ગાંધીનગર

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

Published

on

ઠાસરામાં રામના પરિવાર સામે કોણ પડશે ભારે !

ગુજરાતમાં વિધાનસભા ચૂટણીમાં દાવેદારોની મહત્વની ભુમિકા હોય છે, ત્યારે ભાજપની સ્થિતિ રાજકીય રીતે મજબુત હોવાથી
ઉમેદવારોની ભરમાર જોવા મળી રહી છે,,અહી રામસિહ પરમાર અને તેમના પરિવારનો દબદબો છે, છતાં અનેક દાવેદારો તેમની સામે
પડકાર રુપ સાબિત થઇ શકે છે,

ઠાસરા વિધાનસભા બેઠકનો ઇતિહાસ

વર્ષ 1962માં સ્વતંત્ર પક્ષના કિરીટ સિહ ઠાકોરે,કોગ્રેસના ફુલાભાઇ પટેલને હરાવ્યા

Advertisement

વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ ડી દેસાઇએ કોગ્રેસના યુ જી પરમારને હરાવ્યા

વર્ષ 1972માં કોંગ્રેસના ઘનશ્યામ પંડિતે કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના ડી જી પરમારને હરાવ્યા

વર્ષ 1975માં કોંગ્રેસના વાય વાય મલેકે કોંગ્રેસ ઓગ્રેનાઇઝેશનના મુળજી ભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 1980માં કોગ્રેસ ઇન્દિરાના વસીન મિયા મલેકે જેએનપી(જેપી) રામ સિહ પરમારને હરાવ્યા

વર્ષ 1985માં જેએનપીમાંથી ચંપાબેન રામસિહ પરમારે કોંગ્રેસેના યાસીનમિયા મલેકને હરાવ્યા

Advertisement

વર્ષ 1990માં જનતાદળના રામસિહ પરમારે, કોંગ્રેસના ભરત સિહ રાઠોડને હરાવ્યા

વર્ષ 1995માં કોગ્રેસે રામસિહ પરમારે અપક્ષ વિજય પટેલને હરાવ્યા

વર્ષ 1998માં કોગ્રેસે રામ સિહ પરમારે ભાજપના વિજય પટેલને હરાવ્યા

વર્ષ 2002માં બીજેપીના ચૌહાણ ભગવાન સિહે કોગ્રેસના રામ સિહ પરમારને હરાવ્યા

વર્ષ 2007માં કોગ્રેસના રામસિહ પરમારે ભાજપના ભગવાન સિહ પરમારને હરાવ્યા

Advertisement

વર્ષ 2012માં કોગ્રેસના રામ સિહ પરમારે ભાજપના પ્રતિક્ષા બેન પરમારને હરાવ્યા

વર્ષ 2017માં કોંગ્રેસના કાંતિ ભાઇ પરમારે ભાજપના રામસિહ પરમારને હરાવ્યા,

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

ઠાસરાના બેઠકનું ઐતિહાસિક ફેક્ટ,,

ઠાસરા બેઠક ઉપર સૌથી વધુ જીતવાનો રામસિહ પરમારના નામે નોધાયો છે
પણ આ બેઠક ઉપરથી જીતવાની શરુઆત તેમની પત્ની ચંપાબેન પરમારે કરી હતી

Advertisement

અલગ અલગ પક્ષોમાંથી ચૂટણી લડવાનો રેકોર્ડ પણ રામસિહ પરમારના નામે છે
તેઓ જનતાદળ,કોંગ્રેસ અને ભાજપ જેવા રાજકીય પક્ષોમાંથી હાથ આજમાવી ચુક્યા છે
જોકે તેમને 2017માં કોંગ્રેસ સાથે કરેલ વિશ્વાસઘાતનો બદલે ઠાસરાના મતદારોએ લીધો
તેમને હરાવનાર કાંતિ પરમારે તેમની જેમ ભાજપ છોડી કોગ્રેસમાંથી ચૂટણી લડી રામ સિહને રમતા કરી દીધા

આ બેઠક ઉપર ઉપરથી 1975 અને વર્ષ 1980માં મુસ્લિમ ઉમેદવારો પણ વિજેતા બન્યા છે,

આ બેઠક ઉપર બે વખત પાટીદાર ઉમેદવારો ચૂંટણી લડ્યા પણ અહી તેઓ સફળ થયા નથી,

ભાજપ આ સીટ ઉપરથી 2002માં એકજ વખત જીત્યું છે,ગોધરા કાંડ બાદ રાજ્યમાં થયેલ હિન્દુત્વની લહેરનો લાભ
ઠાસરા બેઠક પર મળતા ગુજરાતની સ્થાપના પછી ભાજપના ઉમેદવાર જીત્યા હતા
ભાજપના ભગવાને કોગ્રેસના રામને હરાવીને પાચ વરસનો વનવાસ આપી દીધો
જોકે 2007માં કોગ્રેસના રામસિહે ભાજપના ભગવાનને હરાવીને હમેશા માટે રાજકીય વનવાસમાં મોકલી દીધો,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !

Advertisement

ઠાસરના ઉમેદવારાની હારમાળા

રામસિહ પરમાર,પુર્વ ધારાસભ્ય
યોગેન્દ્રસિહ રામસિહ પરમાર, પુર્વ ધારાસભ્યના પુત્ર- ઠાસરા એપીએમસીના ચેરમેન
નયનાબેન પટેલ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ
વિમલ ઉપાધ્યાય, પુર્વ વાઇસ ચેરમન, બિન અનામત વર્ગ આર્થિક વિકાસ નિગમ
મિનેશ ભાઇ પટેલ-સ્થાનિક ભાજપ આગેવાન
ચંદ્રકાંત પટેલ, પુર્વ જિલ્લા ભાજપ મંત્રી
રવિન્દ્ર સિહ પરમાર, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ(બક્ષી પંચ મોરચો)
મહેશ પરમાર,પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત, ઠાસરા
અમરસિહ દરબાર,પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઠાસરા
વિનુભાઇ પટેલ, પુર્વ ઉપ પ્રમુખ, ખેડા જિલ્લો ભાજપ
શૈલેષ પટેલ, ગલતેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ
લક્ષ્મણ સિહ પરમાર, ઠાસરા તાલુકા ભાજપ પ્રમુખ
કંચન સિહ ચાવડા, પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઠાસરા
હરેશ રાઉલજી ,પુર્વ ઠાસરા તાલુકા ભાજપ પ્રમુખ
અંબાલાલ પરમાર, પુર્વ પ્રમુખ ઠાસરા સરપંચ એશો.
રાજેશ પટેલ, પુર્વ પ્રમુખ ડાકોર નગર પાલિકા
પ્રવિણ સિહ રાઠોડ, પુર્વ તાલુકા પંચાયત સંભ્ય
રાજેશ ચાવડા, સભ્ય તાલુકા પંચાયત ઠાસરા
માધવસિહ સોલંકી, નિવૃત આચાર્ય,
બળવંત સિહ ચૌહાણ,પુર્વ મહામંત્રી ઠાસરા તાલુકો,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !


કાંતિભાઇ પરમાર પણ કરી શકે છે ઘર વાપસી

વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂટણીમાં કાંતિભાઇ પરમારને ભાજપે ટિકીટ ન આપતા તેઓ કોગ્રેસમાંથી ચૂટણી લડ્યા અને પક્ષ પલ્ટો કરીને આવેલા ભાજપના
ઉમેદવાર રામસિહ પરમારને ઘર ભેગા કરી દીધા હતા, જો કે હવે રાજકીય સ્થિતિ બદલાઇ છે, ભાજપનો ટાર્ગેટ 182 બેઠકો જીતવાના છે, ત્યારે ભાજપ માટે એક એક જીતવી
ખુબ મહત્વની છે, ઠાસરા બેઠક ભાજપ અત્યાર સુધી માત્ર વર્ષ 2002માં માત્ર એક વખત જીત્યું છે, ત્યારે કોગ્રેસના ધારાસભ્ય અને મુળ ભાજપી એવા કાંતિ ભાઇ પરમારની
ઘર વાપસી માટે ભાજપ તખ્તો તૈયાર કરી રહી છે, કાંતિભાઇ પરમાર ઘર વાપસી કરવા તૈયાર થશે તો રામ સિહ પરમાર અને તેમના પરિવાર માટે મુશ્કેલી સાબિત થઇ શકે છે,

Advertisement

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

રામ સિહ પરમાર પુત્રને અપાવી શકશે ટીકીટ

રામ સિહ પરમાર જનતા દળ અને કોંગ્રેસમાંથી પાચ ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે,,એક વખત જેએનપીમાંથી તેમના પત્ની
ચંપાબેન પરમાર પણ ધારાસભ્ય રહી ચુક્યા છે, આમ છ ટર્મ રામસિહ પરમાર અને તેમના પરિવારનો કબ્જો રહ્યો છે,,
ત્યારે હવે તેઓ પોતાના પુત્ર યોગેન્દ્ર સિહ પરમાર માટે મહેનત કરી રહ્યા છે,યોગેન્દ્ર સિહ પરમાર હાલ ઠાસરા એપીએમસીના ચેરમેન
જો કે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપની નિતી પરિવારવાદને પ્રોત્સાહન આપવાની નથી, ખુદ નરેન્દ્રમોદીએ સાસંદો સાથેની બેઠકમાં પણ સ્પષ્ટ કર્યુ હતું
પરિવાર જનો માટે પાર્ટીમાં કોઇ સ્થાન નથી, અપવાદ રુપ કિસ્સાઓમાં શક્તિશાળી પરિવારો સામે ઘણી વખત ભાજપ નત મસ્તક થયું છે
ત્યારે ઠાસરામાં રામસિહ પરમાર પોતાની શક્તિ સામે ભાજપને દંડવત કરાવશે કે પછી પોતે પુત્રની ટિકીટ માટે દંડવત કરશે,,છતાં
ટિકીટ આપવાની આખરી નિર્ણય તો ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ ઠાસરામાં કોણ જીતી શકે છે તેને આધારે ટિકીટ આપશે,

અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version