અમદાવાદ
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાલ સ્થાનિક પોલીસ પ્રશાસન કરતા વહીટદારોનો દબદબો વધ્યો હોવાની ચર્ચા છે, જેમાં સુત્રોની વાત માનીએ તો જેલની અંદરથી માંડી બહાર સુધી વહીવટદારોનો નેટવર્ક પથરાયેલો છે, જેનો ઉદાહરણ અમદાવાદના જુહાપુરાના વેપારીને જેલમાંથી ફોન કરીને ખંડણી માંગવાની ઘટના પોલીસ ચોપડે નોધાઇ છે, વાત આટલે થી જ અટકતી નથી, સુત્રો કહે છે કે સ્થાનિક પ્રશાસન કરતા માથા વહીવટદારોનો મેનેજમેન્ટ ચાલે છે, અને આ મેનેજમેન્ટ સારી રીતે ચાલે તેના માટે મોટા અધિકારીને એક મોંઘી કાર પણ ગિફ્ટ અપાઇ છે,, આ સમગ્ર ચર્ચા ગૃહ વિભાગ સુધી પહોચતા હવે સમગ્ર ઘટનાની તપાસ ગંભીરતાથી શરુ કરાઇ છે,
અમદાવાદની સેન્ટ્રલ જેલ હમેશાથી વિવાદોમાં રહી છે, એ સુરંગ કાંડની ઘટના હોય કે પછી જેલમાંથી ફોન કરીને ખંડણી ઉધરાવવાની ઘટના હોય,,સાથે ફોન જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનો તો જેલમાંથી મળવા તે સમાન્ય બાબત છે, જે બતાવે છે કે જેલમાં જેલ સત્તાવાળાઓનો નહી પણ અસમાજિક તત્વ કહેવાતા એવા માથાભારે શખ્સોની બોલ બાલા છે, સુત્રોની માનીએ તો ક્રિશ્ચિયન નામનો એક અપરાધી હાલ જેલની અંદરનુ મેનેજમેન્ટ જોવે છે, જેના કારણે કયા કેદીને કેેવા પ્રકારની સુવિધા આપવી તેનો પ્રાઇસ લિસ્ટ પણ તે નક્કી કરે છે, પાચ હજારથી લઇને પાચ લાખ રુપિયા સુધી જો ચુકવવા માટે પૈસાદાર અપરાધીઓ તૈયાર હોય તો તેમને તમામ પ્રકારની સુવિધા એટલે સુરા અને સુંદરી જેવી સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે આ વાત કેટલી સત્ય તેનુ પંચાત ટીવી પુષ્ટિ નથી કરતુ્ં પણ સુત્રો કહે છે કે તો જેલના સીસીટીવી તપાસ થાય તો દુધનો દુધ અને પાણીનો પાણી થઇ શકે છે, સુત્રો કહે છે કે સૌરાષ્ટ્રનો જાડેજા નામનો આરોપી રોજ સાંજે જેલના લેન્ડ લાઇન નંબરથી સાડા પાચથી સાઢા છ વાગ્યા સુધી પોતાના નેટવર્કમાં વાત કરતો હોય છે એટલે કે પોતાની ગેંગ તે જેલમાંથી જ ઓપરેટ કરે છે,,તેમ સુત્રો કહે છે, જ્યારે સોલંકી નામના એક આરોપીની ડોક્ટર ગર્લફેન્ડને મળવા માટે નિયમોની ઐસી તૈસી કરી દેવાય છે, એટલે કે અલગથી મળવાની વ્યવસ્થા પણ કરાવાતા હોવાની ચર્ચા હાલ જેલ વર્તુળોમાં છે,
ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !
પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને દિલ્હીનો ફેરો માથે પડ્યો
જ્યારે જેલની બહાર એટલે કે પૈસાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે સોની નામનો હત્યાના આરોપી વહીવટદારની જવાબદારી છે, તે કેદીઓ માટે બહારથી વસ્તુઓ પહોચડવાની વ્યવસ્થા કરતો હોય છે,જેના માટે પણ મસમોટી રકમ વસુલવામાં આવે છે, સાથે કેદીઓની ઉધરાણી પણ બહાર જઇને આ સોની નામનો આરોપી કરતો હોય છે,
નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-પોલીસ તપાસ શરુ
આ મુદ્દે એક જાગૃત વિભાગે ગૃહ વિભાગની ઘ્યાન દોર્યુ છે,,અને જેલમાં થી આવતા જતા તમામ ફોન કોલ્સના ડીટેલ કોલ રેકોર્ડ તપાસવામાં આવે તો નિશ્ચિત મોટો ગફલો સામે આવી શકે છે, આ મામલે ગૃહ વિભાગે પણ હવે પોતાની રીતે તપાસ શરુ કર્યો છે,,સાથે આરોપ છેકે જેલ પ્રાશસન સાથે જોડાયેલા એક મોટા ગજાના અધિકારીને આવા વહીવટદારો તરફથી લેટેસ્ટ મોડેલની કાર પણ ગિફ્ટ અપાઇ છે, આ તમામ બાબતોનો તપાસ થાય તો સત્ય બહાર આવે અને જવાબદારો સામે પગલા ભરાય તે જરુરી છે,
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કેમ ભુલ્યા !
કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા
નોધ.
ઉપરોક્ત બાબતો ચર્ચાના આધારે લખાઇ છે,,આની પુષ્ટિ પંચાત ટીવી કરતું નથી,