ગુજરાતમાં વિપક્ષ ના નેતા કોણ બનશે?
ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર 19 ડિસેમ્બરના રોજ મળનાર છે.જેમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે.પ્રથમ મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો ધારાસભ્ય તરીકેના શપથ લેશે.ત્યારબાદ સિનિયોરીટી અને વિસ્તાર વાઈઝ ધારાસભ્યો શપથ લેશે.જયારે ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતમાં અત્યાર સુધીનો કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે..કોંગ્રસને 182 બેઠકો માંથી માત્ર 17 બેઠકો મળી છે.જોકે આ વખતે અર્જુન મોઢવાડીયા ,તુષાર ચૌધરી ,શૈલેષ પરમાર ,અમિત ચાવડા ,જીગ્નેશ મેવાણી જેવા નેતાઓ ચૂંટણી જીત્યા છે..ત્યારે વિપક્ષનું નેતા પદ પામવા માટે અમિત ચાવડા શૈલેષ પરમાર અને અર્જુન મોઢવાડીયા જેવા સિનિયર નેતાઓ મજબૂત દાવેદાર ગણાય છે.જોકે કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત માં વિપક્ષ નો નેતા નક્કી કરશે.ત્યારે નોંધનીય છે કે ભૂતકાળમાં અર્જુન મોઢવાડીયા વિપક્ષ નેતા તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે..વિપક્ષ નેતા નું પદ નક્કી થયા બાદ ગુજરાતમાં કોંગ્રેસની કાયાપલટ તે માટે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જગદીશ ઠાકોરના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે.