હાર્દીક પટેલના ભાજપમાં આવવાથી કોના થશે સપના ચકનાચૂર !
આખરે હાર્દીક પટેલ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે, જો કે હવે તમામની મીટ એના ઉપર મંડાઇ છે કે
હવે તે ક્યારે ભાજપમાં જોડાશે, અને તે ભાજપમાં જોડાશે તો કોના પેટમાં તેલ રેડાશે,, કોના સપના
ચકનાચૂર થશે, અને તે કઇ બેઠક ઉપર ચૂંટણી લડશે,, તેના ઉપર સૌની નજર છે
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
હાર્દીકે કોંગ્રેસને વિરોધ વાળી પાર્ટી ગણાવી
હાર્દીક પટેલ ત્રણ ભાષા અગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસને બાય બાય કરી દીધો,, પત્રમાં તેણે કોંગ્રેસને માત્ર વિરોધ કરનારી પાર્ટી ગણાવી છે,અને તેમાં નેતાઓ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યુ છે,, દેશ અને સમાજ હીતથી વિપરીતકાર્ય કરવાના કારણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે,,,છેલ્લા 3 વરસ દરમિયાન મે કોંગ્રેસમાં જોયુ છે, કોંગ્રેસ માત્ર વિરોધની રાજનિતી પુરતી સીમિત રહી ગઇ છે, જ્યારે બીજી તરફ દેશની જનતાને એવા વિકલ્પની જરુર છે.. જે દેશને આગળ જઇ જવા માટેની ક્ષમતારાખે છે, ભગવાન શ્રી રામનુ અયોધ્યામાં મંદિર હોય, સીએએ, એનઆરસીનો મુદ્દો, જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાની વાત હોય કે જીએસટી લાગુ કરવાની હોય, આવા મુદ્દાઓનો દેશ લાંબા સમયથી ઉકેલ ઇચ્છતો હતો, પણ કોંગ્રેસ માત્ર તેમાં અડચણ રુપ બની રહીદેશના મોટા ભાગના રાજ્યમાં કોંગ્રેસને લોકોએ નકારી કાઢી છે, કોંગ્રેસ કે કોંગ્રેસના નેતાઓ જનતા માટે રોડ મેપ રજુ કરી શક્યા નથી, કોંગ્રેસની નેતાગિરી જનતાના મુદ્દાઓને લઇને ગંભીર નથી, ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દુર રહે છે, તેઓને માત્ર દિલ્હીથી
આવેલા નેતાઓને ચિકન સેન્ડવિચ મળી કે નહી તેની ચિન્તા હોય છે,
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !
હાર્દીક કોના માટે બનશે રોડુ
પાટીદારોની લાગણી સાથે રમત રમીને આવેલા હાર્દીક પટેલે કોંગ્રેસ સાથે છુટા છેડા લઇ લીધા બાદ હવે ભાજપનો બીજ વર બનવાની તૈયારી કરી રહ્યો છે, સુત્રોની માનીએ તો ભાજપ પણ તેણે બીજ વર બનાવવા તૈયાર છે, ત્યારે જ્યોતિષ અને રાજકીય આકાઓની સુચના મુજબ આગામી સપ્તાહમાં ભાજપમાં જોડાશે, ત્યારે સુત્રોની માનીએ તો ભાજપ સાથે થયેલી સોદા બાજી મુજબ તે વિરમગામ વિધાનસભાની ચૂટણી લડીને આગામી સરકારમાં કેબીનેટ પ્રધાન બની શકે છે, જો કે ભાજપમાં હાર્દીક પટેલની તાજપોશી ભાજપના કેટલાક નેતાઓ માટે રોડુ બની શકે છે, હાર્દીક વિરમગામથી ચૂટણી લડશે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડો તેજશ્રી બેન પટેલને મોટો ઝાટકો લાગશે, 2017માં તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લાખા ભાઇ ભરવાડ સામે ચૂંટણી હારી ગયા હતા, ત્યારેઆ વખતે વિરમગામથી તેમની ટિકીટ નિશ્ચિત માનવામાં આવતી હતી, આ સિવાય અમદાવાદ જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ કમા ભાઇ રાઠોડ, અમદાવાદ જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને માંડલના પુર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના પુર્વ કન્વીનર જે જે પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી અને પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયાના પુત્ર નવદી સિહ ડોડીયા,પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પુર્વ પ્રમુખ અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા રુત્વિજ પટેલ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલિકામા સત્તાપક્ષના પુર્વ દંડક અને વેજલપુરના કોર્પોરેટર અને ઠાકોર સમાજનાસિનિયર આગેવાન રાજુ ભાઇ ઠાકોરના વિધાનસભા પહોચવાના અરમાનો ઉપર પાણી ફરી વળશે,
હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે
ભાજપના કાર્યકર્તાઓમા ભાજપ વિરોધી વલણ
ભાજપમાં ગણગણાટ શરુ થઇ ગઇ છે કે હાર્દીક પટેલ જેવા જાતિવાદી નેતા, ગુજરાતની શાંતિને ડહોળનાર, પાટીદાર યુવાઓને ગેરમાર્ગે દોરીને નિર્દોષ યુવાઓને શહીદ કરનાર હાર્દીક પટેલ માટે ભાજપ શા માટે રેડ કાર્પેટ પાથરી રહી છે,
શુ ભાજપને પોતાના પરિશ્રમી,તન મન ધનથી પાર્ટી માટે પરસેવો પાડનાર,દેવતુલ્ય કાર્યર્તાઓ ઉપર વિશ્વાસ નથી રહ્યો કે હાર્દીક પટેલને માથે બેસાડવા પડે છે, ભાજપની એવી શુ મજબુરી છે કે જે હાર્દીકે ભાજપના ટોચના નેતાઓને
જનરલ ડાયર કહ્યા હોય સાથે તત્કાલિન સીએમ આનંદી બેન પટેલ કે ગુજરાતના પાટીદારોનુ ગૌરવ હતું એક માત્ર મહિલા મુખ્ય મંત્રી જેને સત્તાથી દુર કરવામાં મોટી ભુમિકા ભજવી હોય,તેના માટે આટલો બધો પ્રેમ ભાજપના કયા નેતાને ઉભરાયો છે તેવી પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,ત્ચારે યાદ રાખવાની જરુર છે કે ભાજપના અસંતુષ્ઠો હાર્દીકને ભારે પડી શકે છે, જે પ્રકારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર,અને ધવલ ઝાલાની ભાજપમા તાજપોશી બાદ બાયડ અને રાધનપુરમાં
પેટા ચૂટણીમાં થયેલ કારમો પરાજય થયો હતો,,એ પ્રકારે હાર્દીકને પણ વિરમ ગામમાં હરાવવાની યોજના પણ તૈયાર થઇ હોવાની ચર્ચા પણ છે, ભુતકાળમાં શંકર સિહ વાધેલાને ગાંધીનગરથી સ્પેશિયલ ગોધરા લોકસભા ચૂટણી લડાવીને
હરાવવામાં આવ્યા હતા,
આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ
હવે નરેશ પટેલ સહિત કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે !
હાર્દીક પટેલ હવે કોંગ્રેસમાંથી છુટા છેડા લીધા છે,,ત્યારે ખોડલધામના પ્રણેતા પાટીદાર સમાજનુ ગૌરવ નરેશ પટેલ હાર્દીક પટેલના સમર્થક રહ્યા છે, ત્યારે તેઓ પણ હાર્દીક પટેલના માર્ગે કેસરિયાની વાટ પકડે તો નવાઇ નહી,, તેઓ પણ હાર્દીક પટેલની
જેમાં ગુજરાત વિધાનસભા અથવા લોકસભાનો માર્ગ પકડી શકે છે,તે સિવાય હાર્દીક પટેલ સાથેના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે, જેમા લલીત વસોયા, લલીત કગથરા,કિરીટ પટેલ, સહિના ધારાસભ્યો પણ જોડાય તેવી સંભાવના વર્તાઇ રહી છે,
યોગથી સુદરતા કઇ રીતે જાળવશો- યોગથી સુંદરતા જાળવતી ભારતિય અભિનેત્રીયો
https://youtu.be/I2_NjrEca5k