ગુજરાતની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના નેતાની ભલામણ કોણ માનશે !
ગુજરાત વિધાનસભની ચૂંટણીની જાહેરાત થતા જ ગુજરાતની રાજનીતિને તિલાંજલી આપી ચુકેલા ગુજરાતના મોટા ગજાના નેતા લખનૌમાં બેસીને કમલમમાં હડકંપ મચાવી દીધો છે,તેઓએ પોતાના વિશ્વાસુઓને ટિકીટ અપાવવા વ્યક્તિગત રુપે ગુજરાત ભાજપના સિનિયર અને કદ્દાવર નેતાઓ જેમનો ટિકીટ અપાવવામાં ચાવી રુપ ભુમિકાઓ છે,જેમનો તેઓએ સીધો સંપર્ક સાધી 22 જેટલા વિશ્વાસુઓને ટિકીટ આપવા માટે આદેશ કર્યો છે,લખનૌથી આદેશ મળતા જ સ્થાનિક કદ્દાવર નેતાઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે,શુ કરવુ કોનો આદેશ માનવો એક નેતા કમલમમાં બેસીને સાંભળી રહ્યા છે,તો બીજા લખનૌથી આદેશ આપી રહ્યા છે,
અસારવા વિધાનસભા બેઠક માટે પુર્વ ડેપ્યુટી મેયર દર્શના બેન વાધેલા મજબુત દાવેદાર માનવામાં આવે છે,તેઓ વાલ્મિકી સમાજના કદ્દાવર નેતા છે,અસારવા વિધાનસભા બેઠક પર અત્યારે રાજ્યસરકારના કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે,તેઓ વણકર સમાજમાં થી આવે છે,તેઓ પ્રથમ વખત વર્ષ 2017માં ધારાસભ્ય તરીકે ચુંટાયા અને વર્ષ 2021માં ભુપેન્દ્ર પટેલ સરકારમાં સામાજીક ન્યાય બાબતોના પ્રધાન બન્યા,આમ તો તેમની ટિકીટ અસારવામાં ફાયનલ માનવામાં આવે છે,તેઓ અસારવામાં 108થી ઓળખાય છે,તેઓ સિવિલમાં સેવામાં ખડે પગે ઉભા રહેતા હોય છે,ત્યારે સ્વાભાવિક છેકે તેમના સમર્થકોને પણ ઇચ્છા છે કે તેમને ટિકીટ મળે,જો કે અન્ય પાચ દાવેદારો પણ આ બેઠક પર મૈદાનમાં છે,
પુર્વ ડેપ્ચુટી મેયર દિનેશ મકવાણા,અમદાવાદ શહેર એસસી મોર્ચાના પ્રમુખ ભદ્રેશ મકવાણા, અશ્વિન બેંકર,પ્રહલાદ પરમાર અને નરેશ ચાવડા જેવા નેતાઓના નામ પણ પેનલમાં છે,જો કે લખનૌનાા નેતાઓ દર્શના બેન વાધેલાની ભલામણ કરતા કમલમના નેતાઓના ભવા ઉચાં થઇ ગયા છે,
દસક્રોઇ વિધાનસભા બેઠક પર અત્યારે બાબુભાઇ જમનાદાસ પટેલ ધારાસભ્ય છે,તેઓ હમેશા દિનદુખિયારાઓની મદદ કરતા હોય છે, તેમને પાસે મદદ માંગવા જનાર ક્યારેય પરત ફરતા નથી, તેમને સર્વસમાજ દાનવીર કાકા તરીકે ઓળખે છે,આ બેઠક પર ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના અંગત સચીવ અને અમદાવાદ શહેરના પુર્વ મહામંત્રી ગૌરાંગ પટેલ અને ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બિપીન પટેલ મજબુત દાવેદાર ગણાય છે,
વેજલપુર વિધાનસભા બેઠક પર કિશોર ચૌહાણ વર્ષ 2012 અને 2017 એમ બે વખત ચૂંટાયા છે,, ત્યારે આ વખતે અમદાવાદના પુર્વ મેયર મિનાક્ષી બેન પટેલ માટે ઉત્તર પ્રદેશના મોટા નેતાઓ ભલામણ કરી છે,
સુરતના મેયર હેમાલી બોધાવાલાને વિધાનસભાની ચૂંટણી લડાવવા માટે પણ ભલામણ કરાઇ છે,઼
પાટણ વિધાનસભા બેઠક માટે ભાજપના પુર્વ મહામંત્રી કે સી પટેલની ભલામણ કરાયા હોવાની ચર્ચા છે,