અમદાવાદ
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
અગ્નીવીર યોજનાને લઇેન હવે હાર્દીક પટેલ સરકારના બચાવમા ઉતર્યો છે, જો કે સોશિયલ મિડીયા યુઝર્સે તેની ઘોલાઇ કરી નાખી છે, જેનો તેની પાસે કોઇ જવાબ નથી
લોકોએ ત્યાં સુધી કહ્યુ છે કે પહેલા પાટીદાર સમાજના 14 યુવાનોના પરિવારને સરકારી નોકરી આપવા, પછી અગ્નીવીર યોજનાની વાત કર,,
વડા પ્રધાન નરેન્દ્રમોદીની સરકારે દેશના યુવાનોને લશ્કરની ત્રણેય પાખોમાં તક મળે તે માટે અગ્નીપથ યોજના લોંચ કરી છે, જો કે આ યોજનાને સાનુકુળ પ્રતિસાદ મળવાના બદલે દેશ ભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, દેશના યુવાઓ રસ્તાઓ ઉપર આવીને બસો, રેલવે જેવા સરકારી સપંતિને આગ લગાડવાનુ કામ કરી રહ્યા છે,, યુવાનોનો ગુસ્સો થંભવાનુ નામ નથી લઇ રહ્યું ત્યારે ગુજરાતના પાટીદાર અનામત આદોલન દરમિયાન, પાટીદાર યુવાનોના આઇકોન બનેલા હાર્દીક પટેલ અગ્નીપથ યોજનાના અગ્નીવીરો માટે નોકરી આપવાની ભલામણ કરી રહ્યા છે, તેઓએ દેશ વિદેશ વસતા પાટીદાર વેપારી અને ઉદ્યોગપતિઓને ચાર વર્ષ નોકરી
કરીને રિટાર્યડ થયેલા યુવાઓને નોકરીમાં રાખવા સુચન કર્યુ છે,,
જો કે તેણે ટ્ટીટરના માધ્યથી પણ પોતાની લાગણી પત્ર સ્વરુપે વ્યક્ત કરતાની સાથે જ સોશિયલ મિડીય યુઝર્સે તેના ઉપર ભડકી ઉઠ્યા હતા, ખાસ કરીને તેના ચિરકુટ,ભગોડા પટેલ, પક્ષ પલ્ટુ જેવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો,, ખાસ કરીને પાટીદાર અનામત આદોલન દરમિયાન શહીદ થયેલા 14 યુવાનોના પરિવાજનોને નોકરી અપાવવા સુધી ટિપ્પણી કરી હતી ખાસ કરીને કહેવાયુ હતું કે હવે તુ ભાજપમાં ધુસી ગયો છે તો આ શહીદ પરિવારાનો નોકરી અપાવજો
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !
ભામાસા બીડી રાવ હોલ માર્ગ નામ અપાતા બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી