શુ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને બચાવવા જતા પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ આંચકી લેવાયો
એક સમાચારપત્ર અહેવાલ મુજબ સીપી ભ્રષ્ટ અધિકારીને બચાવતા હોવાની ચર્ચા છે,
એસીબીનો ચાર્જ આઇબીના વડા ગેહલોતને આપી દેવાતા પોલીસ બેડામાં ચર્ચા
એક ગુજરાતી અખબારના અહેવાલની માનીએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એસીબીના ડાયરેક્ટર હતા
પણ અચાનક શુક્રવારે તેમની પાસેથી એસીબીનો ચાર્જ લઇ લેવામાં આવ્યો,, તેમના સ્થાને આઇબીના વડા અનુપમ સિહ ગેહલોટને
એસીબીનો વધારોનો હવાલો સોપી દેવાયો,,ત્યારે આને લઇને પોલીસ બેડામાં ચર્ચા છે,
એસીબીનો ચાર્જ સંજય શ્રીવાસ્તવ પાસે થી લઇ લેવો તેને મતલબ અનેક નિકળે છે, ત્યારે સુત્રો કહે છે કે પોલીસ કમિશ્રનર હેઠળ
આવતા ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દર્શન સિહ બારડ સામે સત્તાનો દુરુપયોગ કરીને પશ્ચિમ વિસ્તારની એક જમીન
ખાલી કરાવવાનો આક્ષેપ કરતી અરજી એસીબીમાં કરવામાં આવી હતી,, કઇ કોઇક કારણ સર તેમની વિરુધ્ધ અરજીમાં કોઇ કાર્યવાહી
થઇ ન હતી, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો તેમની અરજી દબાવી દેવામાં આવી હતી, ત્યારે અમદાવાદમાં આવા એક નહી પણ અનેક
પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓ અંગે સીએમઓમાં ફરીયાદ થઇ હતી,, અને તેમના વિરુધ્ધ સ્થાનિક સ્તરે ન તો તપાસ થઇ રહી છે
ન તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાઇ રહ્યા છે,પરિણામે નાગરિકોમાં પોલીસની છાપ થકી સરકારની છાપ ખરાબ થઇ રહી છે,
પરિણામે સીએમઓએ દર્શન સિહ બારડ જેવા અનેક પોલીસ કર્મીઓની ફરીયાદમાં તપાસ ક્યાં સુધી પહોચી અથવા તપાસ કેમ દબાવાઇ છે
તેની તપાસ કરી,,, પરિણામે સીએમઓમાં રિપોર્ટ પણ કરાયો ,, અને તેના પછી અચાનક એસીબીનો ચાર્જ સંજય શ્રીવાસ્તવ પાસેથી લઇ લેવામાં
આવ્યો,,
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
ત્યારે એસીબીનુ ચાર્જ અચાનક સંજય શ્રીવાસ્તવ પાસે થી લઇ લેવું એ તેમના સામે અનેક સવાલો ઉભા કરે છે, સાથે મન ગમતા અધિકારીઓને
કઇ રીતે છાવરવામાં આવે છે તેને લઇને પણ સ્પષ્ટતા થાય છે, ઉલ્લેખનિય છે કે આ ઘટના એવા સમયમાં થઇ છે,,જ્યારે દોઢ મહિના પછી
સિનિયોરીટીના દૃષ્ટિએ સંજય શ્રીવાસ્તવ ડીજીપી બનવા જઇ રહ્યા છે, ત્યારે તેમની પાસેથી અચાનક એસીબીની ચાર્જ લઇ લેવું એ કોઇ પણ સારા અધિકારી માટે સારુ ન કહેવાય તેમ હાલ પોલીસ અધિકારીઓમાં ચર્ચા છે,