યુવરાજ સિહ જાડેજા બનાવશે યુવા સંગઠન બનાવી કોની કરશે મદદ
જેલમાંથી છુટ્યા બાદ હવે યુવરાજ સિહ યુવાનો માટે હવે નવો સંગઠન બનાવવાની કામગીરી શરુ કરી છે,હવે નવા સંગઠન મારફતે જિલ્લે જિલ્લે ટીમ બનાવીને બેરોજગાર યુવાનો માટે ખાસ અભિયાન ચલાવશે, ત્યારે સવાલ એ ઉઠે છે કે
આ સંગઠન કઇ પાર્ટીને સમર્થન કરશે,
યુવરાજ સિહ જાડેજાએ જણાવ્યુ છે કે મારા અગિયાર દિવસના જેલવાસ અને ગુજરાતના વિધાર્થીઓના અત્યાર સુધીનાં સંઘર્ષ અને પરીણામોના આધાર પર, ગુજરાતના બેરોજગાર યુવાનોનાં મંતવ્યોથી ગુજરાતના યુવાનોના હક્ક, અધિકાર અને ન્યાય માટે લડવા યુવાનોના નવા સંગઠન “યુવા નવનિર્માણ સેના” બનાવવાનું હું આહવાન કરું છું.
યુવા નવનિર્માણ સેના રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષા પર શિક્ષિત યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે બિનરાજકીય લડત આપતા સંગઠન તરીકે કામ કરશે.
દરેક સમાજના યુવાનો એક મંચ પર રહી રાષ્ટ્રહિતમાં ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવા એક પણ યુવાન શિક્ષા પ્રાપ્તિ વગર રહી ન જાય અને શિક્ષિત બેરોજગાર યુવાનોને પોતાના હક્કની નોકરી મળે તે માટે આ સંગઠન કાર્ય કરશે.
આ સંગઠન પહેલા વિનંતીથી કોઇ પણ સરકાર સમક્ષ પોતાની રજુઆત કરશે ત્યારબાદ આવેદન પત્ર આપી પોતાનો હક માંગશે અને તેમ છતાં પણ જો કોઈ પરીણામ નહી મળે તો વિરોધ પ્રદશન કરીને પણ શિક્ષિત યુવાનોનો અવાજ બની ન્યાય અપાવશે.
શિક્ષિત બેરોજગાર યુવાનોના હક અને અધિકાર માટેની યુવા અધિકાર ન્યાય ચળવળ અને જનજાગૃતિ આ સંગઠનના માધ્યમ થી ચાલુ જ રહેશે.
યુવાનોનું આ સંગઠન ગુજરાતના યુવાનોનો અવાજ બનશે.
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-
બેરોજગાર યુવાનોના ન્યાય, અધિકાર, વેદના, વ્યથા માટે દરેક રાજકીય પાર્ટીના આગેવાનોએ આગળ આવી બોલવું જોઈએ…
યુવાનો પોતાનો હક્ક અને અધિકાર માંગતા હોય છે તેના મુદ્દાને દરેકે સમજવો જોઈએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ તેમને કોઈ રાજકીય પાર્ટીના ગણાવી રાજકારણ ના કરવા દરેક રાજકીય પાર્ટીને હું વિનંતી કરું છું…
ત્યારે જોવાનુ છે કે હવે યુવરાજ સિહનુ યુવા સંગઠન કઇ પાર્ટીને મદદ કરશે તે જોવા જેવી બાબત રહેવાની છે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !