ગુજરાત

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

Published

on

વડોદરામાં કોણે કરી સી આર પાટીલની બોલતી બંધ

સી.આર.પાટીલના કાર્યક્રમમાં વૃદ્ધનો સવાલ “ગેસના ભાવ 1 હજાર કેમ, તમારે પ્રજાનું નહીં વિચારવાનું જવાબ આપો” કહેતા જ માઇક લઇ લેવાયું

ભાજપ ભલે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, તમામના વહીવટને રામ રાજ્ય ગણાવતુ હોય,જો કે જનતા મોંધવારીથી ત્રસ્ત છે તે હકીકત છે, આવી કડવી વાસ્તવિકતાનો સમાનો હવે ભાજપના ટોચના નેતાઓને પણ થવા લાગ્યો છે,
બુધવારે આવો કડવો અનુભવ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને પણ થયો, જેના કારણે તેમને મરચા તો લાગ્યા,પણ તેમની બોલતી પણ બંધ થઇ ગઇ,, આમ તો પ્રશ્ન પુછનાર વ્યક્તિથી માઇક 14 સેકન્ડમાં જ લઇ લેવામા આવ્યુ

વડોદરાના પાદરાથી ભાજપે શરૂ કરેલા વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે પાદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલે દિવ્યાંગો, વિધવા બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ઉપરાંત સંગઠનના પદાધીકારીઓ, ધારાસભ્યો, સાંસદ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કરી કાર્યકર્તાઓની ફરિયાદી કે સુચનો સાંભળી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા સૂચના આપવામાં આવી હતી.

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

આ કાર્યક્રમ દરમિયાન એક વૃદ્ધએ માઇક લઈને સીધો સી.આર.પાટિલને સવાલ કરી દીધો હતો કે, રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? તમારે પ્રજાનું નહીં વિચારવાનું. મને જવાબ આપો. વૃદ્ધના આ સવાલથી કાર્યક્રમમાં હાજર કેટલાક લોકોએ તેમને તાળીઓના ગળગળાટથી તેમની હિંમતને દાદ આપી હતી. પરંતુ જેવો જ સવાલ પૂછાતા 14 સેકેન્ડમાં જ તેમના હાથમાંથી માઇક લઈ લેવામાં આવ્યું હતું. ત્યારે અહી સવાલ થાય કે શું સામાન્ય જનતાને કોઈ સવાલ પૂછવાનો અધિકાર છે કે નહીં..? વૃદ્ધના સવાલથી સી.આર.પાટિલ પણ એક ક્ષણ વિચારમાં પડી ગયા હતા. ઉપરાંત સ્ટેજ પર બેઠેલા નેતાઓના પણ મો સિવાઇ ગયા હતા.

નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

Advertisement

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ વિવિધ કાર્યક્રમો યોજી પ્રજાને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હવે જનતા પણ જાણી ગઈ છે કે હવે ચૂંટણી નજીક આવી હોવાથી આવા વિવિધ કાર્યક્રમો યોજાતા રહેવાના છે. જો કે હવે આવા કાર્યક્રમમાં નેતાઓને પણ પ્રજાના પ્રશ્ન માટે તૈયારી રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version