ભાજપે શરુ કર્યો ઓપરેશન નરેશ પટેલ !
ખોદલધામના પ્રમુખ, પાટીદાર સમાજના આગેવાન અને સૌરાષ્ટ્રના મોટા ગજાના સમાજિક નેતા નરેશ પટેલે ભાજપમાં જોડવા એટલુ જ નહી તેમને સીએમ પદ સુધી ઓફર આપવા માટે ભાજપે રણનિતિ તૈયાર કરી લીધી છે
ઉલ્લેખનિય છેકે આ તમામ અભિયાન પીએમ નરેન્દ્રમોદી અને ગૃહ પ્રધાન અમિતશાહના સ્તરેથી શરુ કરી દેવાયા છે,, પીએમ મોદી અને અમિતશાહના વિશ્વાસુઓ હવે સીધી રીતે નરેશ પટેલને
પીએમ નરેન્દ્રમોદી અને અમિતશાહનો સંદેશો પહોચડવા અથવા એમ કહીએ કે પ્રપોઝલ જલ્દી જ પહોચાડી દેશે તેવુ, સુત્રો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને ગુજરાતના સીએમ પદની ઓફર પણ આપી શકાય છે,,
Gujarat Polls: Wooed by all parties, Patidar leader Naresh Patel says, "Wait till March end"
"In my opinion, there should be a strong opposition. From Indira Gandhi to Atal Bihari Vajpayee, all wanted the opposition to be strong.” https://t.co/dJqsPgE4DF
— AAP Report (@AAPReport) March 15, 2022
નરેશ પટેલ અત્યારે ગુજરાતમાં રાજનિતિનો કેન્દ્ર બન્યા છે, આમ તો તેઓએ સ્પષ્ટતા કરી દીધી છે કેતેઓ યોગ્ય સમય આવ્યે નિર્ણય કરશે,,
છતાં કોગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતિય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ નરેશ પટેલને લઇને નિવેદનો કરી રહ્યા છે, એટલુ જ નહી પાટીદાર સમાજમાં પણ તેને લઇને ચર્ચાઓ થઇ રહી છે
આમાં હાલ જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે, સૌથી પહેલા કે નરેશ પટેલ 2022 ગુજરાત વિધાસભા ઇલેક્શન પહેલા રાજનિતીમાં આવી શકે છે, જો તેઓ રાજનિતિમાં આવે તો કઇ પાર્ટીમાં જાય,,
રાજ્યની ત્રણેય મુખ્ય પાર્ટીએ નરેશ પટેલને આવકારવા લાલ જાજમ પાથરીને બેઠા છે,ત્યારે નરેશ પટેલ હાલ પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે,,જેથી તેઓએ અત્યારે કયા પક્ષમાં જવુ તેને લઇને કોઇ ખુલાસો
કર્યો નથી,
https://twitter.com/PoliticalUpdat8/status/1503742227314577409?s=20&t=e8bP_3Yrn4BM8bEMI_cA4g
ભાજપ માટે નરેશ પટેલ કેમ છે જરુરી
નરેશ પટેલને લઇને જે રીતે ચર્ચાઓ થઇ રહી છે, સૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદારોમાં કેશુભાઇ પટેલ પછી ગોરધન ઝડફીયા, મનસુખ માંડવિયા, જયેશ રાદડિયા,જીતુવાઘાણી, અરવિંદ રૈયાણી વલ્લભ કાકિડાયા દિલિપ સંધાણી જેવા નેતાઓ છે,, ત્યારે બીજેપી પાસે અત્યારે સમગ્ર પાટીદાર સમાજમાં સ્વિકૃત નેતાની કમી અત્યારે પણ વર્તાઇ રહી છે,,કેશુભાઇ પટેલ પછી મનસુખ માંડવિયાને ભાજપે પ્રમોશ આપ્યુ, ત્યારે માનવામાં આવ્યુ કે તેમને કેશુભાઇના વિકલ્પ તરીકે પાર્ટીએ પ્રમોટ કર્યા હતા, કેન્દ્રમાં આરોગ્ય મંત્રી જેવો કદ્દાવર પોર્ટફોલિયો પણ આપ્યો, છતાં જોઇએ ત્યારે સમગ્ર પાટીદારોના મત અંકે કરવામાં સફળતા મળી નહી,, 2017ના ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એ બતાવ્યું છે, સૌરાષ્ટ્રમાં ભાજપને મોટૂ નુકશાન થયુ,, જેવી કાકડિયા, બ્રિજેશ મેરજા, લલીત કગથરા,લલીત વસોયા, જેવા પાર્ટીદાર નેતાઓ તત્કાલિન સમયે કોગ્રેસમાંથી જીત્યા હતા, ત્યારે ભાજપને 2022ના અંતે યોજાનાર વિધાનસભાની ચૂટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, ચંદ્રકાંત પાટીલે 182 સીટો જીતવાનો કાર્યકર્તાઓને લક્ષ્યાંક આપ્યો છે, જે પાર પાડવો બીજેપી માટે લોઢાના ચણાં ચાવવા સમાન છે,જે ચંદ્રકાંત પાટીલને સમગ્ર ગુજરાતના પ્રવાસ દરમિયાન સમજાઇ ગયુ છે,જેથી ભાજપ સર્વ સ્વિકૃત નેતા કહી શકાય તેવા નરેશ પટેલ માટે લાલ જાજમ બિઝાવી રહ્યા છે
ચંદ્રકાન્ત પાટીલ ઉર્ફે ભાઉની શુ છે રણનિતી !
સી.આર.પાટીલનો વીડિયો વાયરલ 'આત્મારામ પરમારે મોટું વિચાર્યુ હોત તો હું મુખ્યમંત્રી બની ગયો હોત' pic.twitter.com/I8XR6VN1UG
— News18Gujarati (@News18Guj) August 26, 2020
ચંદ્રકાંત પાટીલ ઉર્ફે ભાઉના નામે જાણીતા સીઆર પાટીલની રણનિતિ અત્યારે 182 બેઠકો જીતવાની છે,તેના માટે તેઓ સુપર સીએમની જેમ કામ કરી રહ્યા છે, અત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલના સીએમ ઓફિસ કરતા
સેક્ટર 9માં આવેલ પાટીલના નિવાસ સ્થાને પ્રધાનોથી લઇને સરકારના સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની ફોજ જોવા મળે છે, એજ બતાવે છે કે ગુજરાત સરકારનો વહીવટ ક્યાંથી ચાલે છે !
સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ઝાઝરકા ખાતે પુર્વ સાંસદ શંભુનાથ ટુંડિયા અને પુર્વ મંત્રી આત્મારામ પરમાર સહિતના ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જાહેરમાં કાર્યકર્તાને સંબોધતા કહ્યુ હતુ કે
આત્મારામ પરમારે મોટુ વિચાર્યુ હોત તો હુ મુખ્યમંત્રી બની ગયો હોત, આજ વાત બતાવે છે કે તેમના મનની ઇચ્છા શુ છે, તેઓ કાયમ કહેતા હોય છે કે દરેક કાર્યકર્તાએ મહત્વકાંક્ષા બનવુ જોઇએ છે,
ચીખલી ખાતે સ્પંદન હોસ્પિટલ અને શ્રી સ્વામીનારાયણ નર્સિંગ કોલેજનાં સહયોગથી શારદા ફાઉન્ડેશન દ્વારા આયોજીત નિશુલ્ક મેડિકલ કેમ્પનું ઉદઘાટન કર્યું.
કેબિનેટ મંત્રીશ્રી @NareshPatelBJP જી, નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઇ શાહ સહિત શારદા ફાઉન્ડેશનના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા. pic.twitter.com/E7oMiDYp3v
— C R Paatil (@CRPaatil) March 19, 2022
નરેન્દ્રમોદી ન કરી શક્યા તે ચંદ્રકાંત પાટીલ કરવા માંગે છે
ચંદ્રકાંત પાટીલે જ્યારથી ગુજરાત ભાજપની કમાન સંભાળી છે ત્યારથી તેમણે સંગઠન અને સરકારને નવી દિશા આપી છે,,સ્થાનિક સ્વરાજની ચૂટણીમા તેઓએ તમામ જિલ્લા તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાવ્યો હતો
ગાંધીનગર જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાવ્યો હતો, જે નરેન્દ્રમોદી ગુજરાતમાં 13 વર્ષના શાસનમાં કરી શક્યા ન હતા, મોદી કરતા પણ પાટીલની સંગઠન શક્તિ અને વ્યુહ રચના
ગાંધીનગરમાં કામે લગી,, હવે આગામી સમયમાં પુર્વ મુખ્યમંત્રી માધવ સિહ સોલંકીનો વર્ષ 1985માં ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં 149 બેઠકોનો રેકોર્ડ તોડવા માંગે છે, જે નરેન્દ્રભાઇની પણ ઇચ્છા હતી
છતાં તેઓ કરી શક્યા નહતા, ત્યારે આગામી સમયમાં મોદીથી પણ એક સ્ટેપ આગળ 182 બેઠક જીતીને પાટીલ ગુજરાતનું સર્વેોચ્ચ સિહાંસન કબ્જે કરવા માંગે છે, અત્યારે ભલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ હોય
પરંતુ ખરુ શાસન તો ગુજરાતમાં પાટીલની ચલાવે છે, તે પણ એટલી જ વાસ્તવીકતા છે,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા માઇક્રો ડોનેશન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @MSPatelBJP જીએ 3000 રસીદનું પુસ્તક તૈયાર કરી સુપરત કર્યું. એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. pic.twitter.com/gutRl7VcOL
— C R Paatil (@CRPaatil) March 19, 2022
પટેલ અને પાટીલ વચ્ચે સીએમ પદને લઇને થઇ શકે વૉર !
નરેશ પટેલને લઇને ભાજપ કોગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા જામી છે,,કોગ્રેસ કે આપ નરેશ પટેલને પોતાની સાથે લઇ જવામાં સફળ થઇ જાય તો ભાજપને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થઇ શકે છે, તેવી દહેશત
ભાજપના જ વરિષ્ઠ નેતાઓ વ્યક્ત કરી છે,જો નરેશ પટેલ ભાજપ સિવાયના પક્ષમાં જશે તો ભાજપને સત્તાથી હાથ ધોઇ નાખવો પડશે, 2017માં ભાજપ પાટીદારોની નારાજગીના કારણે 100 સીટો પણ અંકે કરી શકી ન હતી
ત્યારે ભાજપને નરેશ પટેલને ગુમાવવા પોશાય તેમ નથી, નરેશ પટેલને કોઇ પણ રાજકિય પક્ષ સાથે ન જોડાવવા માટે મથામણ પણ થઇ રહી છે,,જેથી ભાજપને નુકશાની માંથી બચાવી શકાય,, કેન્દ્રીય નેતાગિરી પાસે બે જ વિકલ્પ છે,,નરેશ પટેલને પેકેજના ઓફર સાથે ભાજપમાં જોડવા,, જોકે નરેશ પટેલના નજીકના સુત્રો કહે છે કે તેમને કેશુભાઇ પટેલની જેમ સીએમ પદથી ઓછુ કઇ ખપતુ નથી, આવા સંજોગોમાં ચંદ્રકાંત પાટીલ સામે નરેશ પટેલ રોડુ બની શકે છે, ત્યારે બીજેપીના અનેક સિનિયર પાટીદાર નેતાઓ છે જે નથી ઇચ્છતાં કે નરેશ પટેલ ભાજપમાં જોડાઇને સીએમ બને,,કારણ કે નરેશ પટેલ સીએમ બને તો પાટીદાર નેતાઓના રાજનિક ભવિષ્યની બેંડ વાગી જશે,,અને ચંદ્રકાંત પાટીલની મનની મનમાં રહી જશે !જેથી પાટીલ નથી ઇચ્છતા નરેશ પટેલ ભાજપમાં આવે એવુ પાટીલના નજીકના સુત્રો કહે છે, મોદી અને શાહની ઇચ્છા કોઇને નહી પણ સંગઠન અને સરકારને મજબુત કરવાની ઇચ્છા છે,