Uncategorized
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ને ભાવનગર માં કોણ આપશે પડકાર

પાર્ટી કહેશે તો હું ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડી શકું છું: યુવરાજસિંહ જાડેજા
છેલ્લા 27 વર્ષથી જે કુશાસનના મૂળિયા નાખીને બેઠા છે એ મૂળિયા હવે ઉખડી જવાના છે અને તેમના સૂપડા સાફ થવાના છે: યુવરાજસિંહ જાડેજા
અમે નિમણૂક પત્ર ની માંગણીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ પાસે વિદ્યાર્થીઓની વ્યથા ને લઈને જવાના છીએ: યુવરાજસિંહ જાડેજા
અત્યાર સુધી પેપર ફૂટવાની ઘટના, ગેરરીતીની ઘટના અને પેપર લીકની સામે આવી એમાં આધાર પુરાવા સાથે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી: યુવરાજસિંહ જાડેજા
‘રોજગાર નોંધણી મેળા’માં 82,600 યુવાનોએ નોંધણી કરાવી છે: યુવરાજસિંહ જાડેજા
‘રોજગાર ગેરંટી યાત્રા’ના અંતર્ગત રોજ 2000થી વધુ યુવાનો જોડાતા હતા, એટલે 11 દિવસમાં કુલ 10,000 થી પણ વધારે યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે: યુવરાજસિંહ જાડેજા
‘રોજગાર ગેરંટી યાત્રા’ના 11 દિવસમાં અમે યુવાનો માટે લગભગ 50 જેટલી સભા કરી છે: યુવરાજસિંહ જાડેજા
‘રોજગાર ગેરંટી યાત્રા’ના દરમિયાન સરકારના ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તેનો પણ અમે સામનો કર્યો, છતાંય જે યુવાનો છે તેમની વેદના અને વ્યથા અમે સાંભળી છે: યુવરાજસિંહ જાડેજા
જે જગ્યાએ સભા હોય તે જ જગ્યાએ વીજ કાપ મૂકી દેવામાં આવતો છતાંય અમે યુવાનો માટે ‘રોજગાર ગેરંટી યાત્રા’ ચાલુ જ રાખી: યુવરાજસિંહ જાડેજા
આ દોગલી નીતિ છે જેમાં પોતાના મળતિયાઓને લેવા, પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું અને પોતાના કાર્યકર્તાઓને કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તેને નોકરી આપવી, તેનો ‘આપ’ સખત વિરોધ કરે છે: યુવરાજસિંહ જાડેજા
ત્રણ ત્રણ વખત સીપીટીની પરીક્ષા લેવામાં આવી છે પરંતુ હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી: યુવરાજસિંહ જાડેજા
જે સમસ્યાઓ જાણી જોઈને ઊભી કરવામાં આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓની સાથે છે: યુવરાજસિંહ જાડેજા
સરકાર જાણી જોઈને ફક્ત તેમના મળતીયાઓને રોજગાર આપી રહી છે: યુવરાજસિંહ જાડેજા
ઘણા યુવાનો અને તેમના માતા પિતાઓએ અશ્રુભરી આંખે અમારી સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરી અને કહ્યું કે આ વખતે ચોક્કસ પરિવર્તનની જરૂરત છે: યુવરાજસિંહ જાડેજા
જનતામાંથી એક નારો ઉઠયો છે, ‘હર ઘર ઝાડું, ઘર ઘર ઝાડું’: યુવરાજસિંહ જાડેજા
કોંગ્રેસ પાર્ટીનું અત્યારે કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી અને તે લોકો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આમ આદમી પાર્ટીની ગેરંટીઓની નકલ કરી રહી છે: યુવરાજસિંહ જાડેજા
કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકા નિભાવવામાં સદંતર નિષ્ફળ રહી છે: યુવરાજસિંહ જાડેજા
મારે ચૂંટણી લડવી કે ન લડવી એ નિર્ણય પાર્ટી નક્કી કરશે: યુવરાજસિંહ જાડેજા
પાર્ટી કહેશે તો હું ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડી શકું છું: યુવરાજસિંહ જાડેજા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, 25 ઓગસ્ટ, 2022ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરવામાં આવી હતી. જે હિંમતનગર થી સાંતલપુર સુધી કુલ ચાર જિલ્લામાં 11 દિવસ સુધી ચાલી હતી. આ 11 દિવસમાં અમે લગભગ 50 જેટલી સભા કરી છે જેમાં એક દિવસમાં 2000 જેટલા યુવાનો જોડાયા હતા. એટલે કે 11 દિવસમાં લગભગ 10,000 થી પણ વધારે યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આ 11 દિવસના અનુભવમાં અમને વચ્ચે વચ્ચે સરકારના ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તેનો પણ અમે સામનો કર્યો, જે જગ્યાએ સભા હોય તે જ જગ્યાએ વીજ કાપ મૂકી દેવામાં આવતો તેનો પણ અમે સામનો કર્યો, છતાંય જે યુવાનો છે તેમની વેદના અને વ્યથા અમે સાંભળી છે.
રોજગારીને લગતા જે મુખ્ય પ્રશ્ન છે જેના છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલ નથી આવ્યા. જેમ કે ઘણી બધી પરીક્ષાઓના ફોર્મ ભર્યા બાદ પણ નિમણૂક પત્ર નથી આવ્યા. બેરોજગાર યુવાનો દ્વારા અમારી પાસે માંગણી કરવામાં આવી છે કે, ત્રણ ત્રણ વખત સીપીટીની પરીક્ષા લેવામાં આવી છે પરંતુ હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, આરોગ્ય કર્મચારીઓની જે ભરતી થઈ છે એમાં પણ નિમણૂક પત્ર હજી સુધી મળેલા નથી. એટલે અમે નિમણૂક પત્ર ની માંગણીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ પાસે વિદ્યાર્થીઓની વ્યથા ને લઈને જવાના છીએ. આમ જે સમસ્યાઓ જાણી જોઈને ઊભી કરવામાં આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓની સાથે છે.
સીપીટી એજન્સી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ હકદાર હતા, લાયક હતા તે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી નથી. તમામ વિદ્યાર્થીઓ સાથે અમ ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. અને જ્યાં પણ તેમણે અમારી જરૂર પડશે ત્યાં અમે તેમણી ચોક્કસ મદદ કરીશું. અત્યાર સુધી અમે બોગસ અને ભ્રષ્ટાચાર થી બનેલી ડિગ્રીઓના આધાર પુરાવા આપ્યા હતા તે આધાર પુરાવા હોવા છતાંય કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી. અને ગેરલાયક વ્યક્તિઓની પસંદગી પણ આ રીઝલ્ટ માં થઈ રહી છે. જે લોકો આ કૌભાંડના ભાગીદાર હતા તેમની પણ પસંદગી રિઝલ્ટમાં કરવામાં આવી છે. આના પરથી સાબિત થાય છે કે સરકાર જાણી જોઈને ફક્ત તેમના મળતીયાઓને રોજગાર આપી રહી છે.
અત્યાર સુધી પેપર ફૂટવાની ઘટના, ગેરરીતીની ઘટના અને પેપર લીકની સામે આવી એમાં આધાર પુરાવા સાથે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. ત્યારબાદ ઓડિટરનું જે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પણ જે મુખ્ય આરોપીઓ હતા, એવા 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારોના નામ અમે આપેલા છે. છતાં એ જ 22 જણના સિલેક્શન આ સરકાર કરવા જઈ રહી છે. આ દોગલી નીતિ છે જેમાં પોતાના મળતિયાઓને લેવા, પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું અને પોતાના કાર્યકર્તાઓને કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તેને નોકરી આપવી, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.
અમે લોકોએ એક સંકલ્પ લીધો હતો કે રોજગારી ગેરંટી યાત્રામાં બેરોજગારો માટે રોજગાર નોંધણી મેળાનું આયોજન કરવામાં આવશે અને અમે એ નોંધણી મેળો શરૂ કર્યો છે. આ મેળામાં રોજગાર ગેરંટી કાર્ડમાં અમે નોંધણી કરી રહ્યા છીએ, એમાં અમે 25,600 ઓફલાઈન નોંધણી કરી છે, અને ઓનલાઇનમાં 57,000 નોંધણીઓ થઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં જઈને ગેરંટી કાર્ડની નોંધણી કરી રહી છે. એનો મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં આ નોંધણીઓનો આંકડો વધી શકે એમ છે. આવનારા સમયમાં આ આંકડા મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ યાત્રા દરમિયાન અમે જોયું કે યુવાનો ખૂબ જ ગંભીર વ્યથામાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા યુવાનો વર્ષોથી સરકારી નોકરી માટેની તૈયારી કરે છે, ઘણા નોકરી વાંચ્છુક યુવાનો અને તેમના માતા પિતાઓએ અશ્રુભરી આંખે અમારી સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરી અને કહ્યું કે આ વખતે ચોક્કસ પરિવર્તનની જરૂરત છે. અત્યારે જનતામાંથી એક નારો ઉઠ્યો છે કે ‘હર ઘર ઝાડું, ઘર ઘર ઝાડું’. આ જે નારો છે, આમ આદમી પાર્ટીની આંધી છે અને ગુજરાતની જનતાનો જે જનશૈલાબ છે એના પરથી લાગી રહ્યું છે કે, છેલ્લા 27 વર્ષથી જે કુશાસનના મૂળિયા નાખીને બેઠા છે એ મૂળિયા હવે ઉખડી જવાના છે અને તેમના સૂપડા સાફ થવાના છે.
ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું અત્યારે કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી અને તે લોકો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મહેનત કરી રહ્યા છે અને રોજગારી આપવાની વાત કરી રહ્યા છે પરંતુ અમે સૌથી પહેલા દસ લાખ સરકારી નોકરીઓ માટેની ઘોષણા કરી હતી. કોંગ્રેસની જે જાહેરાતો છે એ જાહેરાતો જોતા લાગે છે કે આમ આદમી પાર્ટી એ જે ગેરંટીઓ આપી છે તે ગેરંટીઓની કોંગ્રેસ પાર્ટીએ નકલ કરી છે. આ પરથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીએ જે ગેરંટીઓ આપી તે ગેરંટીઓને જનતા સ્વીકારી રહી છે એટલા માટે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસે 78 થી વધુ ધારાસભ્ય હતા અને તેઓ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં હતા ત્યારે તેઓ સદંતર વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. મોંઘવારી મુદ્દે પેપર લીક મુદ્દે કે અલગ અલગ ભાવ વધારા મુદ્દે જ્યારે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરવાની જરૂરત હતી ત્યારે તેઓ ક્યાંય દેખાયા નહીં અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીની ગેરંટીઓની નકલ કરી રહ્યા છે.
ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવા મુદ્દે જણાવ્યું કે, મારે જનતાના મુદ્દાને ઉકેલવાનું કામ કરવું છે અને ચૂંટણી લડવી કે ન લડવી એ નિર્ણય પાર્ટી નક્કી કરશે. પાર્ટી ચૂંટણી લડવાની ના પાડશે અને સંગઠનમાં કામ કરવાનું કહેશે તો હું એના માટે પણ તૈયાર છું અને પાર્ટી ચૂંટણી લડવાની વાત કરશે તો પણ હું એના માટે તૈયાર છું. અને એટલા માટે મેં કોઈ સીટ નક્કી કરી નથી, કારણ કે પાર્ટી જ્યાંથી નક્કી કરશે અને જેની સામે નક્કી કરશે એની સામે હું ચૂંટણી લડીશ. કારણ કે આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે તો આખા ગુજરાતના યુવાનો મારા ચૂંટણી પ્રચારમાં મને સહકાર આપશે. જો ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડવાનું થયું તો પણ અમે લડીશું, કારણકે જે મુદ્દાઓમાં અમે વિદ્યાર્થીઓના પક્ષે ઊભા છીએ, વિદ્યાર્થીઓ માટે લડાઈ લડી છે, જ્યાં જ્યાં સરકારની નિષ્ફળતાઓ દેખાડી છે, જ્યાં જ્યાં સરકારે ભ્રષ્ટાચાર કર્યા એ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે, જ્યાં જ્યાં વિદ્યાર્થીઓના અને યુવાનોના ભાવિ સાથે ચેડાં થયા છે, પાલીતાણા અને ભાવનગરમાંથી જે જે કૌભાંડો બહાર લાવ્યા અને સાબિત કર્યા છે અને જે લોકો પેપર લીકમાં સંડોવાયેલા હતા એમની બધી માહિતી આપી છે અને એ લોકો પર જેમની રહેમરાહ હતી તે પણ અમે સાબિત કરી બતાવી છે. આ બધી બાબતો એવી છે કે જેના આધારે અમે કહી શકીએ કે અમે ભાવનગરમાં પણ ચૂંટણી લડી શકીએ એમ છીએ. સાથે સાથે એ પણ જણાવવા માંગીશ કે ભાવનગરના યુવાનો પણ અમારી સાથે છે. થોડા સમય પહેલા ભાવનગરમાં અમે ખૂબ જ મોટો ટાઉનહોલ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો હતો.
Uncategorized
સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ
રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.
સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ
SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.
Uncategorized
કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.
ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.
Uncategorized
ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !
ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,
ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ