ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
ઉત્તર ગુજરાતમાં પાટીદારોના ગઢ એવા ઉંઝા વિધાનસભાની વાત કરીએ તો અહી 1995થી ભાજપનો ગઢ રહી છે,,
ત્યારે આ સીટને ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે,, આમ તો આ સીટ ઉપર અનેક દિગ્ગજ નેતાઓ નસીબ આજવવા
માંગે છે,ત્યારે સુત્રો કહે છે કે ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન અને યુપીના રાજ્યપાલના પુત્રી અનાર પટેલ પણ અહીથી
ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ભાજપની મહિલા કાર્યકર્તાઓમાં થઇ રહી છે,
ઉંઝાના વિધાનસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો
વર્ષ 1992માં કોગ્રેસના અંબાલાલ પટેલે સ્વતંત્ર પક્ષના બુધા લાલ શાહને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના પી.એસ મોહન લાલે કોંગ્રેસના પી કે લલ્લુદાસને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના શંકર લાલ ગુરુએ એનસીઓના બુધાલાલ શાહને હરાવ્યા
વર્ષ 1975માં અપક્ષ ઉમેદવાર કાંતિલાલ પટેલે કોંગ્રેસના શંકર લાલ ગુરુને હરાવ્યા
વર્ષ 1980માં જનતા પાર્ટીના કાનજી ભાઇ પટેલે કોંગ્રેસ આઈના લીલા ચંદ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1985માં જેએનપીના ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન ચિમનભાઇ પટેલે કોંગ્રેસના મંગળદાસ પટેલને હરાવ્યા
વર્ષ 1990માં જનતા દળના ચિમન ભાઇ પટેલે કોગ્રેસના શ્રધ્ધા પાચોટીયાને હરાવ્યા
વર્ષ 1995માં ભાજપના નારાણ લલ્લુ દાસ પટેલે કોગ્રેસના લીલા ચંદ પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના નારાણ લલ્લુ દાસ પટેલે રાજપાના દિવાનજી ઠાકોરને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના નારાણ લલ્લુ પટેલના કોગ્રેસના જય પ્રકાશ પટેલને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના નારાણ લલ્લુ દાસ પટેલે,કોગ્રેસના પીએમ પટેલને હરાવ્યા
વર્ષ 2012માં ભાજપના નારાણ લલ્લુ દાસ પટેલે કોગ્રેસને આશાબેન પટેલને હરાવ્યા
વર્ષ 2017માં કોંગ્રેસના આશાબેન પટેલે,ભાજપના નારાણલલ્લુદાસ પટેલને હરાવ્યા
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ઉંઝા બેઠકના ઐતિહાસિક તથ્યોં
ઉઝા બેઠક પાટીદારોનું ગઢ માનવામાં આવે છે
અહી કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનો દેવ સ્થાન છે,
ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે, ચિમન ભાઇ પટેલ બે વખત ઉઝાં બેઠક પરથી
પ્રતિનિત્વ કર્યુ છે
1995થી 2012 સુધી ભાજપના નારાણદાસ પટેલ પાચ વખત ચૂટંણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે, જે આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી
કોગ્રેસ આ બેઠક ઉપર વર્ષ 1962 વર્ષ 1972 અને 2017માં જીતી છે
વર્ષ 2017માં ગુજરાતમાં પાટીદાર અનામત આદોલનના કારણે આ સીટ ભાજપે ગુમાવી અને કોગ્રેસને આ સીટ 45 વરસ પછી મળી જેમાં આશાબેન પટેલ ચૂંટણી જીત્યા
પછી આશા બેન પટેલ ભાજપના વિચારધારાથી પ્રભાવિત થઇ કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને પેટા ચૂટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા, તેઓનુ પણ નિધન થતા
હવે આ બેઠક ખાલી છે,
આ સીટ ઉપરથી એક જ મહિલા ધારાસભ્ય તરીકે ચુટાઇ છે,અને તે ડો આશાબેન પટેલના નામે રેકોર્ડ છે,
ઉંઝા વિધાનસભામાં ઉમેદવારોની નામની ચર્ચા
સુત્રોની માની એ તો અનાર બેન પટેલ આ સીટ ઉપરથી ચૂંટણી લડી શકે છે, પહેલા તેઓ નારાણપુરા સીટ ઉપરથી ચૂટણી લડશે
તેવી ચર્ચા હતી, પણ ભાજપની મહિલા કાર્યકર્તાઓમાં હવે ચર્ચા છે કે હવે અનાર બેન પટેલ ઉંઝાથી ચૂંટણી લડી શકે છે
મહેન્દ્ર પટેલ પણ અહીથી દાવેદાર માનવામાં આવે છે,તેઓ ભાજપમાં ઉપાધ્યક્ષ છે,, સાથે રિટાયર્ડ આઇએએસ અધિકારી છે,
તેઓ પીએમ નરેન્દ્રમોદીના ગુડ બુકમાં ગણવામાં આવે છે
દિનેશ પટેલની નામની ચર્ચા પણ છે,, તેઓ એપીએમસીના ચેરમેન છે
સુપ્રિત પટેલ યુવા મોર્ચાના નેતા છે, જમ્મુ કાશ્મીરના પ્રભારી છે, પાચ વખત ધારાસભ્ય રહેલા નારાણદાસ પટેલના પૌત્ર છે,,નારાણ પટેલની માનીએ તો તેઓ ટીકીટ નહી માંગે, પક્ષ આપશે તો
સુપ્રિત ચૂટણી લડશે,
હરીભાઇ પટેલ પણ ઉઝાં બેઠક માટે દાવેદાર મનાય છે, તેઓ , મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન છે
દિક્ષિત પટેલ ભાજપના અગ્રણી કાર્યકર્તા છે,
કેશુભાઇ પટેલ, પુર્વ જિલ્લા પ્રમુખ
કનુભાઇ પટેલ, વેપારી મહામંડળના પુર્વ પ્રમુખના નામો પણ આ બેઠક માટે ચર્ચામાં છે,
આમ ભાજપ ટિકીટ કોને આપશે તેને લઇને અત્યાર થી કહેવુ મુશ્કેલ છે,, પણ ટીકીટ કોને આપવુ તેને લઇને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે
છતાં જોવાનુ એ છે કે કયા પાટીદાર નેતાને માં ઉમિયાના ટિકીટ રુપી આશિર્વાદ મળે છે,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !