અમદાવાદ
આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !
આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !
રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર, ચર્ચામાં કેમ છે ગુજરાત !
દેશમાં જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીના શંખનાદ થઇ ચુક્યા છે,ત્યારે ગુજરાતમાંથી પુર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ માટે હવે ગુજરાતના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં રાષ્ટ્રપતિ બનાવવા માટે ઝુંબેશ શરુ કરી દેવાઇ છે
નિશ્ચિત ગ્રુપોમાં સીધો સંદેશો આપવામા આવી રહ્યો છે કે રાજકીય કાવાદાવાના કારણે આપણા અને સમાજ દ્વારા કરવામાં આવેલી ભુલો સુધારવાનો એક મોકો મળ્યો છે તેને વધાવી લો, દિલથી આનંદી બેન પટેલને સમર્થન કરીને ભારતના 16માં
રાષ્ટ્રપતિ બને તે માટે ઝુબેશ ચલાવીએ,, એટલુ જ નહી પોતાના આઇ ડી પર આનંદી બેન પટેલના હેસટેગ ચલાવવાનો આહ્વાન કરાવાયો છે,
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો
દેશનો સર્વૌચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ,, ત્યારે તેની ચૂટણીનો ટાઇમ ટેબલ જાહેર થઇ ગયો છે,15 જુનના રોજ ચૂટણીની જાહેરાત કરાશે ચૂંટણી માટે કુલ વોટ વેલ્યુ 1080131 છે,જેમાં ઉમેદવારને 540065થી વધુ મુલ્યોના મત મળશે તેને જ રાષ્ટ્રપતિ
પદનો તાજ પહેરાવાશે,, એનડીએ પાસે હાલ 532139 વેલ્યુના મતો છે, એટલે કે તેને માત્ર 7926 મુલ્યોના મતો જોઇએ છે, આ વખતે એનડીએ મજબુત સ્થિતિમાં છે, રાજ્ય સભા અને લોકસભાના મળીને 776 સાંસદો પૈકી 448 સાંસદ જ્યારે
4033 ધારાસભ્યો પૈકી 1737 ધારાસભ્યો ભાજપ પાસે છે, એટલે માનવામાં આવે છે કે આ વખતે ભાજપ ઇચ્છે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે છે,,ત્યારે સુત્રોની માનીએ તો ભાજપ પાસે અનેક નામો છે,,ત્યારે દેશના સૌથી વધુ જનસંખ્યા
ધરાવતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલનુ નામ પણ રાષ્ટ્રપતિ માટે ચર્ચામા છેે,પરિણામે ગુજરાતની રાજનિતિમાં પણ આ વાતને લઇને ગપ સપ થઇ રહી છે,
દેશમાં કુલ 16 રાષ્ટ્રપતિ બની ચુક્યા છે, જેમાંથી કોગ્રેસના 8, અપક્ષ 4,જ્યારે એક એક ભારતિય જનતા પાર્ટી અને જનતા પાર્ટીના રહ્યા છે,
આ વખતે કુલ 776 સાસંદ અને 4033 ધારાસભ્યો રાષ્ટ્રપતિ ચૂંટશે,, રાજ્યસભાના 227, અને લોકસભાના 540 સાસંદમાંથી 448 સાંસદ એનડીએના છે,,દરેકની વોટ મુલ્ય 700 છે,
જ્યારે 4033 ધારાસભ્યો પૈકી 1737 ધારાસભ્યો એનડીએ પાસે છે, જેમાં રાજ્ય પ્રમાણે ધારાસભ્યોના વોટ મુલ્ય અલગ અલગ હોય છે જેમ કે યુપીના ધારાસભ્યોની વોટની સંખ્યા 208 તો ગુજરાતના ધારાસભ્યોના મતોનુ મુલ્ય 147 હોય છે,
રાષ્ટ્રપતિ બનવા માટે સાસંદો અને ધારાસભ્યોના વોટના કુલ મુલ્યના 50 ટકા વોટ મળવા જરુરી છે, 2017માં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને 10.69 લાખમાથી 7.02 લાખ વોટ મળ્યા હતા,
અત્યાર સુધી માત્ર નિલમ સંજીવા રેડ્ડી બિન હરીફ ચૂંટાયા
દેશમાં 16મી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવીછે, છેલ્લી 15 રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં માત્ર 1977માં થયેલી સાતમી રાષ્ટ્રપિત ચૂંટણીમાં નીલમ સંજીવ રેડ્ડી બિન હરિફ ચૂંટાયા હતા,, આ સિવાય તમામ 14 ચૂંટણીમાં વોટિંગ થયુ હતું
આ ચૂટણી માટે કુલ 37 ઉમેદવારો માટે નામાંકન થયુ હતું પરંતુ 35 ઉમેદવારોએ નામ પરત લેવાના કારણે નિલમ સંજીવા રેડ્ડી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા,જ્યારે નિલમ સંજીવ રેડ્ડીએ પાચમા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું ત્યારેતેમને 3.13548 મત મળ્યા હતા, જ્યારે તે ચૂટણીમાં 401515 મત મેળવીને વી વી ગીરી વિજયી થયા હતા, તે સમયે ઉપરાષ્ટ્રપતિ વી વી ગિરી સ્વતંત્ર ઉમેદવાર હતા, જ્યારે રે્ડડી કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર હતા, પહેલી અને બીજી ચૂંટણીમાં ડો રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા હતા
ત્રીજી ચૂટણીમાં ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની સામે બે ઉમેદવાર હતા, 1867માં યોજાયેલી ચૌથી ચૂટણીમાં 17 ઉમેદવારોની વ્ચચે મુકાબલો થયો હતો,ત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારોની આ સોથી વધુ સંખ્યા હતી, જેમાથી 9 ઉમેદવારોને શુન્ય મત પ્રાપ્ત
થયા હતા, આ ચુટણીમાં વી વી ગિરી રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા, પ્રથમ પાચ ચૂટણીમાં હરિરામ ચૌધરીએ હિસ્સો લીધો હતો, તેઓએ સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ પદની ચૂટણીમાં હિસ્સો લીધો, આ ઉપરાંત કૃષ્ણ કુમાર ચેટર્જી પણ ત્રણ વાર રાષ્ટ્રપતિ ચુટણીઓમાં હિસ્સો લીધો હતો, છઠ્ઠી રાષ્ટપતિની ચુટણીમાં ત્રિદિવ ચૌધરીને હરાવીને ફખરુદ્દીન અલી અહેમદે વિજય પ્રાપ્ત કર્યું..આ પહેલી ચૂટણી હતી જેમાં માત્ર બે ઉમેદવારો સામ સામે હતા, તે પછી આઠમી અગિયારમી અને 15 ચૂટણીમાં પણ બે
ઉમેદવારો જ સામ સામે ચૂટણી લડ્યા,, 11મી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કે આર નારાયણનને 956290 મત મળ્યા જે કોઇ ફણ ચુંટણીમાં મળેલા સૌથી વધુ મત હતા, તેમની સામે ટી એન શેષનને માત્ર 50631 મત મળ્યા,, 12 ચૂંટણીમાં ડો એપીજજે અબ્દુલ
કલામને 922884 મત મળ્યા આ સિવાય ટોપ 5 મત પ્રાપ્ત કરનારાઓમાં ફખરુદ્દીન અલી અહમદ, જ્ઞાની ઝૈલ સિહ તથા આર વેંકટરામન રહ્યા હતા,
આમ 16મા રાષ્ટ્રપતિ પદ માટે ચૂટણી થવાની છે, 18 જુલાઇ મતદાન અને 21 જુલાઇએ મતગણતરી થશે ત્યારે આ વખતે ગુજરાતમાં ચર્ચાઓ ખુબ વધુ દેખાઇ રહી છે, કારણ કે યુપી રાજ્યપાલ આનંદી બેન પટેલ રાષ્ટ્રપતિ બની શકે છે
તેવી ચર્ચાઓએ જોર પકડયુ છે,તે સિવાય પણ વડા પ્રધાન નરેન્દ્રમોદીના કોઇ અન્યને પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપી શકે છે,,