ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિના માં યોજાનાર છે ત્યારે 27 વર્ષ થી ગુજરાત માં ગાંધીનગર માં શાસન કરી રહેલા ભાજપ ના ગઢ ને તોડી પાડવા માટે આમ આદમી પાર્ટી એ દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો સર કર્યા બાદ ગુજરાત પર ફોક્સ કર્યું છે..આમ આદમી પાર્ટી એ 29 ઉમેદવારો ની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે નરોડા વિધાનસભા બેઠક ના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે તેમના સમર્થન માં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આમ આદમી પાર્ટી માં જોડાઈ ગયા હતા
ત્યારે નોંધનીય છે કે નરોડા વિધાનસભા બેઠક ભાજપ નો ગઢ માનવા માં આવે છે ત્યારે આપ ના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીએ કહ્યું હતું કે આપ દ્વારા વીજળી શિક્ષણ આરોગ્ય સહીત વિવિધ વર્ગો ના લોકો માટે કરવામાં જાહેરાતો થી લોકો પ્રભાવિત છે લોકો ભાજપ ના શાસન થી થાક્યા છે આ વખતે તેમની જીત નિશ્ચિત છે.લોકો આપ ને ભાજપ ના મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે જે પ્રકારે દિલ્હી અને પંજાબ માં લોકો એ આપ ને સત્તા પર લાવ્યા છે એજ રીતે અહીં ગુજરાત ની જનતા પણ આપ ને સાથ આપશે ને ગુજરાત માં સત્તા પરિવર્તન આવશે.
‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન