કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ઉપર કોણે ઉઠાવ્યા સવાલ !
ભાજપના લોકો સાથે મળી મોટી મોટી બિલ્ડીગો બનાઓ છો એ પણ હવે ખબર પડી છે!
કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય વિરુધ્ધ મુસ્લિમ સમાજમાં અસંતોષ- રાજુભાઇ મોમીન
ગુજરાત ચૂંટણીનો વરસ છે ત્યારે એક તરફ ભાજપ ગુજરાત જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે,ત્યારે કોંગ્રેસની સ્થિતિ વિકટ બની રહી છે, એક તરફ હાર્દીક પટેલ કોંગ્રેસથી નારાજ છે તો બીજી તરફ
કોંગ્રેંસના દરિયાપુરના ધારાસભ્ય વિરુધ્ધ સ્થાનિક આગેવાનોમાં નારાજગી પ્રવર્તી રહી છે,
શાહપુરના કોંગ્રેસના પુર્વ કાઉન્સિલર રાજુ ભાઇ મોમિને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનુ નામ લખ્યા વગર એક પત્ર સોશિયલ મિડીયામાં ફરતુ કર્યુ છે,
તેઓએ જે પત્ર લખ્યો છે તે આ મુજબ છે,
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
ધારાસભ્ય શ્રી લોભ લાલચ મોહમાયા છોડો અને વાસ્તવિકતા નો સ્વીકાર કરો
જે આજે તમારૂં છે એ કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે
આ અલ્લાહ નો નિઝામ છે અને કુદરતી નિયમ પણ છે એટલે સત્તા નો મોહ બહું સારો નહી અને સત્તા ના નશા માં સમાજના મોભીઓ મૌલવીઓ મૌલાનાઓ કે જેમણે તમારી નિષ્ફળતા છતા તમને એક કે બે વાર નહી પણ ત્રણ ત્રણ વાર તમને જીતાડવા મહેનત કરી બાકી સમાજ તો તમને કયારનો પાણીચું આપવાનાં મુડ માં હતો છતાં તમે આજે એ મૌલવી મુફતીઓ ને મનફાવે તેમ બોલો છે જે કદાપી ચલાવી નહી લેવાય!!
છેલ્લા પંદર વર્ષથી તમે facebook અને WhatsApp યુનિવર્સિટી ખોલીને તમે અને તમારા સડકછાપ પગારદારો તમારી નિષ્ફળતા સંતાડવા મુસ્લિમો ના મોભાદાર લોકોને છાશવારે બદનામ કરવાની જેલો માં મોકલવાની હલ્કી કક્ષા ની ચેષ્ટા કરો છો એના કરતા વિસ્તારમાં વધારે નહી પણ થોડા ઘણા સમાજલક્ષી અને વિકાસના કામો કર્યા હોત તો તમારે સોશ્યલ મીડિયા યુનિવર્સિટી ખોલવાની જરૂર ના પડત!
તમને અહમદભાઈ પટેલ બનવાનાં અભરખા જાગ્યા છે
સૌથી પહેલા અહમદભાઈ સાથે તમારી સરખામણી કરવી મુર્ખતા છે કેમકે અહમદભાઈ એક જમીની નેતા સમાજ હિતેચ્છુ અને બધાને સાથે લઇને ચાલનારા વ્યક્તિ હતા
વિરોધીઓ પણ અહમદભાઈ ની પ્રશંસા કરતા હતા એવી કાબિલીયત હતી એમની પણ તમે તો એમનાથી આખા વિરોધાભાસી છો!
તમને જાણ ના હોય તો તમને જણાવી દઉં તમને તો તમારા ખાસ ડાબા જમણા ગણાતા તમારા માણસો પણ તમારી નિષ્ફળતા તમારા હાસ્યાસ્પદ તમાશાઓ ની નિંદા કરતા ફરે છે તમે અભણ છો એ ખબર છે પણ તમે ભાજપના લોકો સાથે મળી મોટી મોટી બિલ્ડીગો બનાઓ છો એ પણ હવે ખબર પડી છે!
સરકાર મુસ્લિમ સમાજ ઉપર અંકુશ મુકવા તમારો ભરપુર ઉપયોગ કરે છે એટલે જ કદાચ મુસ્લિમ મુદ્દાઓ ઉપર કોઈ કોંગ્રેસી બોલતો નથી
અંત માં પરિવર્તન કુદરતી નિયમ છે એને સોશ્યલ મીડિયા ની કોઈ યુનિવર્સિટી રોકી ના શકે
પહેલા મુસ્લિમો પાસે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ન હતો એટલે અભણ ફાટેલા ટુટેલા ફટીચર લોકો ચાલ્યા પણ હવે મુસ્લિમ સમાજ પાસે મજબૂત વિકલ્પ સાથે શિક્ષિત અને કાબીલ નેતાઓ છે
✍️ રાજુભાઈ મોમીન
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર shahpur
આ રાજુ ભાઇ મોમીનનો પત્ર અમદાવાદના મુસ્લિમ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !