અમદાવાદ
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા
ગુજરાતમાં આમ તો દારુબંધી છે, દારુ વેચવો અને પરમીટ વગર દારુ પીવો તે પણ ગુનો છે,ત્યારે અમદાવાદમાં એક એવો ફાયનાન્સર છે, જે દારુના વ્યવસાય સાથે સંકડાયેલા અપરાધીઓને જ ફાયનાન્સ કરે છે, મહત્વની વાત એ છે કે આ વ્યક્તિની એક જ કીડની છે,અને અમદાવાદથી લઇને ગાંધીનગર સુધી તેની મોટી પહોચ છે,પરિણામે સ્થાનિક પોલીસથી લઇને ક્રાઇમબ્રાન્ચ સુધી તમામ વ્યક્તિઓ આ શખ્સ વિશે જાણતા હોવા છતાં તેને પકડવાની કોઇ હિમ્મત કરતા નથી, કારણ કે આ ફાયનાન્સર નિચેથી લઇને ઉપર સુધી એટલે કોન્સ્ટેબલથી લઇને આઇપીએસ અધિકારી સુધીની આર્થિક વ્યવસ્થા જોતા હોય છે,,પણ લોચો ત્યાં પડ્યો કે ફાયનાન્સરનુ નામ એક વ્યક્તિની હત્યામાં સામે આવી તો પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી તેવી ચર્ચા છે પોલીસ બેડામાં છે,
અમદાવાદના પુર્વ વિસ્તારમાં દારુ અને જુગારના અડ્ડા ચલાવતા અપરાધિઓ માટે કિડનીના નામનો ફાયનાન્સર ગોડ ફાદર માનવામાં આવે છે, સમગ્ર અમદાવાદમાં કોઇ બુટલેગર અને અસમાજીક તત્વને દારુ જુગાર ક્લબ ચલાવવી કે પછી બિલ્ડરો માટે જમીનનો કબ્જો લેવા જેવા કામો માટે કિડની નામનો આ ફાયનાન્સર ફેમસ છે, આ ફાયનાન્સર બુટલેગરોને તમામ પ્રકારની મદદ કરતો હોય છે, કોઇ અસમાજિક તત્વને પોલીસ પકડી જાય તો પોલીસ અસામાજીત તત્વો માટે મહત્વની કડી બનતો હોય છે, આમ તો છેલ્લા ઘણા સમયથી પોલીસને પણ આ ફાયનાન્સર વિશે માહીતી છે,, પણ પોલીસ આખ આડા કાન કરીને કિડની નામના આ ફાયનાન્સર ઉપર રહેમ નજર રાખે છે, પણ થોડા દિવસ પહેલા અમદાવાદન વસ્ત્રાલમાં એક વ્યક્તિનુ અકસ્માતમા મોત થયું, પોલીસ તપાસમાં ખબર પડી કે આ અકસ્માત નહી પણ હત્યા હતી,જે માટે સોપારી અપાઇ હતી, તે મૃતકના પત્નીના માધ્યમથી આમ તો પોલીસે આ ઘટનાને પ્રણય ત્રિકોણ ગણાવ્યો હતો, સુત્રોની વાત માનીએ તો આ વ્યક્તિ હત્યા જમીન બાબતે થઇ હતી જેમાં કિડની નામના આ ફાયનાન્સરની ભુમિકા જોવા મળી હતી પરિણામે પોલીસે તેની અટક પણ કરીને પુછ પરછ કરી હતી,
પોલીસમાં એવી પણ ચર્ચા છે કે આ ફાયનાન્સરના ઉપર સુધીના તાર હોવાથી પોલીસ તેની સામે કોઇ પગલા લઇન શકી કારણ કે તેના ઉપર મોટા માથાઓના ચારેય હાથ છે,,મહત્વની વાત એ છે કે આ ફાયનાન્સરની અપરાધિક ગતિવિધીઓ બાબતે સરકારને રિપોર્ટ કરાયો છે, સાથે કહેવાયુ છે કે જો અમદાવાદ સહિત ગુજરાતમાં દારુની બદી નાથવી હોય તો આ કિડની ફાયનાન્સરનો ઝેર કરવો પડે,, કારણ કે આ જ વ્યક્તિ બુટલેગરો અને જુગાર રમાડવા માટે આર્થિક પ્રોત્સાહન પુરુ પાડે છે બદલામાં 30 ટકાથી લઇને 50 ટકા સુધીનો નફો પણ લે છે, સાથે કેટલાક બુટલેગરો ઉભા કરી રહ્યો છે,જેમાં કેટલાક પોલીસ કર્મીઓનુ પણ શંકાસ્પદ ભુમિકા છે,