અમદાવાદ
હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !
હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ભાજપ કોંગ્રેસને મરણતોલ ફટકો મારવા માટે રણનિતી બનાવી છે
જેના ભાગ રુપે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને રાજીનામું અપાવીને ભાજપમાં જોડી દીધા છે, એક સમયે
ગુજરાત ભાજપની સરકારને જોખમમાં મુકી દેનાર હાર્દીક પટેલ ભાજપમાં જોડવા માટે ગુજરાત ભાજપના નેતાઓ થનગની રહ્યા છે,,ત્યારે હવે એક સમયે હાર્દીક પટેલના સાથીદાર
રહી ચુકેલા વરુણ પટેલ, ચિરાગ પટેલ અને રવિ પટેલ જેવા ભાજપના પાટીદાર નેતાઓએ નારાજગી વ્યક્ત કર્યો છે,, સુત્રોની વાત સાચી માનીએ તો
હાર્દીક પટેલના કહેવાતા ફોઇ ભત્રિજાની ભાજપમાં એન્ટ્રી ઇચ્છતા નથી,,પરિણામે હાર્દીકની ભાજપમાં તાજપોશી પર બ્રેક વાગી છે,
ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી દેશના વડા પ્રધાન બન્યા,,
તેમણે તેમના અનુગામી તરીકે પાટીદાર સમાજનુ ગૌરવ ગણાતા આનંદી બેન પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સોપી
જો કે ગુજરાતમાં 2015 આવતા ગુજરાતના પાટીદારોમાં અનામતને લઇને લાગણી જન્મી, આ મુદ્દાને પહેલા સરદાર પટેલ ગ્રુપના
પ્રમુખ લાલજી પટેલ બુલંદ કર્યો અને પાટીદારો માટે અલગથી અનામતની માંગણી ઉગ્ર બનાવી, પાટીદારો વચ્ચે જઇને લોકોને આંદોલન સાથે જોડ્યા
આ દરમિયાન આનંદી બેન પટેલના ખાસ ભાજપના માંડલના ધારાસભ્ય પ્રાગજી પટેલથી હોદ્દો ન મળતા નારાજ થયેલા હાર્દીક પટેલ પણ આંદોલનમાં બદલો લેવાની ભાવના સાથે
જોડાયો, થોડા સમયમાં જ તે લાલજી પટેલ સાથે અલગ થઇને પાટીદાર અનામત આદોલન સમિતીની રચના કરીને અનામતની માગણીને વધુ ઉગ્ર બનાવી,,
યુવા ચહેરો હોવાથી પાટીદારો યુવાનો સમાજ તેની સાથે જોડાયો, આદોલન દરમિયાન 14 પાટીદારોએ પોતાનો જીવ ગુમાવ્યો,,અને પાટીદાર યુવાનો, મહિલાઓ પોલીસ
અત્યાચાર ભોગ બન્યા, હાર્દીક પટેલ, ચિરાગ પટેલ, વરુણ પટેલ અને કેતનપટેલ જેવા નેતાઓ સામે રાજદ્રોહનો કેસ થયો,, આદોલન સાથે જોડાયેલા નેતાઓને જેલમાં લાંબા સમય સુધી રહેવુ પડ્યુ,
પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી, અને 2015માં યોજાયેલી સ્થાનિક સમાજની ચૂટણીમાં ભાજપને તાલુકા અને જિલ્લા પંચાયતો ગુમાવવી પડી,,જેની સાથે જ ગુજરાતમાં
પાટીદાર સમાજની દિકરી અને ગુજરાત મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલનું રાજીનામં લઇ લેવામા આવ્યું, 2017 આવતાની સાથે પાટીદાર અનામત આદોલન સમિતિમાં ભાગલા પડ્યા
ચિરાગ પટેલ, વરુણ પટેલ કેતન પટેલ અને રવિ પટેલ જેવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાયા,, જ્યારે હાર્દીક પટેલે કોંગ્રેસની વાટ પકડી,, અને અત્યારે તે કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ છે,,
મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !
હાર્દીક પટેલની કોંગ્રેસમાં જે રીતે અવગણના થઇ રહી છે, તેનાથી નારાજ થઇ ભાજપના સુરમાં સુર મિલાવવા લાગ્યો હતો, અને જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સામે બળાપો કાઢવા લાગ્યો છે
મહત્વ પુર્ણ વાત એ છે કે હાર્દીક પટેલ સામે નિચલી કોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કેસો ચાલી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પોતાનુ વલણ હાર્દીક પટેલ પ્રત્યે કુણું વલણ અપનાવ્યું છે, જેની સાથે જ
હાર્દીક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓને વેગ મળ્યો છે, તેવામાં ગુજરાતમાં આદિવાસી રેલીને સંબોધવા આવેલા રાહુલ ગાંધીએ જીગ્નેશ મેવાણીના વખાણ કર્યા પણ હાર્દીક પટેલના નામનો ઉલ્લેખ સુધ્ધા ન કર્યો,,
ત્યારે આ તક ઝડપીને ગુજરાતના ભાજપના મિડીયા સેલના કન્વિનર અને કોંગેસના દિગ્ગજ નેતાના પુત્ર એવા યગ્નેશ દવેએ વચ્ચેથી ટ્ટીટ રુપી ટાપસી પુરાવી,
, અને લખ્યુ કે
મેં સાંભળ્યું હતું કે કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે, પરંતુ આજે ખબર પડી કે કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે.
હાર્દિક પટેલ બે વર્ષ, 32 કેસ અને દસ મહિના જેલમાં રહ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ જિજ્ઞેશ મેવાણીએ ઉલ્લેખ કર્યો હતો કે તે નવ દિવસ જેલમાં હતો.
कांग्रेस जातिवाद की राजनीति करती है यह तो सुना था लेकिन कांग्रेस में भी भयंकर जातिवाद है यह आज पता चल गया।
हार्दिक पटेल को दो साल की सजा, 32 केस और दस महीने जेल में बंद रहे लेकिन कभी भी राहुल गांधी ने मंच से ज़िक्र नही किया,परंतु जिग्नेश मेवानी नौ दिन जेल में रहे तो ज़िक्र किया.
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) May 10, 2022
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
અહી સવાલ એ થાય છે કે યજ્ઞેશ દવેએ કોના કહેવાથી ટ્ટીટ કર્યુ,, શુ તેઓએ આના માટે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની મંજુરી લીધી હતી, કારણ કે વાત
કોંગ્રેસની આંતરિક બાબત હતી, એમાં વચ્ચે પડવાની એમને ક્યાં જરુર હતી, છતાં તેઓએ ટ્ટીટ કરીને હાર્દીક પટેલ પ્રત્યે સહાનુભુતી દર્શાવી,,આના ટ્ટીટ પર થી
સ્પષ્ટ થાય છે કે હાર્દીક પટેલ આગામી સમયમાં ભાજપમા જોડાઇ શકે છે,,એના માટે યગ્નેશ દવે પ્લેટ ફોર્મ તૈયાર કરી રહ્યા છે,
જોકે એક સમયના હાર્દીકના જ સાથીઓ અને હાલ ભાજપના દિગ્ગજ નેતાઓ વરુણ પટેલ, ચિરાગ પટેલ અને રવિ પટેલે ,યજ્ઞેશ દવેના ટ્ટીટ સામે એક એક કરીને નારાજગી વ્યક્ત કરી છે
વરુણ પટેલે લખ્યુ છેકે
રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી
હું રાજદ્રોહના કેસમાં 7 મહિનાથી જેલમાં પણ રહ્યો છું. કોંગ્રેસના નેતાને બદલે અમારા પર પણ થોડી સહાનુભૂતિ અને પ્રેમ રાખો.
પ્રિયજનોથી અંતર અને દુશ્મનોથી પ્રેમ…
भाई ३२ केस मेरे पर भी दर्ज हुए थे, पुलिस कस्टडी में भी बहुत रहा हूँ थोड़ा ज़िक्र मेरा भी किया करो. हम भी भाजपा के प्यार के हक़दार हे https://t.co/ms03YJSrt6
— Varun Patel (@varunpateloffic) May 11, 2022
મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !
ચિરાગ પટેલે ટ્ટીટ કર્યુ છે કે
હું રાજદ્રોહના કેસમાં 7 મહિનાથી જેલમાં પણ રહ્યો છું. કોંગ્રેસના નેતાને બદલે અમારા પર પણ થોડી સહાનુભૂતિ અને પ્રેમ રાખો.
પ્રિયજનોથી અંતર અને દુશ્મનોથી પ્રેમ…
मैं भी 7 महीने राजद्रोह के केस में जेल में रहा हूं। कोंग्रेस के नेता की बजाय थोड़ी संवेदना और प्यार हमारे ऊपर भी रखा करो।
अपनों से दूरी और दुश्मनों से प्यार… https://t.co/2vqDDC79qN— Chirag Patel (@Chiragpatelbjp) May 11, 2022
ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !
રવિ પટેલે લખ્યુ છે કે
હું સાબરમતી જેલમાં પણ રહ્યો છું અને દરેક તાલુકામાં મારી પર કેસ થયા છે. આજે હું ભાજપ પ્રદેશ યુવા મોરચામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરી રહ્યો છું. કોંગ્રેસના નેતાને બદલે મારા પર થોડી સહાનુભૂતિ અને પ્રેમ રાખો.
પ્રિયજનોથી અંતર અને દુશ્મનોથી પ્રેમ…
मैं भी साबरमती जेल में रहा हूं ओर हर तहसीलमें मूँज पर केस हुए हे। में आज पूरी निष्ठा से भाजपा प्रदेश युवा मोर्चा में कार्य कर्ता हूँ| कोंग्रेस के नेता की बजाय थोड़ी संवेदना और प्यार मेरे ऊपर भी रखा करो।
अपनों से दूरी और दुश्मनों से प्यार…— Ravi H Patel (@ravihpatel1995) May 11, 2022
મહત્વપુર્ણ છે કે ઇફ્કોના ચેરમેન અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા દિલિપ સંધાણીએ હાર્દીકને ભાજપમાં લાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે,, તે સિવાય સુત્રોની માનીએ તો
હાર્દીકના કહેવાતા ફોઇએ પણ ભાજપમાં એન્ટ્રી આપવા બાબતે કેન્દ્રિય નેતૃત્વ સમક્ષ નારાજગીનો સુર વ્યક્ત કર્યો છે, જેને ગુજરાતના પાટીદારોને ભાજપના વિરોધમાં ઉભો કર્યો
ગુજરાતના નિર્દોષ પાટીદાર યુવાનોની લાગણી સાથે રમત રમીને 14 જેટલા પાટીદાર યુવાનોનો ભોગ લીધો,પાટીદારોના નામે રાજનિતી કરનારે હાર્દીક પટેલને ભાજપમાં લાવવાથી
પાટીદાર ઉપરાંત અન્ય સમાજના લોકો પણ નારાજ થશે જેનાથી 2022માં ભાજપને ઇચ્છિત પરિણામો મેળવવામાં મુશ્કેલી પડશે, જેથી હાલ પુરતી હાર્દીકની કમલમમાં તાજપોશી
પણ બ્રેક લાગી છે,
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી
અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ