અમદાવાદ
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયુ ફાઇનલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે વાત કરીએ દહેગામ વિધાનસભા બેઠકની,, આ બેઠક પર કોઇ ચોક્કસ સમાજ અને ચોક્કસ પક્ષનો દબદબો રહ્યો નથી,
અત્યાર સુધી પટેલ,વણિક, બ્રાહ્મણ અને ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અહીના વિધાનસભાથી પ્રતિનિધીત્વ કરી ચૂક્યા છે,
દહેગામ વિધાનસભા બેઠકનો ઇતિહાસની વાત કરી એ તો
ગુજરાતની સ્થાપના 1960માં થઇ,, તેના બે વર્ષ બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી,
વર્ષ 1962માં કોંગ્રેસના વિઠ્ઠલ ભાઇ અમિન ધારાસભ્ય તરીકે ચૂટાયા
વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના એમ સી શાહ વિજય બન્યા
વર્ષ 1972માં ગુજરાતના પુર્વ મુખ્ય મંત્રી ધનશ્યામ ઓઝા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા
વર્ષ 1975માં ભારતિય જનસંધના ગાભાજી ઠાકોરે કોંગ્રેસને હરાવી દહેગામમાં જનસંધનો પાયો નાખ્યો
વર્ષ 1980માં ખુમાનસિ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા
વર્ષ 1985માં ભાજપના ઉમેદવાર કરીકે ગાભાજી ઠાકોર ચૂંટાયા હતા,
વર્ષ 1990 અને 1995માં ભાજપના ઉમેદવાર તરીકે વિઠ્ઠલ ભાઇ શાહ ચૂંટણી જીત્યા
વર્ષ 1998માં ગાભાજી ઠાકોર ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા અને કેશુભાઇ પટેલની સરકારમા મંત્રી બન્યા
વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ચોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હાર્યા, કોંગ્રેસના જગદીશ ઠાકોર ચૂંટણી જીત્યા
વર્ષ 2007માં જગદીશ ઠાકોર કોંગ્રેસના ઉમેદતરીકે ફરી જીત્યા
વર્ષ 2009માં કોંગ્રેસના જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા,, તેેમને દહેગામના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ
વર્ષ 2009માં દહેગામ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ જેમાં ભાજપના કલ્યાણ સિહ ચૌહાણ ચૂંટણી જીત્યા, કોંગ્રેસમાં આતરિક વખવાદને કારણે ભાજપની જીત થઇ
વર્ષ 2012માં કોંગ્રેસના કામિનીબા રાઠોડે ભાજપના કલ્યાણ સિહ ચૌહાણને હરાવ્યા
વર્ષ 2017માં પુર્વ ધારાસભ્ય કલ્યાણ સિહ ચૌહાણના પુત્ર બલરામ ચૌહાણે કોંગ્રેસના કામિનીબા રાઠોડને હરાવ્યા હતા,
દહેગામના ભાજપ સંભવિત ઉમેદવાર
બલરામ ચૌહાણ- ધારાસભ્ય
રોહિત ઠાકોર- 2012ના હારેલા ઉમેદવાર,ઠાકોર સમાજના ભામાસા
અલ્પેશ ઠાકોર,-પુર્વ ધારાસભ્ય
કાનાજી ઠાકોર,- પુર્વ મેયર અમદાવાદ, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય
કિરીટ સિહ બિહોલા-
ધર્મેન્દ્ર સિહ વાધેલા
ગીતા બા સોલંકી
સુમેરુ અમીન
ભરત સિહ ઝાલા
કોંગ્રેસના ઉમેદવાર
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
દહેગામમાં બેઠક ઉપરથી
કામિની બા રાઠોડ, પુર્વ ધારાસભ્ય
જગદીશ ઠાકોર, પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ
વી વી રબારી, નિવૃત આઇપીએસ
ત્યારે સુત્રોની માનીએ તો આ બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ફાઇનલ માનવામા આવે છે, તેઓ આ બેઠક ઉપરથી બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે, તેઓ અનુભવી છે, ભાજપ પાસેથી બેઠક કઇ રીતે
આચકી શકાય તેવી રણનિતિ માટે જાણીતા છે,2002માં જ્યારે સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર ચરમસીમાએ હોવા છતાં દહેગામ બેઠક તેઓ ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળ થયા છે, ત્યારે કોગ્રેસની સીટો વધુ આવે તો
તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર પણ બની શકે છે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ 1962, 1972,2002,2007, અને 2012 એમ પાચ વખત ચૂટણી જીત્યુ છએ, જ્યારે ભાજપનો પુર્વ અવતાર જનસંધ 19975, ભાજપ 1985.1990,1995,1998,2009,2017 એમ સાત વખત ચૂટણી જીત્યુ છે
જ્યારે સ્વતંત્ર પક્ષ, 1967માં એક વખત ચૂંટણી જીત્યું છે આ બેઠક પર સૌથી વધુ વખત ઠાકોર સમાજના પ્રતિનિધીઓ ચૂંટણી જીત્યા છે,