PATAN

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

Published

on

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

એક તરફ સમગ્ર દેશમા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે,,ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના ગુજરાતમાં દલિત સમાજનો યુવાન ઘોડા પર બેસીને લગ્ન કરવા પણ જઇ શકતો નથી,, આ વખતે ઉત્તર ગુજરાતના
પાટણ જિલ્લાની છે, જ્યાં પોલીસની હાજરીમાં દલિત યુવાન યુવાનના વરઘોડા ઉપર પત્થર મારો થયો અને પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે, મહત્વની વાત એ છે કે દલિત યુવાન અને તેના પરિવારને પહેલે થી જ આશંકા હતી કે જેથી પોલીસ બંદોબસ્ત માગ્યો હતો, છતાં પત્થર મારો થયો અને વરરાજા સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા,,

પાટણના ભાટસણ ગામે દલિત યુવાનનો વરઘોડો નિકળ્યો હતો. ભાટસણ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત સમાજના યુવાનના લગ્નમાં વરઘોડાનું આયોજન કરાયું હતું. જેને લઇને ગામમા જ કેટલાક સમાજના લોકોએ વિરોધ નોધાવ્યો હતો, અને તેમને વરધોડો ન કાઢવા માટે ગર્ભીત ચિમકી આપી હતી, જો કે દલિત યુવાન અને તેનો પરિવાર મકકમ હતો, એટલે ગામના માથા ભારે તત્વો સામે વશ થવાના બદલે તેઓએ પાટણ જીલ્લા પોલીસની મદદ માંગી,, પાટણ જિલ્લા પોલીસના ચુનંદા
અધિકારીઓ અને કર્મચારીઓ ગુરુવારે સવારે ગામમાં આવી પહોચ્યા, પોલીસની હાજરીમાં રંગે ચંગે બેન્ડ વાજા સાથે વરઘોડો નિકળ્યો,વરધોડામાં પરિવાર પણ જોડાયો, જો કે વરધોડો થોડો આગળ પહોચ્યો ત્યાં તો વરરાજા અને અને તેના પરિવાર ઉપર
પોલીસની હાજરીમાં જ ભારે પત્થર મારો શરુ થયો, ખુશીના પ્રસંગમાં ચીસા ચીસમાં ફેરવાઇ ગયો, જેને જ્યાં જગ્યા મળી તેઓ પોતાને બચાવવા ભાગવા લાગ્યા, અસામાજીક તત્વોએ મંડપ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મંડપનો કેટલોક ભાગ પણ સળગી ગયો હતો, આ ઘટનામાં વરરજા સહિત આઠ લોકો ઘાયલ થયાં,,108 એમ્બ્યુલંશ આવી,, વરરાજાને 108ની ટીમે પ્રાથમિક સરવાર આપી,, આ ઘટનાના પગલે ઘોડા વાળો પણ ભાગી ગયો, પોલીસે આ ઘટનામાં સાત લોકોની અટકાયત કરી,, અને સમાજના આગેવાનોને ભેગા કરીને શાંતિ સુલેહ કરાવી દીધી,,
અતે બીજી ઘોડી મંગાવીને રંગે ચંગે, ડીજેના તાલ ઉપર ઘાયલ વરરાજાનું વરઘોડો નિકળ્યો લગન સમ્પન્ન થયા,,

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

Advertisement

સંઘે રાજ્ય સરકારને દલિત વિરોધી તત્વોને ડામવા આપી સલાહ

નેશનલ ક્રાઇમ રેક્રોર્ડ બ્યુરોના લેસ્ટેસ્ટ રિપોર્ટ મુજબ,ગુજરાતમાં દલિતો ઉપર અત્યારચારના 1300 કરતા વધુ ઘટના બની છે,,જેને લઇને આર એસ એસના વરિષ્ઠ પ્રચારક દ્રારા ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમમાં ખાસ બેઠકનુ આયોજન કરાયુ હતું
જેમાં રાજ્યમાં દલિતો ઉપર વધી રહેલા હુમલાઓને ચિન્તા વ્યક્ત કરાઇ હતી, આ પ્રકારની ઘટના ન બને તે માટે ભાજપ સંગઠન અને સરકારને સૂચનો કરાયા હતા,,કે રાજ્યમાં સમાજીક સમરસતાનો વાતાવરણ બને સમાજમાં ઉચ નિચની જે ભાવના ઘર કરી ગઇ છે તે દુર કરવામાં આવે એ માટે વધુ પ્રયાસો કરવામા આવે, સાથે દલિત વિરોધી માનસિકતા ઘરાવતા તત્વો, અને હિન્દુ સમાજને તોડવા પ્રયત્ન કરતા તત્વોને ડામવા ત્વરીત પગલા ભરીને સમાજમાં દાખલો બેસાડવાની સલાહ અપાઇ હતી,

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version