અમદાવાદ
અસારવામાં કોની કેક કપાશે !
અસારવામાં કોની કેક કપાશે !
ડો બાબા સાહેબ આમ્બેડકરની 131 જન્મ જંયતિએ અસારવા વિધાનસભા બેઠક કાર્યક્રમનુ આયોજન કરાયું,, જેમાં 131 કિલોની કેક કપાઇ,,
પણ આ એસ સી માટે અનામત બેઠક છે,આ બેઠક ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે,,અને એટલે જ અહી ગુજરાત ભાજપના
એસ સી નેતાઓની નજર આ બેઠક ઉપર છે, પરિણામે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ભાજપના એસસી નેતાઓ દ્વારા
શક્તિ પ્રદર્શન શરુ કરી દેવાયુ છે,, મહત્વની એ છે કે સ્થાનિક ધારાસભ્ય અને સરકારના સમાજીક અને ન્યાય બાબતોના પ્રધાનની ગેર હાજરી
આંખે ઉડીને વળગે તેવી હતી,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-
અસારવા ભાજપ માટે સેફ સીટ !
અસારવા બેઠક ઉપર અત્યારે ભાાજપના મોટા ભાગના એસ સી નેતાઓનો ડોળો છે,, કારણ કે આ સીટ 1990થી ભાજપ પાસે છે,,
અને વર્ષ 2012માં અસારવા બેઠક અનામત થઇ જતા રાજ્ય સરકારના અધિક મુખ્ય સચીવ પદેથી રાજીનામું આપી, આર એમ પટેલ
ઇલેક્શન લડ્યા અને જીત્યા, જો કે 2017માં તેમને બીજેપીએ ટીકીટ આપી નહતી, તેમના સ્થાને ભાજપે પ્રદીપ પરમારને ટીકીટ આપી હતી
અને તેઓ જીત્યા,, અત્યારે તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમાં સમાજીક ન્યાય બાબતોના મંત્રી છે,,ત્યારે આ સીટ ઉપરથી હવે
અનેક ભાજપના એસસી સિનિયર નેતાઓ દાવો ઠોકી રહ્યા છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
અસારવા બેઠક પર અનેક દાવેદારો !
સુત્રોની માનીએ તો 14મી એપ્રિલે અસારવા વિસ્તારમાં ડો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઇને વિવિધ કાર્યક્રમો યોજાયા,
એક કાર્યક્રમ કેક કટીંગનુ પણ હતું એટલે ઉજવણી બાબા સાહેબના નામે હતી પણ મિશન 2022 અસારવાનું હતું
આ કાર્યક્રમમાં સાસંદ ડો કિરીટ સોલંકી, નરેશ ચાવડા, નરેશ વ્યાસ, ભાજપ એસસી મોર્ચાના શહેર પ્રમુખ ભદ્રેશ મકવાણા, મહામત્રી વિજય
સોલંકીની હાજરી હતી, જો કે રાજ્યના સમાજિક બાબતોના પ્રધાન નિવાસ સ્થાનેથી 500 મિટરના અંતરે આ કાર્યક્રમ હોવા છતાં
તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા, તેમને પણ આમંત્રણ અપાયુ હતું, ત્યારે જે નેતાઓ ઉપસ્થિત હતા તે પૈકી કેટલાક અસારવા બેઠકના
દાવેદારો મનાય છે, તે સિવાય આબેઠક ઉપર પ્રદેશ ભાજપના એસસી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજા,પુર્વ ધારાસભ્ય આર એમ પટેલ
કિશોર મકવાણા,દર્શના બેન વાધેલા,જયશ્રી બેન ચૌહાણ,અશ્વિનબેંકર,પુર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, જગદીશ પરમાર, જીતુભાઇ વાધેલા,
અને હિતેશ રજનીકાંત પટેલ પણ દાવેદાર માનવામાં આવે છે
પ્રદીપ પરમાર કેમ ગેરહાજર રહ્યા !
બાબા સાહેબના નામે આ કાર્યક્રમ જે રીતે યોજાયું હતું,તેનાથી કાર્યક્મ કરતા એસ સી નેતાઓનું શક્તિ પ્રદર્શન વધુ લગાતુ હતુ, અસારવામાં ઠેર ઠેર
હોર્ડીંગ્સ,પોસ્ટર્સ અને બેનર્સ લગાવાયા હતા, જેમાં પ્રદીપ પરમારના ફોટા નહતા, પ્રદીપ પરમારે પણ જાણે કોઇ કસર બાકી રાખી ન હતી, અને અલગ શુભેચ્છાના
હોર્ડીગ્સ મુક્યા હતા,સુત્રોની માનીએ તો જે રીતે અહી એસ સી નેતાઓનો જમાવડો થયો હતો,, સાથે પ્રદીપ પરમારે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નહતા,
પણ આ કાર્યક્રમમાં ગેર હાજરી ચર્ચાનો વિષય બની છે,
હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે
ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયાનુ અસારવા પર ડોળો !
સુત્રોની વાત માનીએ તો ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અસારવા વિધાનસભામાં પેજ સમિતીના પ્રમુખ બન્યા છે, તેઓનુ નિવાસસ્થાન શાહીબાગમાં હોવાના નાતે
તેઓ પેજ પ્રમુખની જવાબદારી અસારવામાં લીધી છે, પણ સ્થાનિક કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઇ ગયો છે કે હિતુ કનોડિયા ધારાસભ્ય ઇડરના છે, તો તેમને
ઇડરમાં જઇને પેજ પ્રમુખ થવુ જોઇએ,, તેઓ અસારવામાં કેમ પેજ પ્રમુખ બન્યા છે, તેમનો ઇરાદો કઇક અલગ દેખાય છે, તેમના ઇડરના બદલે અસારવામાં
રસાસ્વાદ લેવા કેમ આતુર છે,