અમદાવાદ

પોલીસની આબરુને સરેબાજાર લીલામ કરનાર  એ અધિકારી કોણ છે !

Published

on

પોલીસની આબરુને સરેબાજાર લીલામ કરનાર  એ અધિકારી કોણ છે !

 

અમદાવાદન પુર્વ વિસ્તારમાં બુટલેગરોને ખાખીનો ડર રહ્યો નથી, એટલું જ નહી જો કોઇ પોલીસ કર્મચારી તેમના ત્યાં તેમના દારુના કન્સાઇન્મેન્ટને અટકાવે તો તેઓ પોલીસ કર્મચારીને મારવાથી ડરથી પણ ડરતા નથી,ચોંકાવનારી બાબત એ છે આવા કેસો પોલીસ ચોપડે નોધાતા નથી કારણ કે  નાનો પોલીસ કર્મચારી પ્રમાણિકતાથી આવા બુટલેગરો પર લાલ આંખ કરવા જાય છે,ત્યારે આવા બુટલેગરો ઉપરી અધિકારીના વહીવટદારનું નામ આપીને વાત કરાવી દે છે કે આર્થિક વ્યવહાર કરીએ છીએ તો પોલીસ કઇ રીતે રેડ પાડી શકે છે, પણ જે રીતે ગાંધીનગરથી આવેલા એક પીએસઆઇ કક્ષાના અધિકારીને બુટલેગરોએ માર તો માર્યો પણ પોલીસની આબરુ જવાના ડરથી આ ઘટનાને દબાવી દેવામાં આવી છે,જેના કારણે પીએસઆઇથી લઇને ટોચના અધિકારી નારાજ છે,

એક મહિના પહેલાની ઘટના છે,જેમાં અમદાવાદના પુર્વ વિસ્તારમાં એક પીએસઆઇ કક્ષાના અધિકારી ગાંધીનગરથી તપાસ અર્થે આવ્યા હતા, તેમણે બાતમીના આધારે એક મહાદેવના મંદિર પાસે એક કુખ્યાત બુટલેગર અડ્ડો ચાલતો હતો, જેમાં તેઓએ રેડ પાડી, જેની સાથે મામલો ગરમાયો, બુટલેગરે પીએસઆઇ કક્ષાના અધિકારીને ખખડાવતા કહ્યુ કે તમારા બોસને પૈસા પહોચ્યા છે, શુ જોઇને તમે લોકો અહી હાલ્યા આવો છો,અને બોસના વહીવટદાર સાથે વાત કરાવી દીધી,જેની સાથે પીએસઆઇ કક્ષાના અધિકારીના મોતીયા મરી ગયા અને તેઓ વીલા મોઢે પરત ફર્યા, એટલે બુટલેગરને શંકા ગઇ,, કે આ કોઇ નકલી પોલીસવાળો છે, એટલે બુટલેગરો અને તેમના માણસોએ તેમનો પીછો કર્યો,જો કે તેઓએ પહેલી વખત ત્યાંથી નિકળી જવામાં સફળ થયા,  આ વાતની જાણ ગાંધીનગર સુધી પહોચી,તેમના અધિકારી ગુસ્સે થયા, તેમને બુટલેગર અને પોલીસ અધિકારી વચ્ચે કઇક રંધાયા હોવાની ગંધ આવી, જેથી તેઓએ સૂચના આપી કે ટીમ સાથે જઇને રેડ પાડો,

ત્યારે અધિકારી પોતાની ટીમ સાથે રેડ પાડવા પહોચ્યા ,અને એક દારુની ટ્રક પકડાઇ, એ દરમિયાન આ અધિકારી અને તેમના સાથિયો  એક મસ્જીદ પાસેથી નંબર વગરની ગાડી લઇને પરત ફરતા હતા તે દરમિયાન બુટલેગર અને તેમના માણસોએ તેમની ગાડીને ઘેરી લીધી, અને અધિકારી સહિત તેમના સાથિયોને મુઢ માર માર્યો, તેમની પાસેથી સર્વિસ રિવોલ્વર પણ છીનવવાનો પ્રયત્ન કર્યો, જો કે કેટલાક લોકોએ મધ્યસ્થિ કરી મામલો થાળે પાડ્યો,  આ મામલે ગાંધીનગર સુધી ફરિયાદ થઇ, પણ બુટલેગરનુ નામ સાંભળીને ટોચના અધિકારીઓના વહીવટદારોએ ફરિયાદ કરવાની ના પાડી દીધી છે જેથી સમગ્ર મામલાં ભીનું સંકેલી દેવાયુ છે,પણ ઘટનાની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં થઇ રહી છે કે આ પોલીસની પ્રતિષ્ઠાનો સવાલ છે તેને રક્ષણ મળવુ જોઇએ, આવા બુટલેગરોને છાવરવાથી પોલીસનુ મોરલ ડાઉન થશે, થોડા પૈસા માટે પોલીસની આબરુન લીરે લીરા ન કરાય,, પોલીસના જ લોકો બુટલેગરને મદદ કરે તે પોલીસ માટે શરમ જનક ઘટના છે,

Advertisement

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version