કૉંગ્રેસના આ ધારાસભ્યએ કોને આપી ધમકી- ક્યાં થઇ અરજી
એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ
જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમ અને પીએ રામશી ગોવા મારુના કારણે એક પરિવારને હિજરત કરવાની ફરજ પડી હોવાની અરજી દેવભુમિ દ્વારકાના કલેક્ટરને કરાઇ છે,,
ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યુ છે આ પરિવાર બે ગામોમાં વચ્ચેનો રસ્તો દબાવીને બેઠો હતો,તેને નિયમ હેઠળ ખાલી કરાવાયો છે,આમા જનહિતની વાત કરાઇ છે,,ક્યાંય કોઇને હેરાન કરવાની વાત નથી,પણ
ભાજપના નેતા બાબુ ભાઇ બોખિરીયાએ આ પરિવારની મુલાકાત લેતા જામનગર સહિતના વિસ્તારોમા રાજકારણ ગરમાયું છે..
દેવભુમિ દ્વરકા જિલ્લાના રેટાં કાલાવડ ગામના રામભાઇ અરજણભાઇ કારાવદરાએ દેવ ભુમિ દ્વારકાના કલેક્ટરને અરજી કરી છે કે અમારા પરિવાર ઉપર કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના પીએ રામશી ગોવા મારુ રાજકીય ષડયંત્ર કરી રહ્યા છે
જેથી અમારા પરિવારને હિજરત કરવાની ફરજ પડી છે,જેથી અમને અન્ય જિલ્લામાં સલામત જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવા વિનંતી,
ચમનપુરાના સ્લમ ક્વાટર્સના રહીશોએ કેમ રિડેવલમેન્ટમાં ન જોડાયા-ચેકો ન સ્વિકાર્યા
રામ ભાઇ કારાવાદરાએ વધુમાં જણાવ્યુ છે કે મારી ખાનગી માલિકીની જગ્યા છે, જે પાણીની કાંસ છે, જે એક વિઘાની આસપાસ થાય છે,તંત્ર કોગ્રેસના ધારાસભ્યના ઇશારે કામ કરી રહ્યો છે, અગાઉ જે દબાણો હટાવાયા હતા
જે સ્થિતિ અમે જાળવી રાખી હતી, આ અંગે હાઇકોર્ટમાં કેસ ચાલુ છે,, છતાં અમને હેરાન કરવામા આવી રહ્યા છે, વારં વાર અમને નોટિસ આપીને પેરશાન કરાય છે, અમને જવાબ લખવાનો પણ સમય નહી આપવામા આવ્યો નથી
વિક્રમ માડમના પીએમ અમારા ગામમાં રહે છે,,તેઓ અમને હેરાન કરે છે, હુ કરપ્શનની સામે લડી રહ્યો છું, અહી બાગાયાતનુ મોટુ કૌભાંડ થયુ છે, હુ આર ટી આઇ એક્ટીવિસ્ટ છું આ તમામ કૌભાંડો બહાર લાવવા માંગુ છુ,જેથી મને
દબાવવા માટે આ હેરાન કરાય છે, આપરિવારની મુલાકાત લેવા ભાજપ સરકારના પુર્વ પ્રધાન બાબુ ભાઇ બોખિરીયા પણ પહોચ્યા હતા, અને તેમણે
પરિવારને ન્યાય અપવવાની હૈયા ધારણા આપી હતી,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યુ છે કે રેંટા કાલવાડા ગામથી ફોટ અને લાલ પરડા ગામ વચ્ચેના રસ્તા પર આ પરિવારે વર્ષોથી દબાણ કર્યુ હતું, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી,લોકોને ફરીને જવુ પડતુ હતું
ગ્રામ જનોના રજુઆત બાદ અને સ્થાનિક ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને પ્રવિણ મુછડીયા સહિત 2000 હજાર લોકોએ રસ્તો ખુલ્લો કરાવવા માટે આદોલન કર્યુ હતુુ ત્યારે નાયબ જિલ્લા પોલીસ અધિકારીએ ચૌધરીની ઉપસ્થિતિમાં થોડો રસ્તો ખુલ્લો
કરાયો હતો, જો કે થોડાક સમય બાદજ આ પરિવારજનોએ રસ્તા પર ફરી દબાણ કરી દીધુ હતું, આ બાબતે ગાંધીનગર મહેશુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને રજુઆત કરાઇ હતી, કે ત્રણ ગામોને જોડતો મહત્વનો રસ્તો છે, ત્રણેય ગામના પ્રજાજનો
રસ્તા ઉપર દબાણ હોવાના લીધે હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે પ્રજાના વ્યાપક હિતમાં રસ્તો ખુલ્લો કરવામા આવે,, અમારી રજુઆત સાભળ્યા બાદ તેમણ દેવભુમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને સુચના આપી હતી કે પ્રજાના હિતમાં રસ્તો ખુલ્લો કરવામાં આવે,,જેનો અમલ બે દિવસ પહેલા પ્રાન્ત અધિકારીએ કરતા આ પરિવારે પાયા વિહોણા મારી વિરુધ્ધ અરજી કરી છે,,જેમાં કોઇ તથ્ય નથી,