અમદાવાદ

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

Published

on

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યાર સુધી ભીડ એકત્ર કરવા માટે ભારતિય જનતા પાર્ટીની જવાબદારી રહેતી હોય છે, પણ 31 તારીખના કાર્યક્રમને સફળ બનાવવા માટે હવે ભીડ એકત્ર કરવા માટેની જવાબદારી
પુરવઠા વિભાગને સોપવામાં આવી છે,. મહત્વપુર્ણ બાબત એ છે કે ભીડ એકત્ર ન કરી શકે તેવા અધિકારીઓને લેખિતમાં ધમકી પણ અપાઇ છે,,હવે અધિકારીઓ સ્થાનિક સસ્તા અનાજના દુકાનદારોને પાચ પાચ રેશનકાર્ડ ધારકોને
ગાંધીનગર અને પિરાણા પહોચાડવાની જવાબદારી સોપાઇ, સાથે પાચ લોકોને લાવવા લઇ જવાની જવાબદારીની સાથે ખાવા પીવાનુ ધ્યાન પણ રાખવાની કડક સુચના દુકાનદારોને અપાઇ છે,અને જે દુકાનદારો પાચ વ્યક્તિની યાદી નહી
આપે,,તેમની સામે પગલા લેવાની ચિમકી આપી રહ્યા છે,,

આમાં કહાની શરુ થાય છે અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના નિયામકના 24 મેના એક પરિપત્રથી, જે પરિપત્ર સમગ્ર રાજ્યના જિલ્લા પુરઠવા તંત્ર અને શહેરોના પુરવઠા અધિકારીઓને મોકલવામા આવ્યો હતો,
જેની અદર લખાયેલુ હતું કે 31મેના રોજ હિમાચલ પ્રદેશથી વડા પ્રધાન નરેન્દ્રમોદી આઝાકાના આમૃત મહોત્સવ કાર્યક્રમનુ ઉદ્ઘાટન કરશે જેના માટે તેઓ સ્વૈચ્છિક સંસ્થાઓ,, સ્વતંત્રતા સેનાનિયો, ચુટાયેલા પ્રતિનિધીઓ
અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે, જેના માટે , પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વન નેશન વન રેશનકાર્ડ યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ વાર્તાલાપ કરશે, જેના માટે અહીથી વ્યવસ્થા કરવાની છે,

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

Advertisement

આ કાર્યક્રમ બે ભાગમાં વહેચાશે, જેમાં પ્રથમ કાર્યક્રમ રાજ્ય અને જિલ્લાના રહેશે જે 10.15થી લઇને 10.50 સૂુધી ચાલશે,
જ્યારે બીજો કાર્યક્રમ રાષ્ટ્રિય સ્તરનો હશે જેમાં સિમલા ખાતેથી વર્ચુઅલ જોડાવાનો રહેશે, જેમાં વડા પ્રધાન પસંદ કરાયેલા લાભાર્થીઓ સાથે વાત ચિત કરશે,,જેમાં ત્રણેય યોજના હેઠળ જિલ્લા સ્તરે 20 લાભાર્થીઓ ભાલ લઇ શકે તેવી વ્યવસ્થા કરવા
સાથે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ જાણ કરી દેવાયું છે, વડા પ્રધાન ત્રણ યોજનાના પંચ મહાલ ગાંધીનગર કચ્છ ,જુનાગઢ મહેસાણા અને સુરતના લાભાર્થિઓ સાથે વાત ચિત કરશે, જેથી સમગ્ર લાભાર્થિઓનો મોનિટરિંગ સતત કરતા રહેવાનુ છે
જો આમાં કોઇ નિષ્કાળજી જણાશે તો ભવિષ્યમાં જવાબદારી નક્કી કરવા બાબત ઉપસ્થિત થઇ શકે છે,

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

આમ ઉપરી અધિકારીઓનો ફરમાન છુટતા જ હવે સીધી રીતે સ્થાનિક અધિકારીઓ ભીડ એકત્ર કરવા માટે સ્થાનિક દુકાનદારો ઉપર દબાણ ખરી રહ્યા છે કે દુકાન દિઠ પાચ કાર્ડ હોલ્ડરની માહિતી મોકલે,, અને વ્યવસ્થા કરે,,
વાત અમદાવાની કરીએ તો અમદાવાદ શહેર ના પુરવઠા વિભાગ એ રેશનદુકાન દારો ને ૩૧ મે ના દિવસ એ રેશનદુકાન સંચાલક સાથે પાંચ NFSA રેશનકાડઁ ધારકો ને ફરજિયાત ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે ના કાયઁકમ મા હાજર રાખવા ની સુચના આપી .શહેર ની પંદર ઝોનલ કચેરી ઓના ઝોનલ ઓફિસર ઓ એ રેશનસંચાલક ઓને આજે ને આજે જ રેશનદુકાન દીઠ પાંચ NFSA રેશનકાડઁ ધારકો તેમના નામ-સરનામા સાથે તેઓ નો બારકોડ રેશનકાડઁ નંબર તેમનો મોબાઈલ નંબર સાથે ની લેખિત યાદી ઝોનલ કચેરી મા અથવા તો ઝોન ના વોટસએપ ગુપઁ કે ઝોનલ ઓફિસર ના વોટસએપ નંબર પર મોકલી આપવા દબાણ સાથે સુચના ઓ આપતા રેશનદુકાન દારો મા રોષ વ્યાપ્યો છે,

એક્ટ્રેસ સંજીદા શેખ કેમ ચર્ચામાં છે

તાજેતર મા જ્યારે પ્રધાનમંત્રી ગરીબ યોજના ના લાભાઁથી ઓ સાથે ના વ્યચ્યુલી સંબોધન મા તમામ રેશનદુકાન ઓ પાસે મંડપ બાંધી ને ઝોન ના મુખ્ય કાયઁકમ મા મહાનુભાવો બોલાવી ને સવાર થી બપોર સુધી રેશનકાડઁ ધારકો ને બેસાડી રાખવામા આવ્યા હતા અને તેમને નાસ્તા પાણી ની વ્યવસ્થા કરી દેવાની ફરજ રેશનદુકાન દારો પર ઢોળી દેવા મા આવી હતી અને તેને લઈ ને રેશનકાડઁ ધારકો સાથે સંચાલકો ને ઘષઁણ મા ઉતરવુ પડ્યું હતું .હવે જ્યારે આજે આ રેશનદુકાન દીઠ પાંચ રેશનકાડઁ ધારકો ઓને રેશનસંચાલક ઓના જોખમે અને જવાબદારી પુવઁક રેશનકાડઁ ધારકો ને લાવવા લઈ જવા નો ખચઁ કરી ને દિવસ દરમ્યાન સાચવવા ની જવાબદારી વહન કરવાની સુચના ઓ આપતા રેશનદુકાન દારો મા કચવાટ સાથે રોષ ફેલાયો છે

Advertisement

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

જ્યારે સ્થાનિક ઝોનલ ઓફિસરો ઓ આ અંગે ની સુચના ઓ વડી કચેરી ના નિયંત્રક દ્રારા અપાઈ હોવા થી દરેક રેશનદુકાન દારો એ તેનું પાલન કરાવવા નું રહેશે અન્યથા આ અંગે ની વડી કચેરી દ્રારા જો તેમ નહિ કરવામાં આવે તો તેની નોંધ લેવા મા આવશે તેમ કહ્યી ને રેશનદુકાન ના સંચાલકો ને સતત દબાણ આપી ને કોઈપણ સંજોગો મા આજે જ આ યાદી મોકલી આપવાની રહેશે તેમ સુચના ઓ જારી કરી દેવાઈ છે
મહત્વપુર્ણ બાબત છે કે અસારવા-દરિયાપુર-નરોડા (રવિન્દ્ર સર) કાલુપુર્-શાહપુર્-ખાડિયા-સરખેજ-૨ (સંજય સર) સરખેજ-૧-સાબરમતી- એલીસબ્રીજ (સુમીતા મેડમ) ઝોનના લાભાર્થીઓને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે અને જમાલપુર(મહેશભાઈ) મણિનગર-વટવા (કુલકર્ણી સર), રખિયાલ-શહેરકૉટડા (કિર્તી સર) ઝોનના લાભાર્થીઓને સતપથ મંદિર, પિરાણા ખાતે લાવવાના કહેવાયુ છે, સાથે જે પાચ લોકોને દુકાનદાર લાવશે તેને જ લાભાર્થિઓ માટે ટ્રાન્સપોર્ટેશન અને જમાડવાની વ્યવસ્થા કરવા પણ કહેવાયુ છે,

નરેશ પટેલ ક્યાં અટવાયા-એક પાર્ટીની ઓફર ગમતી નથી,બીજા ઉપર તેમને વિશ્વાસ નથી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version