અમદાવાદ

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

Published

on

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

દાણીલિમડા વિધાનસભા એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે,અહી ભાજપ ચૂટણી જીતવી માઉન્ટ એવરેસ્ટને સર કરવા સમાન છે, પરિણામે
અહી ભાજપના ઉમેદવારો જલ્દી ચૂટણી લડવા તૈયાર થતા નથી,, સમગ્ર રાજ્યમાં 13 અનુસુચિત જાતીની સીટો પૈકી સાત બેઠક ભાજપ પાસે છે,જ્યારે
છ બેઠકો કોંગ્રેસ પાસે છે, અમદાવાદમાં ભાજપના એસસી નેતાઓ અસારવાને ક્રીમ સીટ માને છે,, જ્યાંથી ગાંધીનગર પહોચવુ પ્લેનમાં બેસવા સમાન છે
જ્યારે દાણી લિમડા બેઠક કચ્છ રણમાં ઝાંઝવાના નિર સમાન છે,

દાણી લિમડા બેઠકનો ઇતિહાસ
વર્ષ 2010ની વસ્તી ગણતરી પ્રમાણે નવું સિમાંકન થયુ,જેમાં જમાલપુર શહેર કોટડા અને મણિનગર વિધાનસભાના કેટલાક ભાગને જોડીને
દાણીલિમડા વિધાનસભા બેઠક બની

Advertisement

વર્ષ 2012માં અહીથી કોંગ્રેસના શૈલેષપરમારે ભાજપના ગિરીશપરમારને હરાવ્યા હતા
વર્ષ 2017માં કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ ભાઇ વાધેલાને હરાવ્યા હતા

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

ઐતિહાસિક ફેક્ટ

દાણી લિમડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલા શહેર કોટડા બેઠક પર 1975થી કોંગ્રેસનો પ્રભુત્વ રહ્યુ છે
વર્ષ 1975માં કોંગ્રેસના દિગ્ગજ નેતા નરસિહ મકવાણાએ રાષ્ટ્રિય મજદુર પક્ષના નારાણભાઇ પરમારને હરાવ્યા હતા
વર્ષ1980માં કોંગ્રેસ આઇના મનુભાઇ પરમારે જનતા પાર્ટીના મોહનલાલ મકવાણાને હરાવ્યા હતા,જ્યારે ભાજપના
ઉમેદવાર ગિરીશ ચંદ્ર પરમારને માત્ર 1782 મત સાથે ચોથા ક્રમે રહ્યા હતા,
વર્ષ 1985માં કોગ્રેસના મનુભાઇ પરમાર જનતા પાર્ટીના કાલિદાસ યાદવને હરાવ્યા હતા, જ્યારે જી કે પરમાર સીપીએમમાં થી
ચૂંટણી મળ્યા હતા, ત્યારે તેમને 2603 મત મળ્યા હતા,
વર્ષ 1990માં કોંગ્રેસના મનુભાઇ પરમારે ભાજપના ગોપાલ દાસ સોલંકીને હરાવ્યા હતા, એ સમયે જનતા પાર્ટીના જંયતિ લાલ બેચરદાસ
પરમારને 1124 મત મળ્યા હતા,
વર્ષ 1995માં ભાજપના ગિરીશ પરમારે કોંગ્રેસના દિગ્ગજ નેતા મનુભાઇ પરમારને હરાવ્યા હતા
જેની સાથે ભાજપ પ્રથમ વખત શહેર કોટડા બેઠક કમળ ખિલ્યુ હતું,. અને ભાજપની સરકાર બની
જો કે થોડાક સમય બાદ જ ગુજરાત ભાજપના પુર્વ અધ્યક્ષ શંકર સિહ વાધેલા બળવો કરતો ગિરીશ પરમાર
પણ શંકર સિહ સાથે વફાદારી નિભાવી અને તેઓ તેમની સાથે બળવામાં જોડાયા,, અને કેશુભાઇ સરકારનું પતન થયું
ગુજરાતમાં કોંગ્રેસના ટેકાથી રાજપાની સરકાર બનતા ગિરીશભાઇ પરમાર શ્રમ રોજગાર પ્રધાન બન્યા,,

વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ,,કોંગ્રેસના મનુભાઇ પરમારે ભાજપના અશ્વિન બેંકરને હરાવ્યા,જ્યારે ત્રિજા ક્રમે
ભાજપ સરકાર સામે બળવો પોકારીને રાજપા સરકારમાં પ્રધાન બનેલા ગિરીશ ભાઇ પરમાર ઓલ ઇન્ડિયા રાષ્ટ્રિય જનતાપાર્ટીમાં થી
ચૂંટણી લડ્યા અને તેમને 10631 મત મળ્યા અને તેઓ ત્રિજા ક્રમે રહયા

Advertisement

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ,,હિન્દુત્વની લહેરને કારણે
ભાજપના પુર્વ કોર્પોરેટર જીતુ વાધેલાએ કોંગ્રેસના સશાંક મનહર કુમાર દેશભક્ત(શૈલેષ પરમાર)ને હરાવ્યા,,
વર્ષ 2007માં કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ વાધેલાને હરાવ્યા

આમ શૈલેષ પરમારને પોતાના પિતાનો રાજકીય વારસો મળ્યો, તેઓ પોતાના પિતાની જેમ મતદારોમાં લોકપ્રિય બન્યા,તેઓ શહેર કોટડા પછી
દાણીલિમડા વિધાનસભામાં 2012 અને 2017માં જીત હાસંલ કરી,, અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપ નેતા બન્યા,,

અહીની વસ્તીની તાસીર પ્રમાણે 60 ટકા લધુમતિ જ્યારે 40 ટકા હિન્દુઓની વસ્તી છે, જે કોંગ્રેસ માટે વરદાન સાબિત થાય છે,
આ બેઠક માટે કહેવાય છે કે જે એસસી નેતાને ક્યાંય ટિકીટ ભાજપ ન આપે તેઓ આ સીટ ઉપર આવે છે,,એટલે કે
આ બેઠકને લાસ્ટ લોકલ તરીકે પણ ઓળખાય છે
સ્થાનિક કાર્યકરોની માનીએ તો અહી ઉત્તર ગુજરાતના એસસી વસ્તી વધુ છે,જેથી ભાજપ ઉત્તર ગુજરાતના સ્થાનિક
ઉમેદવારને ટિકીટ આપે તો સ્થિતિ બદલાઇ શકે છે,
ભાજપ સાથે ઉમેદવાર સંકડાયેલો તો હોય સાથે પ્રખર આબેંડકર વાદી પણ હોય,જે કોંગ્રેસના જીગ્નેશ મેવાણી જેવા
નેતાઓને જવાબ આપી શકે,


દાણી લિમડા વિધાનસભાના ઉમેદવારોની વાત કરીએ

શંભુનાથ ટુંડિયા,રાજ્ય સભાના પુર્વ સાસંદ,ગુજરાત એસસી મોર્ચાના પુર્વ પ્રમુખ,ઝાઝરકા ગાદીના મહંત છે,ગુજરાત એસસી માટે
સર્વ સ્વિકૃત નેતા છે,

Advertisement

સતિષ ટુડિયા- પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, અમદાવાદ

ભદ્રેશ મકવાણા-પ્રમુખ એસસી મોર્ચા, અમદાવાદ ભાજપ

ચંદ્રકાંત ચૌહાણ- કાઉન્સિલર મણીનગર વોર્ડ

ગિરીશ ભાઇ પરમાર- હારેલા ઉમેદવાર 2012- ભાજપ

જીતુ ભાઇ વાધેલા, – હારેલા ઉમેદવાર 2017 -ભાજપ,ગુજરાત અનુસુચિત જાતિ નિગમના પુર્વ ઉપાધ્યક્ષ

Advertisement

હિમાંશુ વાળા- વાસાણાના કાઉન્સિલર,ભાજપ

પ્રદીપ પરમાર,, ધારાસભ્ય, અસારવા-પ્રધાન સામાજીક ન્યાય બાબત,

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

કે સી રાઠોડ, પુર્વ સેક્રેટરી એએમસી
અમિત જ્યોતિકર- નેતા ભાજપ,,
તેમના પિતા ડો પી, જી જ્યોતિકરનું એસસી કોમ્યુનિટીમાં મોટો પ્રભાવ હતો,,અને ડો બાબા સાહેબ આંબેડકરના જીવન પર આધારિત સાહિત્યને લઇને
મોટુ યોગદાન છે, તેઓ ભાજપને હમેશાથી આબેંડકર સાહિત્યને લઇને હમેશા મદદ કરતા રહ્યા છે, બૌધ્ધિક છે, સ્થાનિક છે, તેઓ ઉત્તર ગુજરાતના છે,
નરેશ વ્યાસ,,પુર્વ કોર્પોરેટર,ભાજપ
ડીમ્પલ પ્રિયદર્શિની- નેતા એસસી મોર્ચા ભાજપ
અનિતા પરમાર, નેતા એસસી મોર્ચા ભાજપ
અરવિંદ કતપરા, પ્રદેશ કન્વીનર સોશિયલ મિડીયા એસસી સેલ ભાજપ

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

Advertisement

પ્રધાન પ્રદીપ પરમારને ભાજપ દાણી લિમડા કેમ લડાવી શકે

આમ તો સરકારના કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારની ટીકીટ અસારવામાં ફાઇનલ માનવામાં આવે છે, કારણ કે તેમની કામગીરી ખુબ સારી છે
તેઓ ભુતકાળના પ્રધાનો કરતા આગળ નિકળીને માત્ર એસસી સમાજ નહી સર્વ સમાજના સ્વિકૃત નેતા બન્યા છે, લધુમતિ સમાજમાં પણ તેમનો
ખાસ પ્રભાવ જોવા મળે છે,, સુત્રો માને છે કે આ સીટ જો જીતવી હોય તો પ્રદીપ પરમાર જેવા ટ્રબલ શુટર, રાષ્ટ્રવાદી અને નિષ્ઠાવાન નેતાને
મૈદાનમાં ઉતારવામાં આવે તો શૈલેષ પરમાર અને કોંગ્રેસના અજેય ગઢને તોડી શકાય છે, બાકી ભાજપના કોઇ એસસી નેતામાં તાકાત નથી કે
તેમને હરાવી શકે,

નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !


શંભુનાથ ટુંડીયા પણ દાણી લિમડા લડી શકે છે

શંભુનાથ ટુંડીયા પણ ગુજરાતમાં એસસી કોમ્યુનિટીમાં ખુબ પ્રભાવ ધરાવે છે, તેઓ ઝાઝરકા ગાદીના મહંત હોવાના નાતે પણ તેમની મતદારોમાં
સારી સ્વિકૃતી છે, ભુતકાળમાં તેમના કાકા ચતુર ભાઇ ટુડિયા પણ જમાલપુર વિધાન સભા બેઠકથી 2002માં ચૂંટણી લડ્યા હતા, પણ તેમને સફળતા
મળી ન હતી, ખુદ શંભુનાથ ટુડીયા દસા઼ડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે, તેઓ રાજ્ય સભામાંથી સાસંદ પણ રહ્યા છે,,
તેમના ભાઇ સતિષ ટુંડિયા અમદાવાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહ્યાછે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

Advertisement

ફિલ્મી એક્ટ્રેશ ફ્લોરાનો બિન્દાસ્ત અંદાજ

નેપાળી એક્ટ્રેસ અદિતીની માદક અદાઓ થી ઘાયલ થાય ભારતિય ફેન્સ

અંકિતા દવેના સેક્સી લુકથી ફેન્સ થયા ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version