Uncategorized
એસટીમાં ડીઝલ ઉચા ભાવે ખરીદીમાં કોણ છે વચેટીયો !-આપ
એસટીમાં ડીઝલ ઉચા ભાવે ખરીદીમાં કોણ છે વચેટીયો !-આપ
જામનગરના એસટી ડેપો મેનેજરે કહ્યુ સરકારને ડીઝલ 21 રુપિયા મોધુ પડે છે !
શુક્વારે મોડી રાત્રે જામનગર એસટી ડેપોમાંથી બસોનુ સંચાલન 5 કલાક બંધ થઇ ગઇ હતી
આમ જામનગર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ કરસન ભાઈ કરમુરે જણાવ્યુ હતુ કે તેઓ જ્યારે રાત્રે જામનગર એસ ટી ડેપો ઉપર
પહોચ્યા હતા,,જ્યારે તેઓએ એસ ટી ડેપો મેનેજરને પુછતા ખબર પડી કે
રાજ્ય સરકારે કરેલા ટેન્ડર પ્રમાણે એસ ટીને 21 રુપિયા મોધુ ડીઝલ મળે છે,, અને જ્યારે ડેપોમાં ડીઝલ ખતમ થઇ ગયુ હતુ
જેથી પ્રવાસીઓને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે
જામનગર આઇટી સેલના પ્રમુખ મુકેશ ચાવડાએ જણાવ્યુ જે રીતે તંત્ર જવાબ આપ્યો
તે સમજાયુ નહી કે એસ ટી ડેપોનુ ડીઝલ કઇ રીતે આટલુ મોધુ હોઇ શકે,,
મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ આ અંગે વિડીયો બનાવ્યા છે
તાજેતર માં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા સતત રૂપિયો બે- રૂપિયો કરી અત્યારે પેટ્રોલ નો ભાવ 100 ને આંબી ગયો છે ત્યારે અહો આશ્ચર્યમ જેવી સ્થિતિ સર્જાય છે
, ગુજરાત એસટી ને જે કોન્ટ્રાકટર દ્વારા ડીઝલ પુરું પાડવામાં આવી રહ્યું હતું તેને ડીઝલ નો ભાવ કોન્ટ્રાક્ટ માં મળતા ભાવ કરતાં વધુ થઈ ગયેલ હોય વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સમગ્ર ગુજરાત એસટી
ની બસો પ્રાઇવેટ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા જઇ રહી છે. અને આ પેટ્રોલ પંપ પર ડીઝલ 3 રૂપિયા જેટલું સસ્તું મળી રહ્યું હોવાની જાણકારી મળી છે
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !