ભાજપ વિરુધ કોણ કરશે મતદાન- કોણે આપી ચિમકી
મધ્યાહન ભોજન યોજના સાથે સંકડાયલા રાજ્યના 96 હજાર કર્મચારીઓ હવે આકરા પાણીએ થયા છે, તેઓએ ચિમકી આપી છે કે જો રાજ્ય સરકાર
તેમની માંગ નહી સ્વિકારે તો એક સાથે તમામ કર્માચારીઓ રાજીનામા આપીને શાષકપક્ષ વિરુધ્ધ મતદાન કરશે, તેમની માંગ છે કે તેમને
લધુત્તમ વેતન આપવામાં આવે,,
ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર ભાઇ જોષીએ જણાવ્યુ છે કે હાલ ગુજરાતમા 96 હજાર કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજના સાથે
સંકડાયેલા છે,જેમાં સરકારના નિયમ પ્રમાણે સંચાલકને માનદ વેતન તરીકે માસિક 1600 રુપિયા મહત્તમ આપવામાં આવે છે,,જ્યારે રસોઇયાને માત્ર 500 અને મદદનિશને માત્ર 300 રુપિયા આપીને
ક્રુર મજાક કરવામાં આવે,, મોંધવારી સાતમા આસમાને પહોચી છે, પેટ્રોલ ડીઝલ સહિત તમામ ખાદ્ય પદાર્થના ભાવ વધ્યા છે, જેનાથી જીવન જીવવુ દોહ્યલુ બન્યુ છે, આવી કપરી પરિસ્થિતીમાં
મધ્યાહન ભોજનના કર્મચારીઓ માટે કામ કરવુ મુશ્કેલ છે, તેવામાં સરકાર રોજના સંચાલકોને માત્ર 53 રુપિયા, રસોઇયાઓને રોજના 16 રુપિાય અને મદદનીશને રોજના 10 રુપિયા આપીને
સમગ્ર દેશમાં રોલ મોડેલ બનેલા અને આર્થિક રીતે સમ્પન્ન ગુજરાત મોડેલની ગુજરાત સરકાર મજાક ઉડાવી રહીછે
કિશોભાઇજોશીએ વધુમાં જણાવ્યુ છે કે ભારત સરકાર રુ એક હજાર રુપિયા મોકલે છે, તેમાંથી પણ ગુજરાત સરકાર ઓછુ આપે છે,
પોંડીચેરી સરકાર હાલ સંચાલકોને રુ 21 હજાર આપે છે, જ્યારે કેરાલા સરકાર 9 હજાર રુપિયા આપે છે,,યુપીમાં 7500 તો હિમાચલ પ્રદેશમાં 3500 રુપિયા આપી શકે છે તો
ગુજરાત સરકાર અમને કેમ ન આપી શકે,,
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !
હાલ એક વિદ્યાર્થી માટે 50 ગ્રામ ઘઉ, 50 ગ્રામ ચોખા, 20 ગ્રામ કઠોળ, 10 ગ્રામ તેલ, પ્રતિદીન માટે આપે છે,
હવે એક મેનુના બે ભાગ કરી દેવાયુ ,, બે વખત રસોઇ કરવાનુ હોય છે, જ્યારે સામે સમાગ્રીમાં કોઇ વધારો કરાયો નથી,
2013માં સુખડી બનાવવા માટે 20 ગ્રામ લોટ, 10 ગ્રામ તેલ અપાતું જેની કિમત વિદ્યાર્થી દીઠ 74 પૈસા હતી,
અત્યારે નવા પરિપત્ર
50 ગ્રામ લોટ તો કરાયો ,, પણ તેલ 10 ગ્રામના બદલે 5 ગ્રામ કરી દેવાયો,, એટલે ખર્ચાની દૃષ્ટિએ 74 પૈસાજ થાય છે,
રાજ્ય સરકારે 2 વરસમાં 3 વખત મેન્યુ બદલ્યુ છે, છતાં તેનુ અમલ કરી શકાતુ નથી,
જ્યારે રાજ્યમાં 52 લાખ વિદ્યાર્થિઓ મધ્યાહન ભોજન જમે છે,
કિશોર ભાઇ જોશીએ વિરોધ કરતા જણાવ્યુ છેકે હાલ સરકાર સ્વેચ્છિક સંસ્થાઓ જેમ કે બેંગાલુરુની અક્ષય પાત્ર, મુબઇની સ્રી શક્તિ સંસ્થા અને ગુજરાતની નાયક ફાઉન્ડેશનને શહેરોમાં મધ્યાહન ભોજનની યોજનાની જવાબદારી
સોપી છે, તેમાં પણ માટો પાયે કૌભાંડ થઇ રહ્યો છે,આવી મહાકાય સંસ્થાઓ એક જગ્યાએ રસોઇ બનાવીને સ્કુલે સ્કુલે પહોચાડતા હોય છે, જેમાં ગરમના બદલે બાળકોને ઠંડુ જમાવાનુ મળે છે,,જે સુપ્રિમ કોર્ટના ગાઇડલાઇનનુ ઉલ્લધન છે
જો સરકાર અમારી વાત નહી માને તો આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા મધ્યાહન ભોજનના કર્માચારીઓ ચૂંટણીની કામગીરીથી અળગા રહીશુ, એટલુ જ નહી સત્તાધારી ભાજપ વિરુધ્ધ મતદાન કરીશું,, અને જરરુ પડ્યે
એક સમાટે રાજીનામુ પણ આપી દઇશુ,,