અમદાવાદ
ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ
ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ
ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 27 વરસથી ગાંધીનગર પર કબ્જો જમાવીને બેઠી છે ત્યારે ભાજપને સત્તા પરથી ઉખાડીને ફેકવા માટે કોંગ્રેસે હવે નવી રણનિતી અખ્તિયાર કરી છે
આમ આદમી પાર્ટી સાથે ગઠ બંધન કરી ચુકેલ ભારતિય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાને પોતાના પક્ષે લેવા માટે ધમ પછાડા શરુ કર્યા છે જેના ભાગ રુપે દિલ્હીમાં કોગ્રેસના રાષ્ટ્રિય નેતા કે સી વેણુગોપાલની ઉપસ્થિતિમાં
છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક યોજી છે,, તેમને 4થી પાચ બેઠકોની પણ ઓફર કરી હોવાનુ પણ સુત્રો કહી રહ્યા છે,
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે ,દારુ પિવે છે
વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટી માંડ માડ 99 બેઠકો સાથે સત્તા પર આવી શકી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, બીટીપીને બેઠકો મળી હતી, બીટીપીના સર્વે સર્વા
છોટુ વસાવા અને મહેસ વસાવાની ભુમિકા હમેશા રાજકીય રીતે સમય અને સંજોગો મુજબ બદલાતી રહી છે, વર્ષ 2017માં કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા અહેમદ પટેલની રાજ્ય સભાની ચૂૂટણી દરમિયાન છોટુ વસાવા કોંગ્રેસની સાથે રહ્યા હતા, જો કે પુર્વ કેન્દ્રિય મંત્રી ભરત સિહ સોલંકીની ચૂંટણી દરમિયાન તેઓ મતદાનથી અળગા રહ્યા હતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન ઓવેસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ હતું, જો કે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તેમને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યો હતો, અને અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ભરુચમાં આદિવાસી મહાસમ્મેલન યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું, જેનાથી ગુજારાત કોંગ્રેસની નેતાગિરીમાં ધ્રાંસકો પડ્યો હતો,સુત્રોની વાત માનીએ તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસને વફાદાર રહેલ આદિવાસી મત બેંક લુંટાઇ જવાનો ડર ઉભો થયો ,ત્યારે આદિવાસી મત બેંકમાં ગાબડુ ન પડે તે માટે કોંગ્રેસની રાષ્ટ્રિય નેતાગિરીએ છોટુ વસાવાનો સંપર્ક સાધ્યો હતો, જેના ભાગ રુપે દિલ્હીમાં કે સી વેણુગોપાલની ઉપસ્થિતિમાં ગઠ બંધન બાબતે ચર્ચા વિચારણા શરુ કરાઇ છે, હાલ બીટીપી પાસે બે ધારાસભ્યો છે, તેઓ અરવલ્લીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેમને પાચ બેઠકો ફાળવે તેવી અપેક્ષા છે,જો કે કોંગ્રેસ તેમને ત્રણથી વધુ બેઠકો ફાળવી શકે તેવી સ્થિતિમાં નથી,જો વધુ બેઠકો ફાળવે તો તેને રાજકીય
રીતે મોટુ નુકશાન સહન કરવુ પડશે, મહત્વપુર્ણ એ છે કે જો છોટુ વસાવા કોંગ્રેસ સાથે જશે તો આપના આદિવાસી વિસ્તારોમાં ચૂટણીને લઇને મોટુ નુકશાન થઇ શકે છે, એટલે કે આપને આદિવાસી વિસ્તારોમાં પોતાની નેતાગિરી ઉભી કરવાનો પડકાર ઉભો થશે,
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ