અમદાવાદ
એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી !
વિધાનસભા ચૂંટણી માટે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશુ એલિસબ્રિજ વિધાનસભાનું,
એલિસ બ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનું ગઢ રહી છેમહત્વપુર્ણ છે કે મુંબઇથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની 1962માં ચૂંટણી યોજાઇ,, જેમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર ઇન્દુમતી ચિમનલાલ અહીથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, તે સિવાય બાબુભાઇ વાસણવાલા આ સીટ ઉપરથી સતત ચાર ટર્મ ચૂંટાયા છે તેમનો રેકોર્ડ આજ સુધી કોઇ તોડી શક્યુ નથી,,
એલિસબ્રિજની રોચક કથા
1992થી લઇને 1990થી આ સીટ ઉપરથી કોંગ્રેસ, જનતાદળ, અપક્ષ, અહીથી ઇલેક્શન લડી ચુક્યા છે,,સાથે બાબુભાઇ વાસણવાળા અલગ અલગ પક્ષોમાં રહીને અહીથી સતત ચાર ટર્મ જીત્યા છે,,
વર્ષ 1995માં તત્કાલિન કોર્પોરેટર હરેન પંડ્યાને એલિસ બ્રિજ સીટ ઉપરથી ભાજપે ટીકીટ આપી,, તેઓએ કોગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા હતા,, ત્યારથી આ બેઠક માટે અજેય ગઢ બની રહી છે,
અહીથી હરેન પંડ્યા 1995 અને 1998 એમ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા,, વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં હરેન પડ્યાને ટીકીટ ન મળી.
તેમને ટિકટ ન મળવા પાછળનુ કારણ રાજકીય હતું, સુત્રોની વાત માનીએ તો નરેન્દ્રમોદી જ્યારે ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી હતા ત્યારે વર્ષ 2001માં ગુજરાતમાં આવેલ ભુંકપ અને ત્યાર બાદ યોજાયેલ સ્થાનિક
સ્વરાજની ચૂંટણીઓ જેમાં અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં કોગ્રેસ સત્તા ઉપર આવી, સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુ ભાઇ જમનાદાસ પટેલ કોગ્રેસના ઉમેદવાર નરહરી અમિનની સામે ચૂંટણી હારી ગયા,જેને પરિણામે ગુજરાત ભાજપમાં મોટા પાયે અસંતોષ જોવા મળ્યો,, કેન્દ્રિય નેતાગિરી અટલ બિહારી બાજપેઈ અને એલ કે આડવાણીને ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને બદલવાની રજુઆત કરાઇ,,
આખરે કેન્દ્રિય નેતૃત્વે કેશુભાઇના સ્થાને નરેન્દ્રમોદીને ગુજરાતનુ સુકાન સોંપવાનુ નિર્ણય કર્યો, મોદી 7ઓક્ટોબર 2001ના રોજ સીએમ બન્યા, તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય ન હોવાના કારણે તેમને છ મહિનાની અંદર
ગૃહમાં ચૂંટાઇ આવવુ જરુરી હતું. તેવા સંજોગોમાં ભાજપે સેફ મનાતી સીટો ઉપર સર્વે કર્યો, જેમાં એલિસ બ્રિજ સીટ બીજેપી માટે એકદમ સલામત હતી, એટલા માટે હરેન પંડ્યાને બેઠક ખાલી કરવા માટે
સૂંચના અપાઇ, જોકે તેઓ માનવા તૈયાર ન હતા, આખરે મોદી માટે રાજકોટ -2 ઉપરથી વજુવાળાની સીટ ખાલી કરાવી પડી અને ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા,સુત્રોની વાતની સાચી માનીએ તો હરેન પંડ્યાએ એલિસ બ્રિજ બેઠક ખાલી ન કરવાનો રંજ નરેન્દ્ર મોદીને હતો, જેથી તેઓએ વર્ષ 2002માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાની ટીકીટ કાપી નાખી હતી,
મહત્વની વાત એ હતી કે હરેન પંડ્યાની ટિકીટ કાપીને તેમના જ એક સમયના સાથી એવા કોર્પોરેટર ભાવીન શેઠને ટિકીટ અપાઇ હતી, ,,તે પછી તેઓ પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પુર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા, ભરત પંડ્યા,ધીરુભાઇ ગજેરા, બેચર ભાદાણી,માયાબેન કોડનાની,રાજેન્દ્ર સિહ રાણા કાશિરામ રાણા, ફકિર ચૌહાણ, એ .કે પટેલ,બાવકુ ઉઘાડ, સુનિલ ઓઝા સહિતના નરેન્દ્રમોદી વિરુધ્ધના જુથમાં સામેલ થઇ ગયા, સાથે તેઓ મોદી હટાવ અભિયાનમાં ચલાવવામાં સામેલ હોવાનો તેમના ઉપર આરોપ લાગ્યો હતો, પરિણામે 2007માં ભાવિન શેઠની ટિકીટ કાપી નાખવામાં આવી હતી,,તેમના બદેલ તેમના પાલડી વોર્ડના કોર્પોરેટર રાકેશ શાહને ટિકીટ અપાઇ.
વર્ષ 2007,2012 અને 2017માં સતત રાકેશ શાહને એલિસ બ્રિજના મતદારોએ સ્નેહ આપી જીતાડ્યા,, આમ તો તેમની ઉમર અત્યારે 60 વરસની છે, જેથી સુત્રો કહે છે કે ભાજપે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હોવાનુ માનવામાં
આવે છે કે 65 વરસ અને 4 ટર્મ ધરાવતા ધારાસભ્યને ટિકીટ ન આપવી,, તે પૈકી તેઓને હજુ એક તક આપવી કે તે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે,,
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
એલિસબ્રિજ વિધાનસભાનો ઇતિહાસ
એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર 1962માં ઇન્દુબેન ચિમનલાલ, કોગ્રેસમાંથી ચૂંટાયા,
વર્ષ 1967માં આર કે પટેલ અપક્ષ તરીકે ચૂંટાયા
1972માં હરિપ્રસાદ વ્યાસ કોગ્રેસમાંથી ચૂંટાયા
1975માં બાબુભાઇ વાસણવાળા નેશનલ કોગ્રેસ (o)માંથી જીત્યા
1980માં બાબુભાઇ વાસણવાળા જેએનપી(જેપી)માંથી ચૂંટણી લડ્યા અને તેઓએ ડો.પન્નાલાલ શાહને હરાવ્યા
વર્ષ 1985માંથી બાબુ ભાઇ વાસણવાળાએ જેએનપીમાંથી લડ્યા અને તેઓએ જીએલએસ સંચાલક અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સુધીર નાણાંવટીને હરાવ્યા
1990માં બાબુભાઇ વાસણવાળાએ ચીમનભાઇ પટેલના જનતા દળ ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા અને તેઓએ ગુજરાત યુનિં,ના પુર્વ કુલપતિ કેએસ શાસ્ત્રીને હરાવ્યા
વર્ષ 1993માં બાબુ ભાઇ વાસાણવાળાનુ અવશાન થતા પેટા ચૂંટણી આવી હતી જેમાં ભાજપે કાઉન્સિલર એવા હરેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા,,
ત્યારે સામે તત્કાલિન મુખ્યપ્રધાન ચિમન ભાઇ પટેલે રિલાયંસ સાથે ઘરોબો ધરાવતા પોતાના અંગત વિશ્વાસુ લાલચંદ શાહને મેદાનમા ઉતાર્યા હતા, જો કે ભાજપ પ્રથમ વખત આ સીટથી વિજય પ્રાપ્ત કર્યો,
સુત્રોની વાત માનીએ તો તત્કાલિન સમયે બીજેપીના પુર્વ પ્રદેશ અધ્યક્ષ શંકર સિહ વાધેલાની ઇચ્છા તેમના વિશ્વાસું પુર્વ મેયર ડો મુકુલ શાહને એલિસ બ્રિજ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડાવવા માંગતા હતા
ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્રમોદી હરેન પંડ્યાને ટિકીટ અપાવવામાં સફળતા મેળવી હતી
વર્ષ 1995માં હરેન પડંયાએ ભાજપમાંથી ઇલેક્શન લડ્યા અને કોગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના હરેન પંડ્યાએ કોગ્રેસના હરિન રાવલને હરાવ્યા,
વર્ષ 2002માં ભાજપના ભાવિન શેઠે કોગ્રેસના પ્રદીપ રુવાલાને હરાવ્યા,,
2007માં ભાજપે રાકેશ શાહને ટિકીટ આપી તેઓએ કોગ્રેસના ગણેશ હાઉસિંગ ગ્રુપના કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાને હરાવ્યા
વર્ષ 2012માં ભાજપના રાકેશ શાહે કોગ્રેસના કમલેશ શાહને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના રાકેશ શાહે કોગ્રેસના વિજય દવે હરાવ્યા હતા,,
એલિસબ્રિજમાં કેટલા નામોની ચર્ચા
તે સિવાય વાત કરીએ તો એલિસ બ્રિજ માટે અનેક મુરતિયાઓ મૈદાનમાં છે, કારણ કે આ સીટ ભાજપ માટે સુરક્ષિત છે,, અને અહીથી
ભાજપ કોઇને પણ ટિકીટ આપે તેની જીત નિશ્ચિત છે, અને એટલે જ અહીથી સંખ્યાબધ્ધ નેતાઓને મૈદાન ઉતરવા માટે આતુર હોય છે
અમિત શાહ, પુર્વ મેયર અને શહેર ભાજપ પ્રમુખ
જાગૃતિ બેન પંડ્યા,, ચેરમેન બાળ આયોગ
સુજય મહેતા, ચેરમેન સ્કૂલ બોર્ડ
જૈનિક વકિલ, ચેરમેન ટેક્સ કમિટી
રાજીકા કચેરિયા, પુર્વ સભ્ય, પંચાયત પસંદગી મંડળ
પથિક શૈલેષ પટવારી,, પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ
ડો, ભુપેશ શાહ,, સમાજ સેવક,,
યમલ વ્યાસ, પ્રવક્તા,, પ્રદેશ ભાજપ
બિજલ બેન પટેલ,પુર્વ મેયર,
ધર્મેન્દ્ર શાહ, પુર્વ ચેરમેન ઔડા, પ્રભારી એએમસી પ્રભારી
પ્રિતેશ મહેતા, પુર્વ કોર્પોરેટર
મહત્વની વાત એ છે કે ઉપરોક્ત નામોની ચર્ચા હાલ એલિસબ્રિજથી માંડી પ્રદેશ કાર્યાલયમાં થઇ રહી છે, છતાં ટિકીટ કોને આપવી તે અંગેનો નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કરશે,
રાકેશ પંજાબી
April 3, 2022 at 12:45 pm
આ સીટ માટે અમીતભાઈ અને જૈનિક વકીલ બંન્ને માં થી જ એક ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તે સરાહનીય છે યુવા ધનને આકર્ષતી પેઠી નેં કામગીરી જોવા માંગો તો જૈવિક વકીલ સાહેબ ની કામગીરી સારી છે એટલે એની ઉપર વધારાની ધારાસભ્ય લેવલ ની કામગીરી આપવામાં આવે તો સારું રહેશે કોઈ પણ સંજોગોમાં વેપારી આલમમાં થી આવેલા રાજકારણી થી દુર રહેવું જોઈએ સમાજ સેવા આપવા માં વેપારી આલમ નાં જ ચાલે બાકી રાકેશ ભાઇ એ એમનાં વડીલોની સેવા નો લાભ લઇ આગળ સેવા ચાલુ રાખી નેં સેવા કરવી જોઇએ