મહિલા નેતાના પતિને કોણે દેખાડ્યા ધોળે દિવસે તારા !
મહેસાણા જિલ્લામાં વિસનગરમાં એક મહિલા નેતાના પતિને ખુર્સીમાં બેસવા બાબતે બીજા હોદ્દેદારે લાફો મારી દીધો છે, જેની ચર્ચા સમગ્ર
મહેસાણામાં ટોક ઓફ ધી ડીસ્ટ્રીક્ટ બની છે, મહત્વની વાત એ છે કે મહિલા નેતા પોતે વિસનગરના દિગ્ગજ નેતા છે, તેઓનો ભાજપના
સિનિયર નેતાઓ અને પ્રધાનો સાથે સીધા સંબધો છે, તેઓ સરકારી કામ માટે પ્રવાસમાં હતા, એટલે કે તેઓ પોતાના કાર્યાલયમાં ગેર હાજર હતા
ત્યારે તેમના ઘરના બોસ એટલે કે પતિદેવશ્રી તેમની ચેમ્બરમાં પહોચી ગયા અને મહિલા નેતાના ખુર્સી ઉપર વિરાજમાન થઇ ગયા,, અને
પત્નીના પાવરદાર ખુર્સીનો પાવરનો આનંદ લઇ રહ્યા હતા,એ દરમિયાન જ વિસનગરના બીજા દિગ્ગજ નેતા ત્યાં પહોચ્યા,,
અને તેઓ નંબર વનની ખુર્સી ઉપર અન્ય વ્યક્તિને બેઠેલા જોઇને કોપાયમાન થઇ ગયા,, તેઓએ પતિ દેવને પુછ્યુ કે તમે કયા અધિકારથી
અહી બેઠા છો,, તેમને અહી બેસવાનો અધિકાર નથી, તમે અહીથી ઉભા થઇ જાવ,, પણ પતિદેવ શ્રીમાં પત્નીના ખુર્સીનો પાવર હતો, જે તેઓએ
ઉભા થવાની તશ્દી ન લીધી,, અને જવાબ આપવાનુ ટાળ્યુ,, પછી શુ હતું બીજા હોદ્દેદારે તેમના મુલાયમ ગાલ ઉપર સટા સટી બોલાવી દીધી,
સટા સટીનો અવાજ બાજુના કેબીન સુધી સંભળાઇ,, ત્યારે આ બાબતે સિનિયર નેતાઓને આવુ ગેર વર્તન કરવા બદલ મહિલા નેતાએ ફરિયાદ કરી છે
જો કે સટા સટી કરનાર નેતા સામે કોઇ પગલા લેવાયા નથી, કારણ કે તેમના પણ રાજકીય આકાઓ મજબુત છે, પણ આ ઘટનાની ચર્ચા સમગ્ર
મહેસાણામાં થઇ રહી છે, અને મહિલા નેતાના પતિ હાલ કોઇને મો દેખાડવા લાયક રહ્યા નથી,