ગાંધીનગર
અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે
અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે
ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !
ગુજરાતમાં કોંગ્રેસ હોય કે બીજેપી સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ કરવા વિવિધ સમાજમાંથી ટિકીટો આપતા હોય છે,,
ત્યારે આ વખતે અતિ પછાત જ્ઞાતીમાંથી કમ સે કમ ભાજપ 2 ટિકીટ આપે તેવી માંગ ઉઠી રહી છે,તર્ક અપાઇ રહ્યુ છે કે
ગુજરાતમાં અતિ પછાતની વસ્તી 5 લાખથી વધુ છે,ત્યારે વસ્તી પ્રમાણે પણ 2 ટિકીટોના હકદાર છે,
ગુજરાતમાં વર્ષ 1985માં તત્કાલિન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઝીણા ભાઇ દરજી અને તત્કાલિન મુખ્ય પ્રધાન
માધવ સિહ સોલંકી દ્વારા ગુજરાતમાં ખામ થિયરી અમલમાં મુકવામાં આવી હતી, જેમાં કોંગ્રેસને 149 બેઠકો
ગુજરાત વિધાનસભાની ચૂટણીમા મળી હતી, જેનુ રેકોર્ડ આજ દિન સુધી કોઇ રાજકીય પાર્ટી તોડ઼ી શકી નથી
ભાજપે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં 150 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો જો કે
ભાજપ 99માં સમેટાઇ ગઇ હતી, ત્યારે આ વખતે ભાજપ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે
ત્યારે ગુજરાતમાં અતિ પછાત જ્ઞાતીના આગેવાનો પણ ઇચ્છી રહ્યા છે કે તેમને સમાજને યોગ્ય પ્રતિનિધીત્વ મળે
તો ગુજરાત અને સમાજના વિકાસમાં તેઓ પણ સહભાગી થઇ શકે,,
મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !
ભુતકાળમાં કોંગ્રેસે ભાનુ શંકર પંડ્યા, અને ચંદ્રાબેન શ્રીમાળી જેવા નેતાઓને ટિકીટ આપી હતી, એમાં તો
ભાનુશકંર પંડ્યા ને મંત્રીપદ પણ આપ્યુ હતું
ભાજપની વાત કરીએ તો દસાડા બેઠકમાંથી 2012માં ગાંધીનગરના પુનમ ભાઇ મકવાણાને ટિકીટ આપી હતી, અને
તેઓ ધારાસભ્ય બન્યા હતા, એટલુ જ નહી તેમને ડો બાબા સાહેબ અત્યોદય વિકાસ નિગમના ચેરમેન પણ તેમને બનાવ્યા હતા
તેમના પુત્ર હિતેષ મકવાણા ગાંધીનગરના મેયર તરીકે પાર્ટીએ જવાબદારી સોપી છે, તેમને એક વિધાનસભા સીટ જીતાડવા માટે
વાલી પણ બનાવ્યા છે, તેઓ દસાડા બેઠક માટે દાવેદાર છે,
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
વર્ષ 2017માં ભાજપે પુનમ મકવાણાને ટિકીટ આપી ન હતી, તેમના બદલે પુર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ વોરાને દસાડા બેઠક ઉપર મેદાનમાં
ઉતાર્યા હતા, જો કે તેઓ સીટ બચાવી શક્યા ન હતા, આમ ગત વખતે અતિ પછાત સમાજની અવગણના કરવાના કારણે ભાજપ રાજકીય
નુકસાન સહન કરવુ પડ્યુ હતું તેવી ચર્ચા છે, ત્યારે આ વખતે ભાજપ ફરીથી જુની ભુલનુ પુનરાવર્તન કરે તે માટે તે માટે અત્યારથી જ
સમાજના આગેવાનો ભાજપ પર પ્રેસર બનાવી રહ્યા છે પક્ષમાં હિતમાં કમ સે કમ બે ટીકીટો આપવી જોઇએ જેથી સમાજ એક જુટ રહે અને
સમગ્ર રાજ્યમાં ફાયદો થાય,,હાલ અતિ પછાત સમાજની વસ્તી મહેસાણા,સાબરકાંઠા, અમદાવાદ રાજકોટ અને કચ્છમાં છે,
અતિ પછાત સમુહની વાત કરીએ તો ગુરુ બ્રાહ્મણ, રાવત, સેનમા તુરી, બારોટ, નાડિયા, હાડી, તિરગર, તિરબંદા, થોરી,વણકર સાધુ જ્ઞાતીઓનો સમાવેશ થાય છે,,
ત્યારે આ વખતે અતિ પછાત જ્ઞાતિઓમાં સંભવિત દાવેદારોની વાત કરીએ તો
પુનમ મકવાણા પુર્વ ધારાસભ્ય દસાડા ( 2017માં આમને ભાજપે ટીકીટ આપી ન હતી
ગૌતમ ગેડિયા, પુર્વ ચેરમેન,ડો આબેડકર અત્યોદય વિકાસ નિગમ,દસાડા બેઠકના દાવેદાર
પ્રભુભાઇ રાવત- દસાડા બેઠકના દાવેદાર
પ્રવિણ પંડ્યા, પુર્વ ચેરમેન,ડો આબેડકર અત્યોદય વિકાસ નિગમ, કડી વિધાનસભા બેઠકના દાવેદાર
અજીત શાસ્ત્રી- કડી બેઠકના દાવેદાર
મુકેશ શ્રીમાળી- પ્રમુખ, અતિ પછાત સેલ-ભાજપ અમદાવાદ, દાણીલિમડા બેઠકના દાવેદાર
મેધજી વાઝા- કોડીનાર સમાજ સેવક- કોડીનાર બેઠકના દાવેદાર
દર્શના બેન વાઘેલા-પુર્વ ડેપ્યુટી મેયર- અસારવા બેઠકના દાવેદાર
આમ હાલ તો અડધો ડઝન નેતાઓ અતિ પછાત સમાજમાંથી ટિકીટો માટે દાવેદારી કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ વખતે આ પૈકી કયા નેતાઓને ટિકીટ આપે છે, સાથે આપે છે કે કેમ તેને લઇને હજુ અસમંજસ જેવી સ્થિતિ છે,
ભોજપુરી એક્ટ્રેસના બિકીની ફોટો શૂટ ઇન્ટનેટ પર માચાવી રહ્યા છે ધમાલ