અમદાવાદ શહેર માં ભારે વરસાદ ને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા ના ઇન્ડિયા કોલોની વોર્ડ કોંગ્રેસ ના કોર્પોરેટર પદમાબેન બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશ્નર લોચન શેહરા ને પત્ર લખી ને રજુઆત કરી છે કે દરેક વોર્ડ માં રોગચાળા ને ડામવા માટે જંતુનાશક દવાઓ નો છંટકાવ કરવા માં આવે તેમજ ફોગીંગ ની કામગીરી યુદ્ધ ના ધોરણે ધરવા માં આવે જેથી શહેર માં રોગચાળા ને ઉગતો ડામી શકાય અને શહેરીજનો ને રોગચાળા નો ભોગ બનતો અટકાવી શકાય