ગુજરાત બીજેપી ના સંભવિત ઉમેદવારો ને લઇ કોણ કરશે રિપોર્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સમીકરણો બદલાયા હોય તેવુ જોવા મળી રહ્યુ છે,આમ તો ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે ચંદ્રકાંત પાટીલ મજુબત છે, જો કે ગુજરાતમાં પાટીદારો હમેશા ભાજપ માટે સત્તાની સીડી રહ્યા છે,ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલના મજબુત વિકલ્પ તરીકે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત,અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારઅર્થે આવનાર પરપ્રાંતિયોના સમગ્ર મેનેજમેન્ટની જવાબદારી પ્રદેશ મહામંત્રી રજનીપટેલને સોપાઇ છે જેના કારણે પાર્ટીના આતંરિક સુત્રોમાં ચર્ચા શરુ થઇ ગઇ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળશે તો ચંદ્રકાંત પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે અને તેમના સ્થાને પ્રદેશ પ્રમુખ તરીકે રજની પટેલને જવાબદારી મળી શકે છે,
ગુજરાત માં બીજેપી છેલ્લા 27 વર્ષ થી સત્તા સ્થાને છે ત્યારે ગુજરાત માં બીજેપી પોતાનો ગઢ જાળવી રાખવા માટે તેની તમામ તાકાત લગાવી રહ્યું છે જેના ભાગ રૂપે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ઉત્તર પ્રદેશ .મધ્યપ્રદેશ ,રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહીત રાજ્યો ના બીજેપી ના કાર્યકરો અને નેતાઓ ની ફોજ ગુજરાત માં ઉતારવામાં આવશે જેથી આગામી ચૂંટણી માં ગુજરાત માં બીજેપી તેનો ગઢ જાળવી રાખવા માં સફળ થાય એ માટે ગુજરાત બીજેપી ના નેતાઓ ને આ તમામ કાર્યકરો અને નેતાઓ માટે વ્યવસ્થા કરવા માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. પણ આ તમામ
ગુજરાત બીજેપી ના ઉમેદવારો નો ખાનગી રિપોર્ટ કોણ તૈયાર કરશે
ગુજરાત માં બીજેપી તેની સત્તા જાળવી નિત નવા હથકંડા અપનાવતી રહી છે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની સરકાર ને પાંચ પૂર્ણ થતા ની સાથે જ તેમને ઘર ભેગા કરી દઈ તેમના સ્થાને ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ની તાજપોશી કરી દેવાઈ એટલુંજ તેમની સરકાર માં રાજેન્દ્ર ત્રિવેદી અને કિરીટસિંહ રાણા ને બાદ તમામ નવા ચહેરાઓ ને સરકાર માં સ્થાન મળ્યું આ રીતે કેન્દ્રીય નેતૃત્વ એ ગુજરાત માં પ્રજામાંથી એન્ટી ઈન્કમ્બન્સી ઓછી ઘટાડવા નો પ્રયાસ કર્યો છે
આ વખતે ગુજરાત માં બીજેપી માટે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી નો ડર વધુ સતાવતો હોવાનો જોવા મળી રહ્યો છે જે તમે સોશિયલ મીડિયા માં ફરતા મેસેજો થી સમજી શકાય છે
ત્યારે આવી સ્થિતિ માં સમગ્ર દેશમાં બીજેપી માટે રોલ મોડલ ગણાતા ગુજરાત માં સત્તા જાળવી રાખવી તે મોટો પડકાર બન્યો છે આમ તો ગુજરાત માં બીજેપી ની સરકાર બનશે તેવું માનવા માં આવે છે જોકે રાજકારણ માં બધું સંભવ છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ની સરકાર ઇન્ડિયા સાઈનિંગ માં જતી રહી હતી
ત્યારે ગુજરાત માં બીજેપી નો ગઢ હોવા છતાં કેન્દ્રીય નેતૃત્વ એ ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહીત ના રાજ્યો ના નેતાઓ અને કાર્યકરો ની ફોજ ને ઉતારવા નો નિર્ણય કર્યો છે ત્યારે પ્રવાસી કાર્યકર્તાઓ માટે વ્યવસ્થા કરવા ની જવાબદારી ગુજરાત બીજેપી દ્વારા અલગ અલગ કાર્યકર્તાઓ ને સોંપી દેવામાં આવી છે.
જેમાં પ્રદેશ બીજેપી ના મહામંત્રી રજની પટેલ ને સૌરાષ્ટ્ર ઝોન ની જવાબદારી સોંપાઈ છે જયારે પ્રવાસી કાર્યકર્તાઓ ની પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ ,રણછોડ રથવી અને ગૌતમ ગોસ્વામી ને સોંપાઈ છે તેઓ વિધાનસભા બેઠક વાઈઝ પ્રવાસ નું આયોજન કરશે જયારે વાહન વ્યવસ્થા ની જવાબદારી નરેશ ચાવડા અને કમલેશ રાઠોડ અને તેમની ભોજન વ્યવસ્થા ની જવાબદારી અમદાવાદ શહેર બીજેપી ના પૂર્વ મહામંત્રી રાજુભાઈ પટેલ અને પૂર્વ કોર્પોરેટર ભાવનાબેન નાયક ને સોંપાઈ છે
અમદાવાદ અને ગાંધીનગર માં પ્રદેશ બીજેપી મહામંત્રી રજની પટેલ સમગ્ર ચૂંટણી પ્રબંધન ની વ્યવસ્થા જોશે તેમની સાથે જિલ્લા પ્રવાસી કાર્યકર્તાઓ સાથે સંકલન કે સી પટેલ કરશે જયારે વાહન વ્યવસ્થા ગુડા ના પૂર્વ ચેરમેન આશિષ દવે અને ચિરાગ બારોટ જોશે પર પ્રાંતીય કાર્યકર્તાઓ માટે ભોજન ની વ્યવસ્થા કેતન પટેલ અને પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈ ને સોંપાઈ છે
અન્ય રાજ્યો માંથી આવનાર કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે સંકલન માટે અન્ય ભાષા ભાષી સેલ ના વિવિધ કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપાઈ છે જેમાં
મહારાષ્ટ્ર માટે સુધીર વિચારે
મધ્યપ્રદેશ માટે ધીરેન્દ્રસિંહ તોમર
રાજસ્થાન માટે ભવાનીસિંહ શેખાવત
ઉત્તરપ્રદેશ માટે અતુલ મિશ્રા
ઝારખંડ માટે પ્રવીણભાઈ દ્વારી ને જવાબદારી સોંપાઈ છે
અન્ય રાજ્યો માંથી આવનાર નેતાઓ અને કાર્યકર્તાઓ ને ઝોન વાઈઝ જવાબદારી સોંપી દેવામાં આવી છે
ઝારખંડ થી આવનાર કાર્યકર્તાઓ ને નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લા ની જવાબદારી સોંપાઈ છે
મધ્યપ્રદેશ થી આવનાર કાર્યકર્તાઓ અને નેતાઓ ને વડોદરા ,પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા ની જવાબદારી સોંપાઈ છે
મહારાષ્ટ્ર ના કાર્યકર્તાઓ ને ડાંગ ,વલસાડ નવસારી સુરત તાપી ભરૂચ ની જવાબદારી સોંપાઈ છે
રાજસ્થાન ના કાર્યકર્તાઓ ને અમદાવાદ જિલ્લો ગાંધીનગર સીટી અને જિલ્લો ,સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ ની જવાબદારી સોંપાઈ છે
ઉત્તર પ્રદેશ ના કાર્યકરો અને નેતાઓ ને અમદાવાદ સીટી ,જામનગર જિલ્લો ,દેવભૂમિ દ્વારકા રાજકોટ સીટી અને જિલ્લા ની જવાબદારી સોંપી દેવામાં આવી છે
અન્ય રાજ્યો ના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાત વિધાનસભા ની બેઠકો નો પ્રવાસ કરશે તેમના દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકો નો સંપર્ક સાધવા માં આવશે તેમના દ્વારા વિધાનસભા બેઠક માં પાર્ટી ની સ્થિતિ બાબતે ખાનગી રિપોર્ટ તૈયાર કરવા માં આવશે જેમાં પાર્ટી ની આંતરિક સ્થિતિ ,મતદારો નો મૂડ ,કાર્યકર્તાઓ નું વલણ ,સંભવિત ઉમેદવારો ની મત વિસ્તાર માં સ્થિતિ ને ખાનગી રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વ ને સબમિટ કરાશે
જેના આધારે કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ની રણનીતિ તૈયાર કરી શકે અને ઉમેદવારો ની પસંદગી બાબતે યોગ્ય માપદંડ નક્કી કરી શકે
ત્યારે નોંધનીય છે કે હવે ગુજરાત ભાજપ ના સંભવિત ઉમેદવારો નું ભવિષ્ય પર પ્રાંતીય નેતાઓ નક્કી કરશે જેમનો રિપોર્ટ તેમની ટિકિટ માટે દિશા સૂચક સાબિત થઇ શકે છે
જયારે બીજી તરફ સમગ્ર ગુજરાત ચૂંટણી ની લગતી મહત્વ ની જવાબદારી પૂર્વ ગૃહ પ્રધાન અને પ્રદેશ બીજેપી ના મહામંત્રી રજની પટેલ ને સોંપાઈ છે ત્યારે તેમને બેચરાજી વિધાનસભા બેઠક માં ટિકિટ મળશે કે કેમ તે એક આશંકા છે તેમની સાથે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ ને પણ અન્ય રાજ્યો ના નેતાઓ અને કાર્યકર્તાઓ ના જિલ્લા વાઈઝ બેઠકો અને પ્રવાસ ને જવાબદારી સોંપાઈ છે ત્યારે તેઓ આગામી વિધાનસભા ની ચૂંટણી માં પાટણ ના ઉમેદવાર બનશે તેને લઇ કાર્યકર્તાઓ માં ગુસપુસ શરૂ થઇ ગઈ છે