અમદાવાદ
રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા !
રાજ્યના 50 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેમ લેવાઇ શકે છે પગલા !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં સરકારી કર્મચારીઓથી લઇ વિવિધ સમાજના સંગઠનો તેમની પડતર માંગીઓને લઇને રાજ્ય સરકાર સામે આંદોલન તેજ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની શાંતિ જેને આભારી છે, તેવા શિષ્ત બધ્ધ ગણાતો પોલીસ કર્મચારીઓમાં પણ ગ્રેડ પેને લઇને અંસતોષ જોવા મળી રહ્યો છે,, આમ તો રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી દેવાઇ છે,,ત્યારે તેની સામે પણ પોલીસ અને તેમના પરિવારજનોમાં નારાજગી સોશિયલ મિડીયામાં વ્યક્ત કરી છે, ત્યારે હવે સરકાર આવા 50થી વધુ પોલીસ કર્મચારીઓ સામે આકરા પગલા લેવાનુ વિચારી રહી છે,
વર્ષ 1995માં ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીએ ભય ભુખ ભ્રષ્ટાચાર અને સલામત ગુજરાતની નેમ સાથે ગાંધીનગરમાં સત્તા સંભાળી, વર્ષ 2002 ગોધરા કાંડ અને વર્ષ 2015માં પાટીદાર અનામત આદોલનને બાદ કરતા ગુજરાતમાં એકતદરે શાંતિ જળવાઇ રહી છે, ગુજરાત કરફ્યુ મુક્ત બન્યુ છે, જેમાં ગુજરાતની પોલીસે ખડે પગે ઉભા રહી નિષ્ઠા,પ્રમાણિકા, મહેનત સાહસિકતાથી ફરજ બજાવી છે જેને પરિણામે ગુજરાતમાં શાંતિ સલામતી અને સમૃધ્ધી પ્રવર્તી રહી છે,, અને આ સમૃધ્ધીને જોઇને દેશ વિદેશના ઉદ્યોગકારો આકર્ષાયા અને ગુજરાતમાં મોટા પાયે વિકાસ થયો છે, ત્યારે ગુજરાત પોલીસની પણ અપેક્ષા છે કે તેમને પણ અન્ય રાજ્યોની પોલીસની જેમ સારા ગ્રેડ પે આપવામાં આવે,, જો કે પોલીસ ડીસીપ્લીન ફોર્સ હોવાથી તે આંદોલન કરી શકતી નથી, ત્યારે હવે સોશિયલ મિડીયામાં તેમન દ્વારા વિશેષ ગ્રેડ પે ને લઇને અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે,
આમ તો રાજ્ય સરકારે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે,,આ જાહેરાતમાં એક શરત મુકવામાં આવી છે, જેને લઇને પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમનુ સ્પષ્ટ પણે માનવું છે કે તેમના વચગાળાનો કોઇ આર્થિક લાભ નથી જોઇતો, તેમને પુરતો ગ્રેડ પે જોઇએ છે, રાજ્ય સરકાર એફિડેવીટના માધ્યમથી પોલીસ કર્મચારીઓના કાંડા કાપવા માંગે છે, રજા પગાર જેવા ભથ્થા બંધ કરવા માંગે છે જે પોલીસ કર્મચારીઓને મંજુર નથી, ત્યારે કેટલાક કર્મચારીઓ એવુ કહે છે કે આમાં સરકારની મેલી મુરાદ છે, જેની સામે ગુજરાતના પોલીસ કર્મચારીઓ ઝુકશે નહી, સોશિયલ મિડીયામાં કેટલાક પોસ્ટર વાયરલ થયા છે જેમાં અપિલ કરાઇ છે કે દરેક પોલીસ પરિવાર પોતાના સ્ટેટસમાં ગ્રેડ પેને લઇને વાત મુકે ,,
પોલીસ કર્મચારીઓના સોશિયલ મિડીયા ઉપર ચાલતા સરકાર વિરોધી અભિયાનમાં હવે રાજકીય પક્ષોની ભુમિકાને લઇને સરકાર દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે, પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના પોલીટીકલ કનેક્શનની પણ તપાસ શરુ કરાઇ છે, કોના ઇશારાથી કોના કહેવાથી સોશિયલ મિડીયામાં આ પ્રકારની પોસ્ટો મુકવામા આવી રહી છે, તેની સંપુર્ણ તપાસ થઇ રહી છે,અરવિંદ કેજરીવાલે પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે લઇને જાહેરાત કરી હતી તે દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓએ તેમના સ્ટેટસમાં કેજરીવાલને રાખતા મોટો વિવાદ થયો હતો, અને રાજ્ય સરકારને જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી હતી, ત્યારથી રાજ્ય સરકાર આવા કર્મચારીઓની તપાસ શરુ કરી દીધી હતીઆ તપાસ દરમિયાન રાજ્યની અંદર 50થી વધુ પોલીસ કર્મચારીઓના રાજકીય કનેક્શન હોવાનુ રાજ્ય સરકારની તપાસમાં બહાર આવ્યુ હોવાનુ સુત્રો કહી રહ્યા છે,ત્યારે આવા પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવાઇ છે, ત્યારે તેમની સામે હવે રાજ્ય સરકાર આકરા પગલા લઇ શકે છે,