અમદાવાદ
બ્લાસ્ટના આતંકીઓ જેલમાં કોના છે જમાઇ !
બ્લાસ્ટના આતંકીઓ જેલમાં કોના છે જમાઇ !
સજા પડી ગઇ હોવા છતાં તેમને પાકા કામના કેદીઓના બેરેકમાં કેમ નથી રખાતા !
પાકા કામના કેદીઓ હોવા છતાં તેમને બહારથી નોનવેજ જમવાનું કેમ અપાય છે
દેશના દુશ્મનો અને અમદાવાદમાં બ્લાસ્ટ કરનાર ગુનોગારો સાબરમતી જેલમાં જલસા કરી રહ્યાછે, તેમને જેલ મેન્યુઅલ વિરુધ્ધ
કાચા કામના કેદીઓની બેરેકમાં રાખવામા આવી રહ્યા છે તો બહારથી નોનવેજના ટિફીન પણ તેમને સરળતાથી અપાય છે, સાથે આ
આતંકવાદીઓનું વર્તન પણ જોખમી અને જોહુકમી ભર્યુ છે, તેઓ વાત વાતમાં અન્ય કેદીઓને ધમકાવતા હોવાનું પણ બહાર આવ્યુ છે
જેના માટે રાજ્યના ગૃહ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરાઇ છે,,
અમદાવાદમાં થયેલા બ્લાસ્ટમાં વિશેષ કોર્ટે 38 લોકોને ફાસીની સજા,,11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે,,
જયારે 28 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા, ત્યારે જે ગુનોગારોને સજા મળી છે તેઓ સાબરમતી જેલમાં
સજા કાપી રહ્યા છે, ત્યારે જેલ વ્યવસ્થા તંત્રના સુત્રો કહે છે કે સજા મળી ગઇ હોવા છતાં આ કેદીઓને કાચા કામના કેદીઓના
બેરેકમાં રાખવામા આવ્યા છે, જેલ મેન્યુઅલ મુજબ સજા પામેલ કેદીઓને પાકા કામના કેદીઓના બેરેકમાં રાખવાના હોય છે
તે સિવાય પાકા કામના કેદીઓ માટે જેલમાં બનાવેલુ ભોજન જમવાનુ ફરજિયાત હોય છે, બહારથી ભોજન મંગાવી શકાતું નથી
છતાં આ આતંકવાદીઓને જમાઇની જેમ બહારથી નોનવેજના ટીફીનો પહોચાડવામાં આવી રહ્યા છે,
સુત્રોની માનીએ તો આ આતંકવાદીઓને કોઇ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે ખાસ કાળજી લેવામાં આવે છે,,
જેલના કર્મચારીઓ સાથે પણ કેટલીક વખત તેઓ દુર્વ્યવહાર કરે છે,, અને ઘમકીઓ પણ આપે છે, અને કહે છે
જેઓએ અમને સજા આપી છે તેમનો હિસાબ કરીશું,,જેની પણ ગંભીર નોધ લેવાઇ છે, અને આ અંગે પણ રાજ્યના
ગૃહ વિભાગમાં ફરિયાદ કરાઇ છે, લાગતા વળગતા અધિકારીઓની સુરક્ષા વધારવા માટે પણ ગૃહ વિભાગમાં માંગ કરાઇ છે,,તેમ
સુત્રો કહી રહ્યા છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ