બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !
રાજ્ય સરકારના સિનિયર પ્રધાનના મત વિસ્તારમાં 50થી વધુ દારુના અડ્ડા ચાલતા હોવાની લેખિત ફરિયાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્ય સરકારના અનેક પ્રધાનોને કરાઇ છે, સાથે તેઓ કેવી રીતે સ્થાનિક આગેવાનો સાથે અવડચંડાઇ કરે છે તેની પણ લેખિત ફરિયાદ કરાઇ ,પરિણામે ગુજરાત ભાજપમાં હાલ આ પ્રધાન વિરુધ્ધ પત્રિકા યુધ્ધ શરુ થઇ ગયુ છે, આ એટલા માટે પણ મહત્વપુર્ણ છે કારણ કે હવે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી હાથ ધરાવવાની છે, ત્યારે આ પ્રધાન 108 તરીકે ઓળખાય છે,, તેઓ ખુબર સેવા ભાવી માનવામાં આવે છે,તેઓ અડધી રાત્રે મતદારોની પડખે ઉભા હોય છે, જો કે તેમના રાજકીય વિરોધીઓએ તેમની વિરુધ્ધ આ પ્રકારનો પત્ર ફરતો કરીને તેમની સાથે મોવડી મંડળને ચોંકાવી દીધા છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ઉમેદવારોની પસંદગી રાજકીયપક્ષો દ્વારા હાથ ધરવામાં આવનાર છે,ત્યારે રાજ્ય સરકારના ખુબ કદ્દાવર અને સિનિયર નેતા વિરુધ્ધ પત્ર વાયરલ કરવામાં આવ્યોછે, આ પત્રમાં તેમના વિસ્તારમાં 50થી વધુ દારુના અડ્ડા ચાલતા હોવાનો આરોપ કરાયો છે,જેમાં બુટલેગરોના નામ અને સરનામા પણ આપવામાં આવ્યા છે,અને તમામ અડ્ડાઓમાંથી હપ્તા તે અને તેમના નજીકના મળતીયાઓ ઉઘરવાતા હોવાનો આરોપ છે,,તે સિવાય તેમના ઉપર સ્થાનિક કાર્યકર્તાઓ સાથે તુમાખી ભર્યા વર્તન કરવાનો આરોપ આ પત્રમાં લગાવાયો છે, તેઓ દારુના સ્ટેન્ડમાં ભાગીદારી કરે છે તેમ પણ પત્રમાં ઉલ્લેખ છે, આ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી સહિત ભાજપના તમામ મોટા નેતાઓને મોકલી દેવાયો છે,,હાલ સમગ્ર ભાજપમાં આ પત્ર ચર્ચાનો વિષય બન્યો છે,
આમ તો આ પ્રધાનની છાપ પ્રજા વત્સલ નેતા તરીકેની છે, તેઓ હમેશા લોકોની સેવા માટે ખડે પગે ઉભા રહેતા હોય છે, તેમને લોકો સંકટ મોચક તરીકે ઓળખે છે, બીજા શબ્દોમાં કહીએ તો 108ની જેમ તેઓ મતદારો સમક્ષ હાજર થઇ જતા હોય છે, આવી સેવા ભાવનાને પ્રજા વત્સલ નેતા તરીકેની છાપ હોવાના કારણે તેમની ટિકીટ કન્ફર્મ માનવામાં આવે છે,તેમના નજીકના લોકો માને છે કે તેમને હેરાન પરેશાન કરવા માટે અને તેમને રાજકીય કારકીર્દી પ્રશ્નો ઉભા કરવા માટે આવ પ્રકારના આક્ષેપો અને ખોટા પત્રો વાયરલ કરવામાં આવી રહ્યા છે,
પણ જે રીતે આ વાયરલ પત્રમાં તેમના મત વિસ્તારમાં ચાલત દારુ ના અડ્ડાઓ, અને મજુરી વગર ચાલતા નોનવેજની દુકાનોની યાદી અપાઇ છે,,તેની તટસ્થ રીતે તપાસ થાય તો સત્ય બહાર આવી શકે, અને દુધનુ દુધ પાણીનુ પાણી થઇ શકે છે,
નોધ, પત્ર અમારી પાસે છે, છતાં કોઇ સમાજીક કે રાજકીય બદનામી ન થાય તે માટે પત્ર મુકવાનું ટાળ્યુ છે,
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા