કોણે કહ્યું કોંગ્રેસે મુસ્લિમોનું સૌથી વધુ શોષણ કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય છે ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગ માં ઝુકાવી દીધું છે સાથે સાથે એ આઈ એમ આઈ એમ ના ઓવેસીએ રાજયની 32 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે જેના માટે તેઓ ગુજરાત ના બે દિવસના પ્રવાસે આવશે જેને લઇ ને પ્રદેશ ના પ્રમુખ શાબીર કાંબલીવાલાએ કહ્યું હતું કે દેશમાં કોંગ્રેસે મુસ્લિમોનો મતબેન્ક તરીકે ઉપયોગ કર્યો છે કોંગ્રેસ ના મુસ્લિમોનું શોષણ થયું છે કોંગ્રેસે ક્યારેય મુસ્લિમોના ભવિષ્યની ચિંતા કરી નથી ત્યારે મુસ્લિમો દલિતો સહીત સમાજ ના પછાત વર્ગ નું ઉત્થાન થાય તે માટે જ આ વખતે ઉમેદવારો ઉભા રાખ્યા છે જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી પછાત વર્ગ ના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરી શકાશે