તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !
એક તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદ, વડોદરા સુરત જામનગર રાજકોટ જેવા મોટા મહાનગરોમાં મુલાકાત લઇને ભાજપની કમિટેડ શહેરી વોટ બેંકને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન પણ ગુજરાતમાં ભાજપની સત્તા જળવાઇ રહે તે માટે સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે, જેના ભાગ રુપે અમદાવાદમાં 9 ઓગસ્ટના રોજ બાપુનગરમાં તિરંગા યાત્રામાં ભાગ લેશે જ્યારે 15મી ઓગસ્ટના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ બાપુનગરમાં રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહેશે, આ બન્ને કાર્યક્રમો સંપુર્ણ રાજનિતિક છે, બાપુનગર આવીને પુર્વ વિસ્તારની તમામ વિધાનસભા સીટો ઉપર રાજકીય પ્રભાવ વધારવાની રણનીતિ બનાવી છે
ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલ ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીને બાપુનગર વિધાનસભા બેઠક ગુમાવી હતી, જ્યારે દાણી લિમડા બેઠક 2012થી કોગ્રેસ પાસે છે, ત્યારે આ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે ખુદ ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પણ બાપુનગર આવશે, જ્યારે અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ ભાજપ માંડ માંડ જીતી હતી, જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઠક્કરનગર વિધાનસભામાં ચંદ્ર પ્રસાદ દેસાઇ હોલમાં તિરંગા યાત્રામાં હાજરી આપશે,,આમ તો આ બન્ને કાર્યક્રમો અમદાવાદના પુર્વ વિસ્તારમાં જ ખુબ રણનીતિ પુર્વ રાખવામાં આવ્યા છે, અમદાવાદ પુર્વ વિસ્તારની વાત કરીએ તો અહી બાપુનગર, અમરાઇવાડી, દાણી લિમડા, મણિનગર વટવા નિકોલ, નરોડા, અસારવા અને દરિયાપુર કાજીપુર, સાથે ખાડ઼ીયા અને જમાલપુર જેવી બેઠકોનો સમાવેશ થાય છે, ખાસ કરીને દાણી લિમડા, ખાડિયા જમાલપુર અને દરિયાપુર શાહપુર અને બાપુનગર એમ ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે, ત્યારે આ કાર્યક્રમથી માધ્યમથી આ ચારેય બેઠકો ઉપર ભારતિય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે તે માટે આ કાર્યક્રમના માધ્યમથી માહોલ ઉભો કરાશે,
આમ તો બાપુનગર બીજેપી ના કોર્પોરેટર પ્રકાશ ગુર્જર ની ટિકિટ ફાયનલ માનવા માં આવે છે તેઓ ને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સંકેતો આપી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે..જેનાભાગ રૂપે તેમના દ્વારા જન સમ્પર્ક તેજ કરી દેવામાં આવ્યો છે..જોકે કોંગ્રેસ પક્ષ છોડી ને બીજેપીમાં જોડાયેલા દિનેશ શર્મા આ બેઠક માટે મજબૂત દાવેદાર ગણાય છે.તેઓને ખાસ પ્રદેશ ભાજપ દ્વારા સુરત માં યોજાયેલ કારોબારી બેઠક માં પણ ઉપસ્થિત રખાયા હતા જે પણ ઘણું સૂચક છે…તેઓ પણ આ બેઠક માટે પ્રયત્નશીલ છે જયારે પૂર્વ ગૃહ રાજય પ્રધાન ગોરધન ઝડફિયા રખિયાલ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે.તેઓ પણ બાપુનગર બેઠક માટે મજબૂત દાવેદાર મનાય છે અત્યારે બાપુનગર બેઠક કોંગ્રેસ પાસે છે ત્યારે કોંગ્રેસ ના એમ એલ એ હિમ્મતસિંહ પટેલ નો બાપુનગર મત વિસ્તાર માં વ્યક્તિગત જન સમ્પર્ક જોતા તેમને હરાવવા મુશ્કેલ છે ત્યારે ભાજપ મજબૂત અને અનુભવી ને મેદાનમાં ઉતારી શકે છે
જો બાપુનગર વિધાનસભા બેઠકની વાત કરીએ તો
પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન ગોરધન ઝડફિયા
હાઉન્સિંગ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણી
હેલ્થ કમિટીના વાઇસ ચેરમેન પ્રકાશ ગુર્જર
મ્યુનિસિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ
સરસપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર દિનેશ કુશવાહ
ગુજરાત આયુર્વેદીક બોર્ડના ચેરમેન ડો હસમુખ સોની
ડો વિકાસ શુક્લા
મ્યુ કોંગ્રેસના પુર્વ નેતા દિનેશ શર્મા
નિવૃત ડીવાયએસપી તરુણ બારોટ
સીનિયર એડવોકેટ સુધીર બ્રહ્મભટ્ટ
ડો શ્રધ્ધા રાજપુત
પુર્વ હોસ્પિટલ કમિટી ચેરમેન નાગેશ દેવલપલ્લી
પુર્વ એમએમટીએસ ચેરમેન બાબુ ભાઇ ઝડફીયા
પંકજ શુક્લા,
અજય ભદોરિયા
ધીરેન્દ્ર સિહ તોમર
હિતેન્દ્રસિંહ રાજપૂત પ્રવક્તા વિશ્વ હિન્દૂ પરિષદ ગુજરાત
ઠક્કર નગર વિધાનસભાની વાત કરીએ તો
વલ્લભ ભાઇ કાકડિયા ધારાસભ્ય,
ગોરધન ઝડફિયા
મહેશ કસવાલા
ઇલેશ પાન્સુરિયા
પરેશ લાખાણી
ગૌતમ કથિરીયા
ભરત કાકડિયા
ભાવિક પટેલ
બિપિન પટેલ
દિલિપ કોઠીયા
ડો સુરેશ પટેલ
વિનુ ભાઇ રાદડીયા
શંભુ વાટલિયા પૂર્વ હેલ્થ કમિટીના ચેરમેન
પુર્વ ધારાસભ્ય કનુ કોઠીયા
નરસી પટેલ
અસારવાની વાત કરીએ તો
પ્રદીપ પરમાર ફાઇનલ માનવામાં આવે છે,, અને તેઓ 108 નામથી જનતા વચ્ચે ઓળખાય છે
નિકોલની વાત કરીએ તો
અહી ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલને રીપીટ કરાય તેવી પ્રબળ સંભાવના છે
અમરાઇવાડી વિધાનસભામાં પણ જગદીશ પટેલને પણ રિપિટ કરાય તેવી સંભાવના છે
વટવામાં પણ વાત કરીએ તો અહી પ્રદીપ સિહ જાડેજાને રિપીટ કરાય તેવી સંભાવના છે,
મણિનગરની વાત કરીએ તો
સુરેશ પટેલ ધારાસભ્ય તો દાવેદાર છે,,તેમના સિવાય
અમુલ ભટ્ટ,પુ્ર્વ સ્ટેન્ડિંગ ચેરમેન
અસિત વોરા, પુર્વ મેયર
ધર્મેન્દ્ર શાહ, પુર્વ ચેરમેન ઔડા
દક્ષેશ મહેતા, પુર્વ ચેરમેન ઓક્ટ્રોય
મહેશ કસવાલા
નિશા ઝા,પુર્વ કાઉન્સિલર
આનંદ ડાગા,
શ્વેતા બ્રહ્મભટ્ટ
રમેશ અમીન,
નરેશ શાહ ચેરમેન ગુજરાત પંચાયત પસંદગી મંડળ
નરોડાની વાત કરીએ તો
બલરામ થાવાણી ધારાસભ્ય
અશોક આશાણી
નિર્મલા વાધવાણી, પુર્વ ધારાસભ્ય
આશા ટેકવાણી
ડો પુરુષોત્તમ હરવાણી
કંચન પંજવાણી
બિપિન સિક્કા
વલ્લભ પટેલ, એએમટીએસ ચેરમેન
દિપિકા ત્રિવેદી
આમ અનેક ઉમેદવારો હાલ આ બેઠકો ઉપરથી દાવેદાર માનવામાં આવે છે, ત્યારે આગામી સમયમાં પાર્ટી દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં દાવેદારો દ્વારા શક્તિપ્રદર્શન કરી, પાર્ટીના નેતૃત્વને પ્રભાવિત કરવાના પ્રયાસો કરાશે,જ્યારે જોવાનુ રહ્યુ કે ભાજપ કોના પર પ્રસન્ન થાય છે,,