Connect with us

agriculture

પ્રાકૃતિક ખેતીને મિશન બનાવવાનું કોણે કહ્યું

Published

on

 

આણંદમાં ખેડૂતો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

જો પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો ભારતનું ભાગ્ય બદલી શકીશું. નવો ઇતિહાસ રચી શકીશું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતા કહ્યું હતું કે, રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને અલ્ટ્રામોર્ડન થઈને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છીએ. પ્રાકૃતિક ખેતીથી આપણા હવા, પાણી, ધરતી અને અનાજ શુધ્ધ થશે. કૃષિ વૈજ્ઞાનિકોને નમ્ર અનુરોધ કરતાં તેમણે કહ્યું હતું કે, રાસાયણિક અને જૈવિક ખેતીના જે દુષ્પરિણામો સામે આવ્યા છે, તેનાથી ચેતી જઈને સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરીશું તો પરિસ્થિતિને પૂર્વવત કરી શકીશું.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં બે હજારથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, સમગ્ર દેશને આનંદિત કરવા માટે આણંદના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે એવો મને વિશ્વાસ છે. યુ-ટયુબના માધ્યમથી વિશાળ સંખ્યામાં જીવંત પ્રસારણ નિહાળી રહેલા ખેડૂતોને સંબોધતા તેમણે પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. રાસાયણિક ખાતર અને જીવામૃત – ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદની ભૂમિ પરથી જ ભારતના ૮ કરોડ કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું, તેનું સ્મરણ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં ત્રણ ગણી થશે. પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવવાની આવશ્યકતા પર ભાર મુકતાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ગામેગામ તાલીમાર્થી જઈ રહ્યા છે, જેઓ વિવિધ પાકોની જાણકારી આપશે અને સમગ્ર પદ્ધતિ વિશે વિસ્તારથી સમજાવશે. પ્રાકૃતિક ખેતી અપનાવવામાં જ સમજદારી છે એમ કહીને તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક ખેતી માટે જાણકારી મેળવવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલા ખેડૂતોને જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ખેડૂતોએ એવો ભય છોડી દેવો જોઈએ કે રાસાયણિક ખેતી પદ્ધતિ છોડી દઈશું તો કૃષિ ઉત્પાદન ઓછું થઈ જશે. કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીને એક જ માને છે, પરંતુ પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતીથી બિલકુલ ભિન્ન છે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. એ માટે મોટા પ્રમાણમાં ગોબરની આવશ્યકતા છે. એક એકર જમીન માટે ૬૦ કિલો નાઇટ્રોજન જોઈએ, ૬૦ કિલો નાઇટ્રોજન માટે જૈવિક કૃષિ પ્રમાણે ૩૦૦ ક્વિન્ટલ ગોબરની જરૂર પડે અને એ માટે ખેડૂત પાસે ૨૦ થી ૩૦ પશુ હોવા જોઈએ. એક એકર જમીનમાં ખેડૂત પરિવારનું પાલન કરે કે પશુપાલન કરે એ જ મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે, જૈવિક કૃષિ પદ્ધતિમાં ૩૦ પશુથી એક એકરમાં ખેતી કરી શકાય જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક ગાયથી ૩૦ એકરમાં ખેતી કરી શકાય છે.

Advertisement

આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ૧૯૬૦ ના દશકમાં ભારતની ધરતી ઉપજાઉ હતી. તે વખતે દેશમાં કૃષિ ઉત્પાદન વધારવા અને ખાદ્યાન્નમાં સ્વાવલંબન કેળવવા કૃષિ ઉત્પાદન વધારવાની આવશ્યકતા હતી, અને એટલે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરાયો. પરંતુ આટલા વર્ષોમાં આપણે રાસાયણિક ખાતરના દુષ્પરિણામો ભોગવી ચુકવ્યા છીએ, અને એટલે હવે આપણે પ્રાકૃતિક કૃષિને અપનાવવાની આવશ્યકતા છે.

પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી ઘન જીવામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ૨૦૦ લીટરના ડ્રમમાં ૧૭૦ થી ૧૮૦ લીટર પાણી ભરીને તેને છાંયડામાં રાખવું જોઈએ. એક દેશી ગાય ૨૪ કલાકમાં આઠથી દસ કિલો ગોબર અને એટલું જ ગૌમૂત્ર આપે છે. આ ગોબર અને ગૌમૂત્ર સાથે દોઢથી બે કિલો ગોળ, દોઢથી બે કિલો બેસન અને એક મુઠ્ઠી મોટા વૃક્ષના મૂળમાંથી લીધેલી માટી આ ડ્રમમાં ભરવા. પછી છ દિવસ સુધી દરરોજ સવારે પાંચ મિનિટ અને સાંજે પાંચ મિનિટ આ ડ્રમમાં ભરેલા પ્રવાહીને સતત હલાવતા રહેવું. છઠ્ઠા દિવસે એક એકર જમીન માટે ખાતર તૈયાર થઈ જશે. આ પ્રકારના ખાતરના ઉપયોગથી ઉજ્જડ જમીન પણ ઉપજાઉ જમીન બની શકે છે. ઘન જીવામૃત અને જીવાવૃતથી સૂક્ષ્મ જીવાણુનો ભંડાર ઉપલબ્ધ થાય છે, જે જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારે છે. તેમણે કહ્યું હતું કે, દેશી ગાયના ૧૦ કિલો ગોબરમાં ૩૦ લાખ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. આ સૂક્ષ્મ જીવાણુઓ માટીમાં મેળવણનું કામ કરે છે, જે ૭૨ કલાક સુધી દર ૨૦ મિનિટે ડબલ થાય છે. એક ગાયથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે.

ભૂમિ રત્નગર્ભા છે. તમામ પ્રકારના ખનીજો ભૂમિમાં છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ આ ધરતીમાં રહેલા ફોસ્ફરસ, ઝીંક, પોટાશ, મેગ્નેશિયમ, કોપર તથા આયર્નને આરોગે છે અને તેને પોતાના મળ સ્વરૂપે પાકના મૂળમાં પીરસે છે. આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અળસિયાના મહત્વ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આચ્છાદન દ્વારા આ અળસિયા ડબલ કામ આપે છે એમ પણ તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. આચ્છાદનથી પાણીનો ઉપયોગ પણ ઓછો થશે. પાકને પાણી નહીં ભેજ જોઈએ છે. આચ્છાદનથી જમીન ભેજવાળી રહે છે, એટલું જ નહીં નિંદામણ માટેની મહેનત પણ બચી જશે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી પુર કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓને પણ ટાળી શકાશે એટલું જ નહીં ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ પણ આ પદ્ધતિ અપનાવવાથી અટકાવી શકાશે. ધરતીનું ઓર્ગેનિક કાર્બન અત્યંત મહત્વનું છે, એ વિશે વિસ્તૃત જાણકારી આપતાં તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી એક વર્ષમાં ઓર્ગેનિક કાર્બન ડબલ થઈ શકે છે એની હું ખાતરી આપું છું. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉજ્જડ જમીન પણ ઉપજાઉ જમીન બની શકે છે.

આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે ‘‘પ્રાકૃતિક ખેતીમાં આણંદ જિલ્લાના ખેડૂતોની સાફલ્યગાથા’’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ પૂર્વે આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અપનાવેલ ખેડૂતોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોને નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પાંચ પ્રગતિશીલ ખેડૂતોનું બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામના કેતનભાઇ પૂનમભાઈ પટેલને પ્રાકૃતિક ખેતીથી ગ્રીન હાઉસમાં કાકડીના પાકની ખેતી માટે આપવામાં આવ્યો હતો. જયારે જિલ્લા કક્ષાનો એવોર્ડ ખંભાત તાલુકાના રાલજ ગામના આશાબેન કેતનભાઇ પટેલને આદર્શ પશુપાલન માટે આપવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના એવોર્ડ બોરસદ તાલુકાના કસુંબાડ ગામના રણજીતસિંહ ગોહિલ, ખંભાત તાલુકાના વાડોલ ગામના ગિરીશભાઈ પટેલ અને આણંદ તાલુકાના વાંસ ખિલીયા ગામના હંસાબેન જયેશભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

પ્રારંભમાં આત્મા પ્રોજેકટના ડાયરેકટર જી. સી. ભાલોડીએ સ્વાગત પ્રવચન કર્યું હતું જયારે અંતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અપનાવેલ ખેડૂતોએ તેમની ખેતીમાં આવેલ બદલાવની સાફલ્યગાથા રજુ કરી હતી.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયા, સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, આત્માના સ્ટેટ નોડલ ઓફિસર એચ. કે. વઢવાણિયા, જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારી વિમલ બારોટ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગના ડીન, કૃષિ વૈજ્ઞાનિક, પ્રાધ્યાપક, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ તથા જિલ્લાભરમાંથી ખેડૂતો – પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

agriculture

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

Published

on

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા

સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.

તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટે‍ન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.

Advertisement

તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.

તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.

તેઓએ ઉદ્‌વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્‌વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્‌વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્‌વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્‌વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.

Advertisement

મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્‌વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.

મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.

જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.

અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

Advertisement

મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

 

 

Advertisement

 

 

 

 

 

Advertisement

 

Continue Reading

agriculture

પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ અને પ્રાકૃતિક ખેતપેદાશોનું માર્કેટિંગ, બન્ને ટોચઅગ્રતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

ગુજરાતમાં ૩,૬૫,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ અને પ્રાકૃતિક ખેતપેદાશોનું માર્કેટિંગ, બન્ને ટોચઅગ્રતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

કૃષિ વિભાગ અને કિસાન આગેવાનો સાથે રાજ્યપાલની સમીક્ષા બેઠક

ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી પ્રાકૃતિક ખેતી વધુને વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે. ગુજરાતમાં ૩,૬૫,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ૪,૦૯,૦૦૦ એકર ભૂમિ પર હવે પ્રાકૃતિક ખેતી થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવતી, પશુઓના સંવર્ધન, પર્યાવરણના જતન અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી વિશે વધુને વધુ ખેડૂતો માહિતીગાર થાય અને પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે આયોજનબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેત પેદાશોના સુવ્યવસ્થિત માર્કેટિંગ માટે પણ વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ રહ્યું છે. આ બંને બાબતોને એક સરખી અગ્રતા આપીને કૃષિ વિભાગ અને પ્રાકૃતિક કૃષિ-આત્મા દ્વારા ઝુંબેશની જેમ કામ થઈ રહ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બેઠકમાં કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી માનવના સ્વાસ્થ્ય સામે ગંભીર પડકારો ઉભા થયા છે. જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે. સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે મા ના દૂધમાં પણ પેસ્ટીસાઈડ્સના અંશો જોવા મળ્યા છે. આ તમામ તકલીફોનો ઉકેલ ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જ છે. આ પુણ્ય કર્મ છે, માનવતાનું કામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી અપીલ કરી છે. પ્રધાનમંત્રી પણ પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે ઈમાનદારીપૂર્વક આ કલ્યાણકારી કામ કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

Advertisement

ગુજરાતમાં ૧૧,૧૪,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. કૃષિ વિભાગના અને અન્ય ફિલ્ડ અધિકારીઓ સહિત ૨,૪૬૭ અધિકારીઓને પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. રાજ્યની ૧૪,૪૫૫ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ૧,૨૨૯ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

રાજભવનમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, આત્મા પ્રોજેક્ટ-પ્રાકૃતિક કૃષિ અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના ખાસ ફરજ પરના અધિકારી ડી.જી.પટેલ, ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડી.એ. શાહ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

agriculture

રાજ્યમાં ૧૦મી માર્ચ-૨૦૨૩થી શરુ થશે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી: ખેડૂત દીઠ વાવેતર વિસ્તાર મુજબ દિવસના ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરાશે રાઘવજી પટેલ કૃષિ મંત્રી

Published

on

 

 

ટેકાના ભાવે ખરીદી માટે કરેલા આયોજનની સમીક્ષા કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

 

રાજ્યમાં તુવેર માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ અને રાયડા માટે ૧૦૩ ખરીદ કેન્દ્રો નક્કી કરાયા

Advertisement

રાજ્યમાં તુવેર માટે ૫,૫૫૦, ચણા માટે ૨,૨૦,૧૭૫ અને રાયડા માટે ૧૦,૧૬૪ ખેડૂતોએ નોંધણી કરાવી

તુવેર માટે રૂ. ૬૬૦૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. ૫૪૫૦ પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર

 

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી ૧૦મી માર્ચ, ૨૦૨૩ ના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. જે સંદર્ભે ખરીદી માટેના આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીઓની કૃષિ મંત્રીએ આ બેઠકમાં સમીક્ષા કરી હતી.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ ૨,૫૦૦ કિ.ગ્રા. એટલે કે, ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ અને રાયડા માટે ૧૦૩ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે ૫,૫૫૦, ચણા માટે ૨,૨૦,૧૭૫ અને રાયડા માટે ૧૦,૧૬૪ ખેડૂતોએ નોંધણી કરાવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૬૬૦૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. ૫૪૫૦ પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે ૧,૦૦,૧૯૬, ચણા માટે ૩,૮૮,૦૦૦ અને રાયડા માટે ૧,૨૫,૩૦૦ મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પની લી.ની નિમણુંક કરવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.