,અને સીએમને એએમસીમાં ચાલતી ગતિવિધીઓની પળે પળની માહિતી મળી શકે
તે ઉદ્દેશ્યથી રમેશ મેરજાની નિમણુક કરાઇ હોવાનુ માનવામાં આવે છે,, માહિતી ખાતામાં જે રીતે આર એ મહેતાની બદલી કરાઇ છે,
તે પણ સુચક છે, કારણ કે આર એ મહેતા પણ સીએમના વિશ્વાસુ માનવામાં આવે છે,, સરકારની છબીનો આધાર માહિતી ખાતુ હોય છે